સુરત
સુરત જેવા શહેરમાં નદી ઉત્સવની ઉજવણી કરીને ખોટા ખર્ચા કર્યા હોવાનો કોંગ્રેસ આક્ષેપ કરી રહી છે. ભાજપ હંમેશા જે કામ કરે છે. તેના કરતાં સો ગણું વધારે બતાવવાનો આગ્રહ રાખે છે. જાે ખરેખર સરકારે ઉત્તર કરવા હોય તો શહેરની ગંદકી અને દુર્ગંધ મારતી ખાડીનો ઉત્સવ કરવા જાેઈએ. જેથી શહેરની અંદર ખાડીને કારણે લોકો જે મુશ્કેલીમાં મુકાય છે. તેનું નિવારણ લાવવામાં આવતું નથી.ખાડીની સમસ્યાનો આજ દિન સુધી ઉકેલ આવ્યો નથી.પુણા ખાડી, છાપરા ભાઠા, લિંબાયત વિસ્તારમાં ખાડીની દયનિય હાલત છે. અમે રાજ્ય સરકારને પણ આ બાબતે હજારો પત્ર લખીને મોકલ્યા છે. તાજેતરમાં મળેલી પણ આયોજન કર્યું હતું લોકોને એકત્રિત કર્યા હતા. પરંતુ હજુ સુધી આ પ્રશ્નનો ઉકેલ આવ્યો ન હોવાનું કોંગ્રેસે કહ્યું હતું. સુરત શહેરના કોંગ્રેસ પ્રમુખ નૈષધ દેસાઈ દ્વારા રજૂઆત કરવામાં આવી કે, સુરતમાં વર્ષોથી ભાજપ શાસન રહ્યું છે. છતાં, પણ શહેરના આવા પ્રાણ પ્રશ્નોને ઉકેલવામાં સરકાર નિષ્ફળ રહી છે. ખાડી ઉત્સવ કરીને સુરતની પ્રજા શહેરના સાચા દ્રશ્યો બતાવવાના પ્રયાસો કરીશું. કેમ ભાજપના કોઈ નેતાઓ ખાડી ઉપર જઈને ફોટા પડાવતા નથી. આગામી દિવસોમાં આવા અનેક કાર્યક્રમો કરીને લોકોને પ્રશ્નોને વાચા આપવાનો પ્રયાસ કરીશું. પછી તે શિક્ષણ હોય, કે વેપાર જગતને લગતા હોય. અમે કોરોના સંક્રમણ અને તમામ ગાઇડલાઇનનું પાલન કરીને કાર્યક્રમો કરીશું.કોંગ્રેસ સ્થાપના દિવસ બાદ હવે લોકોના પ્રશ્નોને વાચા આપવા માટે એક સપ્તાહ દરમિયાન વિવિધ કાર્યક્રમો કરવાની જાહેરાત કરવામાં આવી છે. જેમાં વિવિધ રચનાત્મક કામમાં કરીને સુરત શહેરની જનતા સુધી પહોંચાડવાનો પ્રયાસ કોંગ્રેસ દ્વારા કરવામાં આવશે. હનુમાન ચાલીસા પાઠ, રામધુન કાર્યક્રમ, હળપતિ વાસમાં ફૂડ પેકેટ અને ધાબળા વહેંચવામાં આવશે. ખાડી મહોત્સવ કરવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા માત્ર દેખાવો કરીને પ્રજાના પૈસાનું પાણી કરી રહી છે. પોતાની પ્રસિદ્ધ માટે નેતાઓ ભારતમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરીને ઉજવણી કરે છે ત્યારે કોંગ્રેસ ખરા અર્થમાં કાર્ય કરશે તેમ નેતાઓએ કહ્યું હતું.