*રાજકોટ શહેરમાં વધુ એક નકલી પાસ બનાવવાનું કૌભાંડ ઝડપાયું.*
*રાજકોટ શહેર તા.૧૫.૫.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરની સિંધી કોલોનીમાં આવેલા સ્ટુડિયોમાં પોલીસે દરોડો પાડી સ્ટુડિયો સંચાલક સહિત ૧૧ શખ્સને ઝડપી લઇ નકલી પાસના કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. પોલીસે ૧૩ થી વધુ પાસ પણ જપ્ત કર્યા હતા. જંક્શન પ્લોટ વિસ્તારની સિંધી કોલોનીમાં આવેલા રાજાવીર સ્ટુડિયોમાં કલેક્ટર તંત્રના નકલી પાસ બનતા હોવાની માહિતી મળતાં ક્રાઇમ બ્રાંચના P.I. એચ.એમ.ગઢવી અને P.S.I. ધાંધલિયા સહિતની ટીમ દોડી ગઇ હતી. પોલીસે સ્ટુડિયો સંચાલક અમિત મોટવાણીને ઝડપી લઇ સ્ટુડિયોમાં તપાસ કરતાં ત્યાંથી સંક્રમણ નિયંત્રણ ફરજ લખેલા પાસ મળી આવ્યા હતા. પોલીસે અમિતને ઝડપી લઇ આગવી ઢબે પૂછપરછ કરતાં તેણે અન્ય ૧૦ શખ્સના નામ આપતા પોલીસે તે તમામ ૧૦ લોકોને પણ ઝડપી લીધા હતા.*
*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*