કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ વિભાગ, રસાયણ અને ખાતર મંત્રાલય, ભારત સરકાર, ફેડરેશન ઓફ ઈન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી ના સહયોગથી, બોમ્બે એક્ઝિબિશન સેન્ટર, નેસ્કો, મુંબઈ ખાતે ૨૨ થી ૨૪ ઓક્ટોબર, ૨૦૨૬ દરમિયાન ‘ઇન્ડિયા કેમ ૨૦૨૬‘ની ૧૪મી આવૃત્તિનું આયોજન કરશે.
આ ફ્લેગશિપ દ્વિવર્ષીય (બીજી વર્ષે યોજાતો) કાર્યક્રમ ભારતના કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ ક્ષેત્રમાં સહયોગ, વેપાર અને રોકાણની તકો શોધવા માટે નીતિ નિર્માતાઓ, વૈશ્વિક ઉદ્યોગપતિઓ, રોકાણકારો, ટેકનોલોજી પ્રદાતાઓ, સંશોધકો અને અન્ય હિતધારકોને એકસાથે લાવશે.
આ કાર્યક્રમની ૧૪મી આવૃત્તિની થીમ “એડવાન્ટેજ ભારત: એન ઇમર્જિંગ ગ્લોબલ કેમિકલ્સ હબ” છે. ઇન્ડિયા કેમ ૨૦૨૬ માં આંતરરાષ્ટ્રીય પ્રદર્શન અને પરિષદનું આયોજન કરવામાં આવશે, જે આ કાર્યક્રમને ભારતની ઔદ્યોગિક ક્ષમતાઓ, તકનીકી પ્રગતિ અને વૈશ્વિક ઉત્પાદન તેમજ સોર્સિંગ ડેસ્ટિનેશન તરીકેની ક્ષમતા દર્શાવવા માટેના એક મુખ્ય મંચ તરીકે સ્થાપિત કરશે.
કેન્દ્રીય રસાયણ અને ખાતર તેમજ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી શ્રી જે.પી. નડ્ડા આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરશે. કેન્દ્રીય રસાયણ અને ખાતર તેમજ આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્ય મંત્રી શ્રીમતી અનુપ્રિયા પટેલ આ પ્રસંગે ઉપસ્થિત રહેશે.
મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને ઓડિશાના મુખ્યમંત્રીઓ તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકારોના વરિષ્ઠ અધિકારીઓ પણ આ કાર્યક્રમમાં હાજરી આપશે.
ભારતીય કેમિકલ ઉદ્યોગ નોંધપાત્ર વૃદ્ધિ માટે તૈયાર
ભારત વિશ્વમાં રસાયણોનો છઠ્ઠો સૌથી મોટો ઉત્પાદક અને એશિયામાં ચોથો સૌથી મોટો ઉત્પાદક દેશ છે. આ સ્થાનને ધ્યાનમાં લેતા, ૧૪મી ઇન્ડિયા કેમ ૨૦૨૬ ખૂબ મહત્વ ધરાવે છે.
ભારતીય કેમિકલ ઉદ્યોગ ૨૦૩૦ સુધીમાં ેંજીડ્ઢ ૩૦૦ બિલિયન અને ૨૦૪૦ સુધીમાં ેંજીડ્ઢ ૧ ટ્રિલિયન સુધી પહોંચવાનો અંદાજ છે, જેમાં નોંધપાત્ર વૃદ્ધિ જાેવા મળી રહી છે. આ ક્ષેત્રની વૃદ્ધિની ક્ષમતા વધતી માંગ, નિકાસની તકો, જનસાંખ્યિકીય લાભ, પ્રમાણમાં ઓછો માથાદીઠ વપરાશ અને અનુકૂળ સરકારી પહેલો દ્વારા સમર્થિત છે.
ગવર્નન્સ સુધારાઓ, વિશ્વસ્તરીય માળખાકીય સુવિધાઓ, મજબૂત વેપાર અને રોકાણ નીતિઓ, મજબૂત નિયામક ફ્રેમવર્ક અને સ્પર્ધાત્મક ખર્ચે કુશળ શ્રમની ઉપલબ્ધતા દ્વારા વૈશ્વિક સ્તરે પસંદગીના ડેસ્ટિનેશન તરીકે ભારતના ઉભરવાને સમર્થન મળી રહ્યું છે. કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ ક્ષેત્ર દેશભરમાં ઉત્પાદનને મજબૂત કરવા, વૈશ્વિક મૂલ્ય-શ્રૃંખલામાં ભાગીદારી વિસ્તારવા અને ભારતની લાંબા ગાળાની આર્થિક આકાંક્ષાઓને ટેકો આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે તેવી અપેક્ષા છે.
મજબૂત આંતરરાષ્ટ્રીય ભાગીદારીની અપેક્ષા
ઇન્ડિયા કેમ ૨૦૨૬માં જાપાન, યુનાઇટેડ સ્ટેટ્સ, કેનેડા, યુનાઇટેડ કિંગડમ, યુરોપિયન યુનિયનના દેશો, લેટિન અમેરિકા, વિયેતનામ, કોરિયા અને છજીઈછદ્ગ દેશો સહિત ૧૦૦થી વધુ દેશોના ભાગીદારી જાેવા મળવાની અપેક્ષા છે.
૧૪મી ઇન્ડિયા કેમ ૨૦૨૬માં જાપાન પાર્ટનર કન્ટ્રી (ભાગીદાર દેશ) તરીકે ભાગ લેશે. આ ભારત-જાપાન આર્થિક સહયોગને મજબૂત કરવા માટે ખૂબ મહત્વપૂર્ણ છે.
૨૦૦થી વધુ ભારતીય અને આંતરરાષ્ટ્રીય પ્રદર્શકો, ભારત અને વિદેશમાંથી ૮,૦૦૦થી વધુ બિઝનેસ મુલાકાતીઓ અને ગ્લોબલ સીઇઓ ફોરમમાં ભારત અને વિદેશમાંથી ૫૦થી વધુ અગ્રણી સીઇઓ હાજરી આપશે. દક્ષિણ અમેરિકા, યુનાઇટેડ સ્ટેટ્સ, યુરોપિયન યુનિયન, કોમનવેલ્થ ઓફ ઇન્ડિપેન્ડન્ટ સ્ટેટ્સ (ઝ્રૈંજી) દેશો, પશ્ચિમ યુરોપ, મધ્ય પૂર્વ અને દક્ષિણ તેમજ દક્ષિણ-પૂર્વ એશિયામાંથી ખરીદદારોના પ્રતિનિધિમંડળો પણ આવવાની અપેક્ષા છે.
પેટ્રોલિયમ, કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ ઇન્વેસ્ટમેન્ટ રીજન (ઁઝ્રઁૈંઇજ) અને કેમિકલ હબ ધરાવતા રાજ્યો—જેમાં ગુજરાત, ઓડિશા, આંધ્ર પ્રદેશ, તમિલનાડુ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્ર સામેલ છે—તેમની ક્ષમતાઓ અને રોકાણની તકો દર્શાવશે.
કેમિકલ્સ વેલ્યુ ચેઇનમાં ટેકનોલોજીનું પ્રદર્શન
આ પ્રદર્શનમાં કેમિકલ્સ, પેટ્રોકેમિકલ્સ, પ્રોસેસ પ્લાન્ટ મશીનરી અને સાધનોમાં ઉત્પાદનો, ટેકનોલોજી અને સેવાઓની વિશાળ શ્રેણી આવરી લેવામાં આવશે.
કેમિકલ્સ વિભાગમાં ફાઇન અને સ્પેશિયાલ્ટી કેમિકલ્સ, એગ્રોકેમિકલ્સ અને ખાતરો, બેઝિક કેમિકલ્સ, ડાઇઝ અને પિગમેન્ટ્સ, ગ્રીન અને સસ્ટેનેબલ કેમિકલ્સ, ફાર્માસ્યુટિકલ સામગ્રીઓ, વોટર-ટ્રીટમેન્ટ કેમિકલ્સ, કન્સ્ટ્રક્શન કેમિકલ્સ અને ઔદ્યોગિક સંશોધન તેમજ નવીનતા દર્શાવવામાં આવશે.
પેટ્રોકેમિકલ્સ વિભાગમાં ઓટોમોટિવ, એરોસ્પેસ અને ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રો માટે પોલિમર્સ અને એન્જિનિયરિંગ પ્લાસ્ટિક, ઓલેફિન્સ, સિન્થેટિક ફાઇબર્સ, ઇલાસ્ટોમર્સ, એરોમેટિક્સ અને ડેરિવેટિવ્ઝ, બાયો-આધારિત અને રિસાયકલ કરાયેલા પેટ્રોકેમિકલ્સ, પરફોર્મન્સ પ્લાસ્ટિક, કમ્પોઝિટ મટિરિયલ્સ અને સ્પેશિયાલ્ટી પોલિમર્સનું પ્રદર્શન કરવામાં આવશે.
પ્રોસેસ પ્લાન્ટ મશીનરી અને સાધનોનો વિભાગ કેમિકલ પ્લાન્ટ્સ માટે અદ્યતન મશીનરી, પ્રોસેસ ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને પ્રોજેક્ટ સેવાઓ, ડિજિટલાઇઝેશન, ઓટોમેશન, સ્માર્ટ મેન્યુફેક્ચરિંગ, પર્યાવરણીય અને પ્રદૂષણ-નિયંત્રણ પ્રણાલીઓ, ફિલ્ટરેશન અને સેપરેશન ટેકનોલોજી, પ્રયોગશાળાના સાધનો, વિશ્લેષણાત્મક સાધનો, રોબોટિક્સ અને છૈં-આધારિત ઉકેલો પર પ્રકાશ પાડશે.
૧૪મી ઇન્ડિયા કેમ ૨૦૨૬: વિવિધ વ્યાપારી તકો
૧૪મી ઇન્ડિયા કેમ ૨૦૨૬ ટેકનોલોજી ટ્રાન્સફર, સંયુક્ત સાહસો, કોન્ટ્રાક્ટ રિસર્ચ અને મેન્યુફેક્ચરિંગ, કસ્ટમ સિન્થેસિસ, ઁઝ્રઁૈંઇજ અને કેમિકલ પાર્ક્સમાં રોકાણ અને ભારતમાંથી વૈશ્વિક સોર્સિંગ માટેના માર્ગો ખોલશે. તે નેનોમટીરિયલ્સ, સેમિકન્ડક્ટર્સ, કમ્પોઝિટ્સ અને બાયોડિગ્રેડેબલ પોલિમર્સ સહિત સ્પેશિયાલ્ટી અને હાઇ-પરફોર્મન્સ મટિરિયલ્સમાં ભાગીદારીની સુવિધા પણ આપશે.
તકોના અન્ય ક્ષેત્રોમાં ગ્રીન અને સસ્ટેનેબલ ટેકનોલોજી, બાયો-આધારિત કેમિકલ્સ, રિસાયક્લિંગ અને સર્ક્યુલર ઇકોનોમી, એનવાયર્નમેન્ટલ, સોશિયલ અને ગવર્નન્સ (ઈજીય્) સોલ્યુશન્સ, સુરક્ષા અને પાલન, સ્ટાર્ટ-અપ ઇન્ક્યુબેશન, કૌશલ્ય વિકાસ, સપ્લાય-ચેઇન અને લોજિસ્ટિક્સ સેવાઓ અને બિઝનેસ-ટુ-બિઝનેસ વેપાર માટેના ડિજિટલ પ્લેટફોર્મ સામેલ છે.
ઉદ્યોગ, સરકાર, રોકાણકારો, એકેડેમિયા અને ટેકનોલોજી પ્રદાતાઓને એકસાથે લાવીને, ઇન્ડિયા કેમ ૨૦૨૬ નો હેતુ વ્યાપારી સંબંધોને મજબૂત કરવાનો, નવીનતાને પ્રોત્સાહિત કરવાનો અને ભારતના ઉત્પાદન ઇકોસિસ્ટમ માટે કેન્દ્રસ્થાને રહેલા આ ક્ષેત્રમાં રોકાણને પ્રોત્સાહન આપવાનો છે.
ઇન્ડિયા કેમના વારસાને આગળ ધપાવવો
પાછલી આવૃત્તિ, ઇન્ડિયા કેમ ૨૦૨૪માં ૭૨ દેશોની ભાગીદારી નોંધાઈ હતી, જેમાં ૧૭૨ પ્રદર્શકો, ૭૮ વૈશ્વિક સીઇઓ, ૧૩૫ અગ્રણી વક્તાઓ, ૬૮૯ વિદેશી પ્રતિનિધિઓ, ૧,૧૧૫ ભારતીય પ્રતિનિધિઓ અને ૮,૭૨૦ બિઝનેસ મુલાકાતીઓ સામેલ હતા. ઇન્ડિયા કેમની ૧૩મી આવૃત્તિમાં આ પ્રતિષ્ઠિત મ્૨મ્ ઇવેન્ટમાં ૧૫,૦૦૦ થી વધુ મુલાકાતીઓની હાજરી નોંધાઈ હતી. તેમાં રોકાણની તકો દર્શાવતા ૨૦ રાજ્ય પ્રતિનિધિમંડળો પણ સામેલ હતા.
આ ભાગીદારી પર આગળ વધતા, ૧૪મી આવૃત્તિનો ઉદ્દેશ્ય આંતરરાષ્ટ્રીય જાેડાણને વધુ ઊંડું કરવાનો, વ્યાપારી ભાગીદારીનો વિસ્તાર કરવાનો અને વૈશ્વિક કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ ઉદ્યોગમાં ભારતની વધતી જતી ભૂમિકાને રેખાંકિત કરવાનો છે.
ઇન્ડિયા કેમ ૨૦૨૬ વૈશ્વિક નિષ્ણાત જ્ઞાનને ભારતની ઉત્પાદન શક્તિઓ, રોકાણની ક્ષમતા અને ટકાઉ ઔદ્યોગિક વિકાસ પ્રત્યેની પ્રતિબદ્ધતા સાથે જાેડીને “એડવાન્ટેજ ભારત: એન ઇમર્જિંગ ગ્લોબલ કેમિકલ્સ હબ” ના વિઝનને આગળ ધપાવવા માટે એક મુખ્ય મંચ તરીકે સેવા આપશે.

