ઢાકા
રાયમાનો મૃતદેહ હજરતપુર બ્રિજ પાસે રોડ કિનારેથી બે ટુકડામાં મળી આવ્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મિડફોર્ડ હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. આ મામલાની તપાસ ચાલી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર, સોમવારે સવારે ઢાકાના કેરાનીગંજના આલિયાપુર વિસ્તારમાં હજરતપુર બ્રિજ પાસે રોડ કિનારે લાશ મળી આવી હતી. લાશને બોરીમાં રાખવામાં આવી હતી. અભિનેત્રીના ગળા પર પણ નિશાન હતા. પોલીસે આ કેસમાં અભિનેત્રીના પતિ અને તેના મિત્ર સહિત છ લોકોની અટકાયત કરી છે. રાયમા ઢાકાના ગ્રીન રોડમાં રહેતી હતી. પરિવારમાં પતિ અને બે બાળકો છે. તે રવિવારે સવારે શૂટ માટે ઘરેથી નીકળી હતી, પરંતુ મોડી સાંજ સુધી પરત આવી ન હતી. આ પછી પરિવારે કાલાબાગન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી ૩૫ વર્ષીય અભિનેત્રીએ ૧૯૯૮માં આવેલી ફિલ્મ ‘બાર્ટમન’થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. તેણે કુલ ૨૫ ફિલ્મોમાં કામ કર્યું છે. તે બાંગ્લાદેશ ફિલ્મ આર્ટિસ્ટ એસોસિએશનની સભ્ય પણ હતી. ફિલ્મો ઉપરાંત, તેણે ટીવી નાટકોમાં પણ અભિનય કર્યો અને નિર્માણ કર્યું.બાંગ્લાદેશી અભિનેત્રી રાઈમા ઈસ્લામ શિમુ ઢાકામાં મૃત હાલતમાં મળી આવી હતી. સોમવારે કેરાનીગંજના હજરતપુર બ્રિજ પાસે બોરીમાં તેનો મૃતદેહ મળી આવ્યો હતો. શિમુના ગુમ થયા બાદ તેના પરિવારજનોએ રવિવારે કાલાબાગન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. સ્થાનિક લોકોની સૂચના પર પોલીસની ટીમે કેરાનીગંજ મોડલ સ્ટેશન પાસેથી મૃતદેહ બહાર કાઢ્યો હતો.
