ફ્રાંસ
ફ્રાન્સ જાન્યુઆરીની શરૂઆત સુધીમાં દરરોજ ૨,૫૦,૦૦૦ થી વધુ કોવિડ કેસ સુધી પહોંચી શકે છે. તમને જણાવી દઈએ કે ફ્રાન્સે તેની ૭૭ ટકા વસ્તીને રસી આપી છે અને હવે બૂસ્ટર શોટ્સ આપવામાં આવી રહ્યા છે. જાે કે ૬૫ વર્ષથી વધુ ઉંમરના ૧૦ લાખથી વધુ લોકો સહિત ચાર મિલિયનથી વધુ પુખ્ત વયના લોકોને રસી આપવાનું બાકી છે. બુધવારે ૩,૪૦૦ થી વધુ કોવિડ દર્દીઓને હોસ્પિટલોના ૈંઝ્રેંમાં દાખલ કરવામાં આવ્યા હતા, જે છેલ્લા એક સપ્તાહમાં ૧૦% નો વધારો છે.ફ્રાન્સમાં કોરોના વાયરસનો જબરદસ્ત વિસ્ફોટ થયો છે. અહીં એક દિવસમાં ૨ લાખથી વધુ કેસ નોંધાયા છે. રોગચાળાની શરૂઆતથી ફ્રાન્સમાં એક દિવસમાં આટલા કેસ ક્યારેય મળ્યા ન હતા. સરકારે બુધવારે જણાવ્યું હતું કે છેલ્લા ૨૪ કલાકમાં ૨,૦૮,૦૦૦ નવા ર્ઝ્રંફૈંડ્ઢ કેસ નોંધાયા છે. જે સમગ્ર યુરોપમાં રોગચાળા દરમિયાન નોંધાયેલા સૌથી વધુ દૈનિક કેસ છે. આ અંગે માહિતી આપતાં ફ્રાન્સના સ્વાસ્થ્ય મંત્રી ઓલિવિયર વેરાને કહ્યું કે સ્થિતિ બગડી રહી છે. પહેલા ફ્રાન્સમાં એક દિવસમાં ૧,૮૦,૦૦૦ કેસ જાેવા મળ્યા હતા અને તાજેતરના આંકડાઓએ તે રેકોર્ડ પણ તોડી નાખ્યો છે. વેરાને કહ્યું કે ફ્રાન્સમાંથી દર સેકન્ડે બે લોકો કોરોના પોઝિટિવ આવી રહ્યા છે. પેરિસમાં જે દર્દીઓને સઘન સંભાળમાં રાખવામાં આવ્યા છે તેમાંથી ૭૦% એવા છે જેમને હજુ સુધી રસી આપવામાં આવી નથી. આરોગ્ય મંત્રીએ કહ્યું કે કોરોનાના ડેલ્ટા વેરિઅન્ટને કારણે હોસ્પિટલોની સ્થિતિ ચિંતાજનક છે. ર્ંદ્બૈષ્ઠિર્હ વેરિયન્ટની અસરકારકતા વિશે ઘણું કહી શકાય નહીં. સ્વાસ્થ્ય મંત્રી વેરાને કહ્યું કે પરિસ્થિતિ ઝડપથી બગડી રહી છે અને હું તેને કોરોનાની સુનામી કહીશ. છેલ્લા કેટલાક દિવસોમાં ચેપના કેસ રેકોર્ડ સ્તરે પહોંચી ગયા છે. જે ચોક્કસપણે ચિંતાનો વિષય છે. તેમણે કહ્યું કે લગભગ ૧૦ ટકા ફ્રેન્ચ વસ્તી એવા વ્યક્તિના સંપર્કમાં આવી હતી જે વાયરસથી સંક્રમિત હતી. વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે, તેથી આપણે પહેલા કરતા વધુ સાવચેત રહેવાની જરૂર છે. આરોગ્ય મંત્રીએ રસીના બૂસ્ટર ડોઝ ન મેળવતા લોકોને વધારાની તકેદારી રાખવા અપીલ કરી હતી, જેમને કોરોનાની સૌથી વધુ અસર થવાની સંભાવના છે.
