અમરેલી જિલ્લામાં કોરોનાનો વધુ એક કેસ નોંધાયો : કુલ ૧૨ પોઝિટિવ કેસ
અમદાવાદના નિકોલથી અમરેલી આવેલા ૨૩ વર્ષીય પુરુષ કોરોનાગ્રસ્ત
અમરેલી, તા: ૫ જૂન
આજરોજ તા. ૫ જૂનના અમરેલી જિલ્લામાં કોરોના વાયરસનો વધુ ૧ પોઝિટિવ કેસ દાખલ થયો છે. જેથી જિલ્લામાં હવે કુલ ૧૨ કેસ નોંધાયેલ છે. જેમાંથી ૧ નું દુઃખદ અવસાન થયું છે અને ૩ દર્દીઓ કોરોના સામે જંગ જીતી ઘરે ગયા છે.
૩૦ મે ના અમદાવાદના નિકોલથી અમરેલી આવેલા ૨૩ વર્ષીય પુરુષને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ પુરુષ તથા તેમના કુટુંબીજનોને હોમ કોરેન્ટાઈન કરવામાં આવ્યા હતા. તેઓ અમરેલીના ચિતલ રોડ પર રહે છે. તેમજ તેમને તાવ, ઉધરસ જેવા લક્ષણો જણાતાં સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા.
હાલ, આ દર્દીના સંપર્કમાં આવેલા તમામ લોકોના ટ્રેસીંગની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. તેમજ અમરેલીમાં દર્દીના રહેઠાણની આસપાસના વિસ્તારને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવાની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે.
જિલ્લા માહિતી કચેરી – અમરેલી
રાધિકા વ્યાસ/ સુમિત ગોહિલ
રિપોર્ટ : રસિક વેગડા (મોટીકુકાવાવ)
જાહેરખબર, અવસાન નોંધ તેમજ પ્રેસનોટ આપવા માટે આપેલ નંબર પર ક્લિક કરો.મો. 9426555756
