Delhi

તિબેટમાં ચીને સૈનિકો હટાવી રોબોટ મુક્યા

નવીદિલ્હી
ચીની સેના આ દુર્ગમ વિસ્તારમાં સંઘર્ષ કરી રહી છે. કારણ કે વિસ્તારમાં ઓક્સિજનની કમી છે અને જેના કારણે વજન વધી જાય છે અને સૈનિકો જલદી થાકી જાય છે. ચીની મીડિયાએ જણાવ્યું હતું કે ચીની જવાનોને એક્ઝોસ્કેલટન સ્યૂટ અપાયા છે જેથી કરીને સપ્લાય લઈ જતી વખતે તેમને તકલીફ ન થાય. બેઇજિંગે તિબેટમાં ૮૮ શાર્પ ક્લો મોકલ્યા છે, જે હિમાલયની પર્વતમાળામાં ભારતની સરહદ સાથે જાેડાયેલું છે. આ ક્લો પૈકીના ૩૮ને સરહદી વિસ્તારોમાં ખડકવામાં આવ્યા છે. તેવી જ રીતે ચીની સેનાએ ૧૨૦ જેટલા મૂલે-૨૦૦ વાહન પણ તિબેટ ક્ષેત્રમાં મોકલ્યા છે, જેમાંના મોટાભાગના સરહદી વિસ્તારમાં જ ખડકવામાં આવ્યા છે. ચીનના એક અધિકારીએ બુધવારે તાઇવાનને ધમકી આપી હતી અને કહ્યું હતું કે જાે તાઇવાન સ્વતંત્રતાની દિશામાં ડગ ભરશે તો ચીન આકરા પગલાં ભરશે. સાથે જ કહ્યું હતું કે, તાઇવાનની ઉશ્કેરણી અને બાહરી દખલ આવતા વર્ષે વધુ વકરી શકે છે. ચીન લોકશાહીયુક્ત શાસિત તાઇવાનને પોતાનો હિસ્સો ગણાવે છે અને છેલ્લા બે વર્ષ દરમિયાન તેણે પોતાના સાર્વભૌમત્વના દાવા માટે સૈન્ય અને રાજદ્વારી દબાણ વધાર્યું છે તેના કારણે તાઇપેઇમાં રોષ અને અમેરિકામાં ચિંતાનું વાતાવરણ છે. ચીન-તાઇવાન બાબતોના પ્રવક્તા મા શિઆઓગુંઆંગે જણાવ્યું હતું કે ચીન તાઇવાન સાથે શાંતિપૂર્ણ રીતે જાેડાણ ઇચ્છે છે પરંતુ જાે સ્વતંત્રતાની રેડલાઇનને પાર કરશે તો ચીન કાર્યવાહી કરશે.ભારત સાથે સરહદ વિવાદ વચ્ચે ચીને પોતાના પશ્ચિમી રણ વિસ્તારમાં સેનાના જવાનોના સ્થાને મશીનગનોથી સજ્જ રોબોટ ખડક્યા છે કારણ કે, ઊંચાઈવાળા વિસ્તારોમાં ચીનની લાલ સેનાના જવાનો ટકી રહેવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. અહેવાલો અનુસાર સંખ્યાબંધ માનવ રહિત વાહનો જે હથિયારો અને પુરવઠો લઈ જવા માટે સક્ષમ છે તેમને તિબેટ મોકલવામાં આવી રહ્યા છે, અને તે પૈકીના મોટાભાગનાને સરહદી વિસ્તારોમાં ખડકવામાં આવી રહ્યા છે જ્યાં ચીની સેના ભારતીય સેના સાથે શિંગડાં ભેરવી રહી છે. આ વાહનોમાં શાર્પ ક્લો સામેલ છે જેમને લાઇટ મશીનગનોથી સુસજ્જ કરાયા છે અને તેમને વાયરલેસ રીતે ઓપરેટ કરી શકાય છે. ઉપરાંત અહીં મૂલે-૨૦૦ વાહન પણ ખડકાયા છે જે માનવ રહિત સપ્લાય વાહન તરીકે ડિઝાઇન કરાયેલા છે જાેકે આ વાહનો પર પણ હથિયારો લગાવી શકાય છે. માનવરહિત વાહનો ઉપરાંત ચીને સરહદે પોતાના દળો માટે ૭૦ ફઁ-૨૨ આર્મર્ડ ટ્રુપ ટ્રાન્સપોર્ટ મોકલ્યા છે જે પૈકી ૪૭ સરહદી વિસ્તારમાં ખડકાયા છે. જ્યારે ૧૫૦ લિન્ક્‌સ ઓલ ટરેઇન વેહિકલ્સને પણ સરહદે મોકલાયા છે. લિન્ક્‌સ વૈવિધ્યતાપૂર્ણ છે અને તેમનો ઉપયોગ નાની સંખ્યામાં જવાનોને લઈ જવા માટે કરી શકાય છે અથવા તો તેમની પર હોવિત્ઝર તોપ, હેવી મશીનગન્સ, મોર્ટાર કે મિસાઇલ લોન્ચર્સ સહિતના વિવિધ હથિયારો પણ લગાવી શકાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *