વડોદરા
વડોદરાના ડેપ્યુટી મેયર નંદાબેન જાેષી, સ્થાયિ સમિતિના ચેરમેન ડો. હિતેન્દ્ર પટેલ, સ્થાનિક કાઉન્સિલરો મનોજ પટેલ (મચ્છો) શહેર ભાજપા પ્રમુખ ડો. વિજય શાહ કારેલીબાગ કાસમઆલા કબ્રસ્તાન સામે આવેલી રાણા સમાજની જમીનમાં ગેરકાયદેસર ચાલતી હોટલના સ્થળની મુલાકાતે ગયા હતા. જ્યાં ડેપ્યુટી મેયર નંદાબેન જાેષી અને સ્થાયિ સમિતિના ચેરમેન ડો. હિતેન્દ્ર પટેલે ગેરકાયદે બાંધકામ કરીને હોટલ ચલાવતા માથાભારે હુસેન સુન્ની પાસે જમીનની માલિકી અને હોટલની પરવાનગી વિશેના પુરાવા માંગતા હોટલ માલિક હુસેન રોષે ભરાયો હતો. કોર્પોરેશનના હોદ્દેદારોને બિભત્સ અપશબ્દો બોલવાનું શરૂ કરી દીધું હતું. માથાભારે હુસેન સુન્ની કોર્પોરેશનના હોદ્દેદારો સાથે ગેરવર્તણૂંક શરૂ કરતા સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. દરમિયાન હુસેને હોટલમાં પડેલો ગેસ સિલિન્ડર ઉચકીને ડેપ્યુટી મેયર નંદાબેન જાેષી અને સ્થાયી સમિતિના ચેરમેન ડો. હિતેન્દ્ર પટેલ સામે છૂટ્ટો ફેંકી હુમલાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ હુસેને પોતાની હોટલ બચાવવા માટે ચાકૂ લઇને આપઘાત કરી લેવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. જાેકે, હોદ્દેદારોએ કોઇ દાદ આપ્યા વિના તુરંત જ દબાણ શાખા અને પોલીસને સ્થળ ઉપર બોલાવી લીધી હતી અને પોલીસ બંદોબસ્ત સાથે રાણા સમાજની જગ્યામાં ગેરકાયદેસર બાંધકામ કરીને ચલાવવામાં આવતી હોટલનું દબાણ દૂર કર્યું હતું. આ ઉપરાંત કોર્પોરેશનની દબાણ શાખા દ્વારા રસ્તા રેષામાં આવતા અન્ય દબાણો પણ દૂર કરવામાં આવ્યા હતા. ાણા સમાજ દ્વારા અવારનવાર તેઓની કાસમઆલા કબ્રસ્તાન સામે આવેલી જમીનમાં ગેરકાયદેસર બાંધકામ કરીને હોટલ ચલાવવામાં આવી રહી હોવાની ફરિયાદો કરી હતી. જેના આધારે આજે આ જગ્યાની મુલાકાત લીધી હતી. રાણા સમાજની જમીન ઉપર ગેરકાયદે બાંધકામ કરી હોટલ ચલાવી રહેલા શખ્સ પાસે પુરાવા માંગતા તે રોષે ભરાયા હતા અને અમારી ઉપર ગેસ સિલિન્ડર છૂટ્ટો ફેંકી હુમલાનો પ્રયાસ કર્યો હતો. તે સાથે તેણે બિભત્સ અપશબ્દો પણ ઉચ્ચાર્યા હતા અને અમોને બાનમાં લેવા માટે તેણે ચાકૂથી આપઘાત કરી લેવાની પણ ચીમકી ઉચ્ચારી હતી. અમારા વિસ્તારમાં જે કોઇ ગેરકાયદેસર દબાણો, બાંધકામ થયેલા છે તે તમામ દબાણો, બાંધકામ આગામી દિવસોમાં દૂર કરવાનું આયોજન કરવામાં આવ્યુ છે. રસ્તા ખુલ્લા કરવા માટે જે કોઇના દબાણો અને બાંધકામ હશે તે કોઇની શેહશરમ રાખ્યા વિના દૂર કરવામાં આવશે. આજે કાસમઆલા કબ્રસ્તાન સામે ગેરકાયદે હોટલ ચલાવનાર શખ્સ દ્વારા કરવામાં આવેલ ગેરવર્તણૂક કોર્પોરેશન દ્વારા ચલાવી લેવામાં આવશે નહીં. આ સ્થળે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. માથાભારે હોટલ-માલિકે ગેસ-સિલિન્ડરનો છુટ્ટો ઘા કર્યો હતો. આ ઉપરાંત માથાભારે શખસે ડેપ્યુટી મેયર સહિત કાઉન્સિલરોને બીભત્સ અપશબ્દો બોલી ચાકુ બતાવી આપઘાત કરી લેવાની ચીમકી ઉચ્ચારી પોતાની હોટલને તોડતા બચાવવાનો પ્રયાસ કર્યો હતો. જાેકે હોદ્દેદારોએ નમતું જાેખવાને બદલે તાત્કાલિક દબાણ શાખાની ટીમને સ્થળ પર બોલાવી દબાણો દૂર કરાવ્યાં હતાં.