Gujarat

ભાવનગરની એચસીજી હોસ્પિટલને ૭ વર્ષ પૂર્ણ થતાં વાર્ષિક ઉત્સવ ઉજવાયો

ભાવનગર
ભાવનગર શહેરમાં આવેલી કોર્પોરેટ એચસીજી હોસ્પિટલના સાત વર્ષ પૂર્ણ કરી અને આઠમાં વર્ષમાં પ્રવેશ કર્યો છે. માર્ચ ૨૦૧૫માં ભાવનગર ખાતે કોર્પોરેટ હોસ્પિટલ એસસીજી હોસ્પિટલની શરૂઆત થઈ હતી. સાત વર્ષના સમયગાળા દરમિયાન એચસીજી હોસ્પિટલ દ્વારા ઘણી સિદ્ધિઓ હાંસલ કરવામાં આવી છે. જેમાં સૌપ્રથમ એનએબીએચ પ્રમાણિત હોસ્પિટલ તથા આરોગ્યને લગતી ઉત્તમ સારવાર જેવી કે હૃદયરોગ, કેન્સર, કિમોથેરાપી, મગજ અને ચેતાતંતુના ક્રિટિકલ કેર સારવાર ઘરઆંગણે જ મળી રહે તેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ છે. આ ઉપરાંત અન્ય પણ કેટલીય ઉત્તમ સેવાઓ એચસીજી હોસ્પિટલ દ્વારા પૂરી પાડવામાં આવી હતી. ભાવનગર શહેરના સરદારનગર ખાતે આવેલા ઝવેરચંદ મેઘાણી ઓડીટોરીયમ હોલ ખાતે વાર્ષિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. એન્ટરટેનમેન્ટ પ્રોગ્રામ સાથે એચસીજી હોસ્પિટલનો વાર્ષિક ઉત્સવ ઉજવાયો હતો. જેમાં હોસ્પિટલ સ્ટાફ દ્વારા જ ગીત-સંગીત, ડાન્સ, ગરબા, નાટક, કોમેડી વગેરે રજૂ કરવામાં આવ્યા હતા. આ સાથે એસસીજી ગ્રુપના ચેરમેન ડૉક્ટર બી.એસ અજયકુમાર તથા ગુજરાત અને રાજસ્થાનના રીજનલ ડાયરેક્ટર ડોક્ટર ભરત ગઢવી દ્વારા આ પ્રસંગને અનુરૂપ આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં ભાવનગરના મેયર કીર્તિબાળા દાણીધારીયા, ડેપ્યુટી મેયર કુમાર શાહ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધીરુ ધામેલીયા, ભાવનગરના રેન્જ આઈ.જી અશોકકુમાર યાદવ, ભાવનગરના પૂર્વ સાંસદ રાજેન્દ્રસિંહ રાણા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.ભાવનગરની એચસીજી હોસ્પિટલને આજરોજ સાત વર્ષ પૂર્ણ થયા છે. જેને લઈ એચસીજી હોસ્પિટલ દ્વારા વિવિધ કાર્યક્રમો સાથે સરદારનગર ઓડિટોરિયમ હોલ ખાતે વાર્ષિક ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો. હોસ્પિટલના ડોક્ટરો, સ્ટાફ દ્વારા ગીત-સંગીત, ડાન્સ, ગરબા, નાટક, કોમેડી વગેરે રજૂ કરવામાં આવ્યાં હતા. હોસ્પિટલે અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે.

Events-including-song-music-dance-garba-were-held.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *