Gujarat

જામનગરના 47 વર્ષીય હેમંત મકવાણાએ વાડીએ ગળેફાંસો ખાધો; પરિવારે કહ્યું આર્થિક તંગી અને દેવાથી માનસિક તણાવમાં રહેતા

જામનગરના વાવડી ગામના 47 વર્ષીય ખેડૂત હેમંતભાઈ મકવાણાએ ગત રાત્રે વાડીએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો. ચાલુ વર્ષે દુષ્કાળને કારણે ખેતીમાં ઉત્પાદન થયું ન હતું. પરિવારના જણાવ્યા મુજબ, ખેતી નિષ્ફળ જતાં હેમંતભાઈ આર્થિક સંકળામણમાં મુકાયા હતા. ઘરમાં ખાવાના સાંસા હોવાથી બે બળદને વૃદ્ધાશ્રમમાં મૂકવા પડ્યા હતા. પરિવારે કહ્યું કે નાના બાળકો અને પરિવારના ગુજરાનની ચિંતા તેમને સતાવતી હતી. આર્થિક તંગી અને દેવાના ભારને કારણે તેમનો માનસિક તણાવ વધ્યો હતો. ગામના સરપંચ અને ગ્રામજનોએ સરકાર પાસે સહાયની માંગ કરી છે.