International

યુક્રેન – રશિયા વચ્ચેના તણાવ પર અમેરિકા એક્શનમાં જાેવા મળ્યું

વોશિંગટન
અમેરિકાના રાષ્ટ્રપતિએ કહ્યુ કે, અમારા તરફથી રક્ષાત્મક પગલા ઉઠાવવામાં આવી રહ્યાં છે. બે રશિયન નાણાકીય સંસ્થાઓ પર પ્રતિબંધ લગાવવાની જાહેરાત કરતા બાઇડેને કહ્યુ કે રશિયા, પશ્ચિમી દેશોની સાથે વધુ વ્યાપાર કરી શકશે નહીં. અમારી પાસે અનેક પગલા છે, જે ભરવામાં આવશે. પશ્ચિમી દેશો પાસેથી મળનારી સહાયતા પર પણ પ્રતિબંધ લગાવવામાં આવશે. રશિયા તરફથી આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. યુક્રેનની સરહદ પર સૈનિકોનો જમાવડો છે. અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યુ કે, અમે છેલ્લા બે દિવસમાં અનેક બેઠક કરી છે. રશિયાની સાથે જંગનો અમારો કોઈ ઈરાદો નથી. રશિયાએ યુક્રેનને ચારે તરફથી ઘેરી લીધું છે. અમારી નજર રશિયાના આગામી પગલા પર છે. જાે બાઇડેને કહ્યુ કે યુક્રેનના રાષ્ટ્રપતિની સાથે અમારી સતત વાત થઈ રહી છે. અમે રશિયા યુક્રેન વિવાદને ઉકેલવાનો પ્રયાસ કરી રહ્યાં છીએ. અમે યુદ્ધ ટાળવાનો પ્રયાસ કરી રહ્યાં છીએ. રશિયા અને યુક્રેન તણાવ ઓછો કરે, વિવાદ ઉકેલવાનો પ્રયાસ જારી રહેશે. વ્હાઇટ હાઉસ તરફથી જાહેર એક નિવેદનમાં કહેવામાં આવ્યું કે, રશિયાએ પૂર્વી યુક્રેનમાં સૈનિકોને જે રીતે તૈનાત કરી રાખ્યા છે, તે કોઈ આક્રમણ કરવાની જેમ છે. પરંતુ અમેરિકા શરૂઆતમાં આ શબ્દનો ઉપયોગ કરવાનું ટાળી રહ્યું હતું. તો અમેરિકાના પ્રમુખ ડેપ્યુટી રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જાેન ફિનરે કહ્યુ કે, અમને લાગે છે કે આ આક્રમણની શરૂઆત છે. કારણ કે આ યુક્રેનમાં રશિયાનો નવો હુમલો છે. તેમણે કહ્યું કે, આ માત્ર એક હુમલો છે અને રશિયા આ ચાલ ચાલી રહ્યું છે. યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા વિવાદ સતત વધી રહ્યો છે. પુતિને પૂર્વી યુક્રેનના બે ક્ષેત્રોને અલગ રાજ્ય જાહેર કર્યા બાદ વિશ્વમાં હલચલ મચી ગઈ છે. રશિયા-યુક્રેન સંકટ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ જાે બાઇડેને સંબોધન કર્યું છે. યુક્રેન-રશિયા વચ્ચે ચાલી રહેલા તણાવ પર બાઇડેને કહ્યું કે સ્થિતિ પર અમારી નજર છે. સ્થિતિનું આકલન કર્યા બાદ અમે પગલા ભરવા જઈ રહ્યાં છીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *