સંરક્ષણ સચિવ શ્રી રાજેશ કુમાર સિંહની ઉપસ્થિતિમાં સંરક્ષણ મંત્રાલયે ૨૧ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ નવી દિલ્હી ખાતે આશરે ?૭૭૦ કરોડના ખર્ચે ઇમ્પ્રૂવ્ડ લો લેવલ લાઇટ વેઇટ રડાર ખરીદવા માટે મેસર્સ ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા છે.
LLLR(I) સિસ્ટમ ફાઇટર સાઇઝના લક્ષ્યો અને મીની/માઇક્રો ડ્રોન્સની શોધ અને ટ્રેકિંગ કરવાની ક્ષમતા ધરાવે છે, તે હવાઈ લક્ષ્યોને પ્રાથમિકતા આપવાની વધારાની ક્ષમતા પણ ધરાવે છે. આનાથી સેના અનમેન્ડ એરિયલ સિસ્ટમ ના ખતરાનો સફળતાપૂર્વક સામનો કરવા માટે સક્ષમ બનશે.
સરકારના વિકસિત ભારત જ્ર૨૦૪૭ના વિઝન સાથે સુસંગત રહીને, આ ખરીદી સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો સહિત ભારતના સંરક્ષણ ઉત્પાદન ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપીને એર ડિફેન્સ પ્લેટફોર્મના સ્વદેશીકરણ અને સ્થિતિસ્થાપક, આર્ત્મનિભર અને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક સંરક્ષણ ઉદ્યોગના નિર્માણ તરફનું એક મહત્વપૂર્ણ પગલું છે.

