મહુવા સુગર ફેક્ટરીની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણી પૂરી થયા બાદ પ્રમુખ અને ઉપપ્રમુખની પસંદગી માટે પ્રક્રિયા હાથ ધરાઈ. શનિવારે બપોરે ૩ વાગ્યે બારડોલી પ્રાંત અધિકારીની હાજરીમાં ફેક્ટરીના બોર્ડ રૂમમાં આ ચૂંટણી થઈ.

ચૂંટણી દરમિયાન સુરત જિલ્લા ભાજપના મહામંત્રી અંકુરભાઈ દેસાઈ અને રોહિતભાઈ પટેલ પ્રદેશ ભાજપનું મેન્ડેટ લઈને આવ્યા. પક્ષના મેન્ડેટ મુજબ, માનસિંહભાઈ પટેલ ફરી પ્રમુખ અને બળવંતભાઈ પટેલ ઉપપ્રમુખ બન્યા. આમ, મહુવા સુગરમાં જૂની સત્તાનું પુનરાવર્તન થયું.
માનસિંહભાઈ પટેલ અને બળવંતભાઈ પટેલના અનુભવને જોઈને બધા ડિરેક્ટરોએ આ પસંદગીને આવકારી. તેમણે બંને હોદ્દેદારોને ફૂલ આપી અભિનંદન પાઠવ્યા. સફળ નેતૃત્વની પસંદગી થતાં સુગરના કર્મચારીઓ, ખેડૂત સભાસદો અને શુભચિંતકોમાં ખુશી છવાઈ. હાજર રહેલા બધાએ નવા ચેરમેન અને વાઈસ ચેરમેનને શુભકામનાઓ આપી ફેક્ટરી વધુ પ્રગતિ કરે તેવી આશા વ્યક્ત કરી.

