ગુજરાતના વિશાળ અને વ્યૂહાત્મક સમુદ્ર કિનારાની સુરક્ષા તથા દરિયાઈ સુરક્ષા વ્યવસ્થાઓ અંગે થઈ સાર્થક ચર્ચા
ભારતીય નૌકાદળના વેસ્ટર્ન નેવલ કમાન્ડના ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ ઇન-ચીફ વાઇસ એડમિરલ શ્રી સંજય વાત્સયને ગાંધીનગર સ્થિત લોકભવન ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની સૌજન્ય મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન રાજ્યપાલશ્રી અને વાઇસ એડમિરલશ્રી વચ્ચે સાર્થક ચર્ચા થઈ હતી.
વાઇસ એડમિરલ શ્રી સંજય વાત્સયને ગત મે-૨૦૨૬થી ભારતીય નૌકાદળના વેસ્ટર્ન નેવલ કમાન્ડના ૩૫મા ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ ઇન-ચીફ તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે. તેમણે રાજ્યપાલશ્રી સમક્ષ ગુજરાતના વ્યુહાત્મક રીતે અત્યંત મહત્વપૂર્ણ અને વિશાળ દરિયાકાંઠાની સુરક્ષા તેમજ ભારતીય નૌ સેના દ્વારા હાથ ધરવામાં આવતી વિવિધ સુરક્ષાત્મક ગતિવિધિઓની વિસ્તૃત માહિતી રજૂ કરી હતી.
વર્ષ ૧૯૮૮થી ભારતીય નૌકાદળમાં સેવારત અને અનેક અગ્રણી યુદ્ધ જહાજાે પર સેવાઓ આપી ચૂકેલા શ્રી સંજય વાત્સયને વેસ્ટર્ન નેવલ કમાન્ડનો પદભાર સંભાળતા પૂર્વે નેવલ હેડ ક્વાર્ટર્સ ખાતે વાઇસ ચીફ ઓફ ધ નેવલ સ્ટાફ તરીકે ઉત્કૃષ્ટ ફરજાે બજાવી છે. ઉલ્લેખનીય છે કે, વેસ્ટર્ન નેવલ કમાન્ડના નેતૃત્વ હેઠળ સમગ્ર અરબી સમુદ્ર, પશ્ચિમ હિન્દ મહાસાગર તેમજ વૈશ્વિક સ્તરે વેપાર અને ઊર્જા માર્ગોના મહત્વપૂર્ણ ચેક પોઈન્ટ્સનું રક્ષણ કરવા તથા દેશના પશ્ચિમી દરિયાકાંઠાની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં કમાન્ડની મુખ્ય ભૂમિકા રહેલી છે.

