Gujarat

દેવગઢ બારીયા અને ઝાલોદ તાલુકામાં એમજીવીસીએલ દ્વારા ૧૪.૬૬ લાખની વસૂલાત

દાહોદ
દાહોદ જિલ્લા એમજીવીસીએલ હાલ દાહોદ જિલ્લામાં વીજ ચેકીંગ સહિત વીજ બીલના બાકી નાણાંની વસુલાતની કામગીરી કરી રહી છે. આ કામગીરી આગામી તારીખ ૩૧મી માર્ચ ૨૦૨૨ સુધી ચાલશે. ત્યારે ઝાલોદ તાલુકાના લીમડી અને દેવગઢ બારીઆ સબ ડિવિઝન હેઠળના વિવિધ ગામોમાં બોર્ડર વિંગ સુરક્ષાકર્મીઓ સાથે રાખીને વીજ બીલના બાકી લેણાંની વસુલાત કરવામાં આવી હતી. જેમાં કુલ ૩૯૨ ગ્રાહકોના વીજ બીલના લેણાની રકમ રૂા. ૧૪.૬૬ લાખની સ્થળ ઉપર વસુલ કરવામાં આવી હતી અને કુલ ૩૭ ગ્રાહકના વીજ બિલના બાકી લેણાની રૂા. ૨ લાખની રકમ સ્થળ ઉપર ભરપાઈ ન કરતાં વીજ મીટર તથા સર્વિસ વાયર કબજે કરવામાં આવ્યાં હતાં.દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના લીમડી અને દેવગઢ બારીઆ તાલુકામાં એમજીવીસીએલ દ્વારા વીજ બીલના બાકી નાણાંની વસુલાત માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. કુલ રૂા. ૧૪.૬૬ લાખની બાકી લેણાંની રકમ વસુલાત કરી ૩૭ વીજ ગ્રાહકો દ્વારા વીજ બીલ ભરપાઈ ન કરતાં તેમના વીજ મીટરનાં જાેડાણ કાપી નાંખવામાં આવ્યાં છે.

MGVCL-pays-Rs.-Massive-recovery-of-Rs-14.66-lakh.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *