આજે બપોર બાદ વરસેલા ધોધમાર વરસાદ થી દામનગર તાબાનાં મુળીયાપાટ ગામમાં થી પસાર થતી રંઘોળી નદીમાં બે કાંઠે પુર આવતાં વાહન વ્યવહાર થંભી ગયો હતો. આ નદીમાં ગારીયાધા ર તાલુકાના પાચટૉબરા, સુરનિવાસ,માંગુકા અને લાઠી નાં ભાલવાવ,ધામેલ અને ભટ્ટવદર ગામમાંથી પસાર થઈ પાણી આવે છે,જે સુવાગઢ, મોટા ઉમરડા, વીકળીયા ગામની સીમમાથી પસાર થઈ રંઘોળા ડેમમાં જાય છે.અહેવાલ અતુલ શુકલ દામનગર.




