*રાજકોટ શહેરના જંગલેશ્વરમાં કર્ફ્યુ હટાવાયો સાથે સાથે આ શ્હેરોમાં પણ અપાઇ રાહત.*
*રાજકોટ શહેર તા.૨૪.૪.૨૦૨૦ ના રોજ કોરોના કોવિડ ૧૯ વાયરસના વધતા જતા સંક્રમણના કારણે રાજ્ય સરકાર દ્વારા અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં કરફ્યુ લાદી દેવામાં આવ્યો હતો. સેમ્પલોની સંખ્યા વધતા પોઝિટિવ કેસની સંખ્યમાં પણ વધારો થયો હતો. ત્યાર બાદ કોરોના પોઝિટિવ કેસ પર રોક લાગતા આજ રોજ વહેલી સવારથી ત્રણેય મહાનગરો માંથી આજ રોજ કરફ્યુ હટાવી દેવામાં આવ્યો છે. જ્યારે રાજ્યમાં ગઈ કાલે વધુ ૨૧૭ પોઝિટિવ કેસ અને ૯ કોરોનાગ્રસ્ત દર્દીઓના મોત નિપજ્યા છે. પરંતુ રાજકોટમાં છેલ્લા ૪૮ કલાકમાં એક પણ પોઝિટિવ કેસ ન નોંધાતા રાહતનો શ્વાસ અનુભયો છે. ગઈ કાલે આવેલી કેન્દ્રીય આરોગ્યની ટીમે પણ રાજકોટ શહેરની કોરોનાને લગતી કામગીરીને બિરદાવી છે.*
*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*