શહેરના ચેનપુર વિસ્તારમાં રહેતી મહિલા સાથે નણદોઈએ જ શારીરિક સંબંધ બાંધવાની માંગણી કરી છે. મહિલા જ્યારે દીકરાને સ્કૂલે મૂકવા જાય ત્યારે નણદોઈ પીછો કરી ચપ્પુ બતાવી મહિલાને શારીરિક સંબંધ બાંધવા દબાણ કરતો હતો. મહિલાને ધમકી પણ આપી હતી કે, સંબંધ ન રાખે તો તેના પતિ અને દીકરાને મારી નાખીશ. અવારનવાર મળતી ધમકીથી કંટાળીને મહિલાએ સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
સ્કૂલેથી પરત ફરતા રસ્તામાં રોકી ગાળો આપી ચેનપુર વિસ્તારમાં રહેતી 35 વર્ષીય મહિલા દીકરાને સ્કૂલ મૂકવા ગઈ, ત્યારે તેમની પાછળ તેમનો નણદોઈ ગયો હતો. મહિલા સ્કૂલેથી દીકરાને મૂકીને પરત આવી રહી હતી, ત્યારે નણદોઈએ મહિલાને રોકીને કહ્યું કે, તું મારી સાથે વાત કેમ નથી કરતી? મહિલાને શારીરિક સંબંધ રાખવાનું કહ્યું તો મહિલાએ ન પાડી દીધી હતી. ત્યારે નણદોઈ ઉશ્કેરાઈ ગયો અને ઝગડો કરી મહિલાને ગાળો બોલવા લાગ્યો હતો. મહિલાને ચપ્પુ બતાવી ધમકી આપી હતી કે, તું શારીરિક સંબંધ નહીં રાખે તો તારા પતિ અને દીકરાને જાનથી મારી નાખીશ.
પતિ વાત કર્યા બાદ પણ હેરાન કરવાનું શરૂ રાખતા ફરિયાદ મહિલા ગભરાઈને ઘરે આવી ગઈ હતી. મહિલાએ પતિને આ અંગે જાણ કરી હતી, પરંતુ પોલીસ ફરિયાદ કરી નહોંતી. મહિલા જ્યારે પણ સ્કૂલ દીકરાને મૂકવા જતી, ત્યારે નણદોઈ આવી જતો હતો અને મહિલા સાથે વાત કરવાનો પ્રયત્ન કરતો હતો. મહિલાને શારીરિક સંબંધ બાંધવા દબાણ કરતો હતો, જેથી મહિલાએ કંટાળીને નણદોઈ વિરુદ્ધ સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

