Gujarat

ઊંઝા હાઈવે પર ગાડીએ સાયકલસવારને ટક્કર મારી

ઊંઝા-સિદ્ધપુર હાઈવે પર એક ગાડીના ચાલકે સાયકલ સવારને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં 60 વર્ષીય વૃદ્ધ પ્રકાશભાઈ પરમારને ઈજા થઈ છે. આ મામલે ઊંઝા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. સિદ્ધપુરના આંબેડકર નગર લાલપુરના રહેવાસી પ્રકાશભાઈ પ્રભુદાસ પરમાર (ઉંમર 60) મજૂરી કામ કરે છે. ગઈકાલે તેઓ પ્રીત હોટલ આગળ બ્રાહ્મણવાડા તરફ જવાના રસ્તાના વળાંક પર સાયકલ લઈને પસાર થઈ રહ્યા હતા. તે સમયે પૂરઝડપે અને ગફલતભરી રીતે આવી રહેલી ફોર વ્હીલર ગાડીના ચાલકે તેમની સાયકલને પાછળથી ટક્કર મારી. જેના કારણે પ્રકાશભાઈને ઈજાઓ પહોંચી હતી. ઊંઝા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.