Rajasthan

રાજસ્થાનમાં કાર ચંબલ નદીમાં પડતા ૯ લોકોના મોત

કોટા(રાજસ્થાન)
રાજસ્થાનના કોટા જિલ્લામાં રવિવારે સવારે એક મોટી દુર્ઘટના થઈ હતી જેમાં લગ્ન પ્રસંગમાં જાનૈયાઓને લઈને જતી કાર, કોટાના નયાપુરા કલ્વર્ટથી બેકાબૂ થઈને ચંબલ નદીમાં પડી ગઈ હતી. આ અકસ્માતમાં ૯ લોકોના કરૂણ મોત નિપજ્યા હતા. ઘટનાની જાણકારી મળતા જ પોલીસ અને વહીવટીતંત્ર ઘટનાસ્થળે પહોચ્યુ છે. મળતી માહિતી મુજબ કારમાં હાજર લોકો જાનૈયાઓ હોવાનું કહેવાય છે. મૃતકોમાં વરરાજાનો પણ સમાવેશ થાય છે. ચોથના બરવાડાથી જાન, કોટા આવી હતી. કારના બેકાબૂ થવાના ઘણા કારણો જણાવવામાં આવી રહ્યા છે, જેમાં નશામાં ડ્રાઇવિંગ કરાતુ હોવાનુ પણ કહેવામાં આવી રહ્યું છે. હાલ પોલીસ ઘટના સ્થળે પહોંચીને વાહનને બહાર કાઢવાની કામગીરી કરી રહી છે.સવાઈ માધોપુરથી નીકળીને તેઓ ઉજ્જૈન (મધ્યપ્રદેશ) જાન જઈ રહી હતી. આ દરમિયાન કાર કોટાના નયાપુરા કલ્વર્ટ પરથી ચંબલ નદીમાં ખાબકી હતી. કારમાં બેઠેલા લોકોએ કાચ ખોલવાની કોશિશ કરી, પરંતુ માત્ર એક કાચ જ ખોલી શક્યો હતો. જેના કારણે કારમાં સવાર ૭ લોકોના મૃત્યુ થયા છે. જ્યારે બાકીના ૨ લોકોના મૃતદેહ દૂર નદીમાં વહી ગયા હોવાનું સામે આવ્યુ છે. સવારે સ્થાનિક લોકોએ કારને જાેઈને પોલીસને જાણ કરી હતી. ત્યાર બાદ જ બચાવ અને રાહત કાર્ય શરૂ થઈ શક્યું હતું. પોલીસ તરવૈયાઓની ટીમ પાસેથી અત્યાર સુધીમાં ૯ મૃતદેહો બહાર કાઢ્યા છે, પોલીસ ટીમ હજુ પણ તપાસ કરી રહી છે કે કારમાં અન્ય કોઈ વ્યક્તિ હતી કે કેમ. તમામ મૃતદેહોને એમબીએસ હોસ્પિટલમાં રાખવામાં આવ્યા છે. લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ કાર અકસ્માત પર દુખ વ્યક્ત કર્યું હતું અને શક્ય તમામ મદદની ખાતરી આપી હતી, તેમણે પ્રશાસનને પણ તમામ મદદ પૂરી પાડવા માટે સૂચના આપી છે. રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોતે પણ ટ્‌વીટ કરીને આ ગમખ્વાર અકસ્માત અંગે દુખ વ્યક્ત કર્યુ હતું.

9-killed-in-car-accident-in-Chambal-river.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *