Jammu and Kashmir

જમ્મુ કાશ્મીરના ઉધમપુરના સલાથિયા ચોકમાં બ્લાસ્ટ ૧નું મોત

જમ્મુકાશ્મીર
જમ્મુ-કાશ્મીરના ઉધમપુરના સલાથિયા ચોકમાં વિસ્ફોટ શાક માર્કેટની ગલીમાં થયો હતો. બીજી તરફ પીએમઓમાં મંત્રી ડો. જિતેન્દ્ર સિંહે એક સંદેશમાં જણાવ્યું છે કે ઉધમપુરના તહસીલદાર ઓફિસ પાસે રેહડીમાં થયેલા વિસ્ફોટમાં ૧૩ લોકો ઘાયલ થયા છે. તેઓ આ બાબતે ડીસી ઈન્દુ ચિબના સંપર્કમાં છે. પોલીસ અને વહીવટીતંત્રને ઘટનાની તપાસના આદેશ આપવામાં આવ્યા છે. આ સિવાય તમામ ઈજાગ્રસ્તોને જરૂરી તબીબી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે કહેવામાં આવ્યું છે. વિસ્ફોટનું ચોક્કસ કારણ જાણવામાં આવી રહ્યું છે. તારમાં રવિવારે ગ્રેનેડ હુમલો થયો હતો. આ હુમલામાં ૧૦ લોકો ઘાયલ થયા હતા. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. ઘાયલોની હાલત સ્થિર હોવાનું કહેવાય છે. થયેલા ગ્રેનેડ હુમલાના સંબંધમાં મંગળવારે બે લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આ હુમલામાં બે નાગરિકોના મોત થયા હતા અને અન્ય ૩૬ લોકો ઘાયલ થયા હતા. પોલીસે આ માહિતી આપી હતી. મોહમ્મદ બારિક નામના આરોપીની ખાનયારમાંથી ધરપકડ કરવામાં આવી હતી અને પ્રાથમિક પૂછપરછ બાદ બીજા આરોપી ફાઝીલ નબી સોફીની ધરપકડ કરવામાં આવી હતી. ગ્રેનેડ હુમલામાં વપરાયેલ ટુ-વ્હીલર પણ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા જપ્ત કરવામાં આવ્યું છે. આ જીૈં્‌ની રચના આતંકી હુમલા બાદ તરત જ કરવામાં આવી હતી. ગ્રેનેડ હુમલા સંદર્ભે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે તપાસ દરમિયાન ટીમે ગુનાના સ્થળના સીસીટીવી ફૂટેજ, સમગ્ર શ્રીનગર શહેરના સીસીટીવી ફૂટેજ અને કેટલાક પ્રત્યક્ષદર્શીઓની પૂછપરછના આધારે તપાસ અને વિશ્લેષણ માટે અત્યાધુનિક સાધનોનો ઉપયોગ કર્યો હતો.શંકાસ્પદ બ્લાસ્ટ થયો છે. બ્લાસ્ટ બાદ સ્થાનિક લોકોમાં ભારે ગભરાટનો માહોલ જાેવા મળી રહ્યો છે. માહિતી મળતાની સાથે જ પોલીસ બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ અને એફએસએલની ટીમ પહોંચી ગઈ છે. બ્લાસ્ટના મામલાની તપાસ કરવામાં આવી રહી છે, આખરે આ બ્લાસ્ટ કેવી રીતે થયો છે ? આ બ્લાસ્ટની તપાસ પણ આતંકવાદી એંગલથી કરવામાં આવી રહી છે.

Blast-at-Slathia-Chowk-in-Udhampur-04.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *