અમરેલી જીલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ ની મહેનત રંગ લાવી.- જવાનોને માનદ વેતનની ચુકવણી લોકડાઉન દરમિયાન તાત્કાલિક થઈ.
જીલ્લા માં ફરજ બજાવતા હોમગાર્ડ જવાનો દ્વારા જીલ્લા કમાન્ડન્ટ ને શુભેચ્છા પાઠવી રહ્યા છે.
અમરેલી જીલ્લા હોમગાર્ડ દળ ના વડા શ્રીઅશોકભાઈ જોષી સાહેબ જીલ્લા કમાન્ડન્ટ હોમગાર્ડ જવાનો માટે સતત પ્રયત્નશીલ અને માર્ગદર્શક તરીકે ભૂમિકા ભજવી રહ્યા છે જિલ્લા હોમગાર્ડ કચેરી ખાતે કોઈ વહીવટી સ્ટાફ ના હોવા છતાં જાતેજ સવારે આઠ વાગ્યા થી રાત્રી ના આઠ વાગ્યા સુધી કાર્યરત રહી હોમગાર્ડ જવાનો ની ચિંતા સેવી રહ્યા છે.
તેમના પ્રયત્નો થી અગાઉ લાંબા સમયે છ છ મહિને મળતું ફરજબીલ હાલ લોકડાઉન ની સ્થિતિ માં મહિનો પૂર્ણ થયા બાદ પાંચ તારીખ માં જમા થઈ જવાથી હોમગાર્ડ માં ફરજ બજાવતા આર્થિક રીતે જરૂરિયાતમંદો ને લોકડાઉન માં ધંધા રોજગાર બંધ હોવાથી ફરજબીલ આશીર્વાદરૂપ બની રહે છે.
જીલ્લા કમાન્ડન્ટ અશોકભાઈ જોષી દ્વારા અમરેલી જીલ્લાના ૭૦૦ થી વધુ હોમગાર્ડ જવાનો ને કોરોના વાયરસ સામે લડવા માટે આરોગ્ય સેતુ ની એપ્લિકેશન ડાઉનલોડ કરાવેલ છે.
તથા અમરેલી જીલ્લા માંથી ૯૦૦ જવાનોએ વેલ્ફર ફંડ ભરેલ છે.
આ તકે અમરેલી જીલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ ને
એન.સી.ઓ.શ્રી અમીતગીરી ગોસ્વામી જિલ્લા ના વિવિધ યુનિટ ના અધિકારીઓ તથા ક્લાર્ક અને હોમગાર્ડ જવાનો દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી રહી છે.
શ્રી અશોક જોષી જિલ્લા કમાન્ડન્ટ દ્વારા સંબંધિત પોલીસ સ્ટેશન અને તિજોરી કચેરી ના સંકલનમાં રહી ભથ્થા રૂ.૮૨,૬૮,૪૯૬ ની સમયસર ચુકવણી કરાવેલ છે.
( ફોટો ઈ મેલ દ્વારા )
રિપોર્ટ.- અમીતગીરી ગોસ્વામી સાવરકુંડલા


