*રાજકોટ શહેર પવિત્ર રમઝાન માસ શરૂ થયેલ હોય. જંગલેશ્વર વિસ્તારમાં કોરોન્ટાઈન હોય જરૂરિયાતમંદ લોકોને ૬૦ જેટલી અનાજ કઠોળ તેલની કીટ ભક્તિનગર પોલીસ સ્ટેશન દ્વારા આપવામાં આવેલ છે.*
*રાજકોટ શહેર તા.૨૫.૪.૨૦૨૦ ના આજરોજ પવિત્ર રમઝાન માસ શરૂ થયેલ હોય અને આ બાબતે જંગલેશ્વર વિસ્તાર હાલ કોરોન્ટાઈન હેઠળ છે. ત્યાંના લોકો પણ રમઝાન માસની સારી રીતે ઉજવણી કરી શકે તે માટે રાજકોટ પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ સાહેબ જોઇન્ટ કમિશનરશ્રી ખુર્શીદ અહેમદ સાહેબ D.C.P. રવિ મોહન સૈની સાહેબની સૂચના આધારે એ.સી.પી. રાઠોડ તથા પી.આઇ. વી.કે.ગઢવી એ જરૂરિયાતમંદ લોકોને ૬૦ જેટલી અનાજ કઠોળ તેલની કીટ ભક્તિનગર પોલીસ સ્ટેશન દ્વારા આપવામાં આવેલ છે. જરૂરિયાતમંદ લાભાર્થીઓના ફોટા પાડી તેઓની શરમિંદગી થાય. એવું કાર્ય ન કરવા માટે ફોટા ઉપર સર્કલ કરી. લાભાર્થીઓને અનાજ કીટનુ વિતરણ કરવામાં આવે છે. એક તરફ મદદ કરવી અને ફોટા પણ પાડી ને જાહેર કરવા યોગ્ય ન કહેવાય માટે આ નિર્ણય લેવામાં આવેલ છે. અને લાભાર્થીની ઓળખ છતી ન થાય તેનું પણ ઉપરી અધિકારીઓને સુચના મુજબ ખાસ ધ્યાન રાખવામાં આવેલ છે*
*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*