Jammu and Kashmir

જમ્મુકાશ્મીરના પૂંચમાં માર્ગ અકસ્માતમાં ૯ના મોત

જમ્મુકાશ્મીર
જમ્મુ-કાશ્મીરના પૂંચમાં એક માર્ગ અકસ્માત થયો છે, જેમાં ૯ લોકોના મોત થયા છે અને ૪ લોકો ઘાયલ થયા છે. ઘટના અહીંના બફલિયાઝ વિસ્તારની છે. પૂંચ ડીએમનું કહેવું છે કે ઘાયલો અને મૃતકોના પરિવારજનોને શક્ય તમામ મદદ કરવામાં આવી રહી છે. એક મીડિયા રિપોર્ટમાં, પોલીસ દ્વારા કહેવામાં આવ્યું છે કે તમામ લોકો લગ્નની પાર્ટીમાંથી આવી રહ્યા હતા, ત્યારે આ અકસ્માત થયો. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે જાન લઈને જતું એક વાહન સુરનકોટ સબ-ડિવિઝનના મરહા ગામથી પરત ફરી રહ્યું હતું ત્યારે તે રસ્તા પરથી લપસી ગયું અને મારહા-બુફલિયાઝ રોડ પર તરન વલી ગલીમાં ખાડામાં ખાબક્યુ હતુ. અકસ્માત સમયે કારમાં ૧૩ લોકો મુસાફરી કરી રહ્યા હતા. ત્યારપછી જ્યારે તે ખાડામાં પડી ત્યારે સ્થાનિક લોકો અને વિસ્તારના અન્ય સરઘસ બચાવ માટે પહોંચી ગયા હતા. જ્યારે બાદમાં પોલીસ અને સિવિલ વહીવટીતંત્રના કર્મચારીઓ તેમજ આરોગ્ય વિભાગની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. સાત લોકો ઘટનાસ્થળે મૃત્યુ પામ્યા હતા, છ ઘાયલોને ખાઈમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા અને સુરનકોટની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમાંથી બેએ દમ તોડી દીધો હતો, જેના કારણે મૃત્યુઆંક નવ પર પહોંચી ગયો હતો. અધિકારીએ જણાવ્યું હતું કે, “ઘાયલોમાંના ચારને ઉપ-જિલ્લા હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી, બાદમાં ડોકટરોએ તેમની સ્થિતિ ગંભીર ગણાવી હતી.” જે બાદ તમામને સરકારી મેડિકલ કોલેજ અને એસોસિએટેડ હોસ્પિટલ રાજૌરીમાં રીફર કરવામાં આવ્યા હતા.જે ઘાયલોને હવે રાજૌરી રીફર કરવામાં આવ્યા છે તેમાં ડ્રાઈવર ઝહીર અબાસ (૨૪) મોહમ્મદ હારૂન (૦૯) અનાયા શૌકત (૭) જબીર અહેમદ (૪૦)નો સમાવેશ થાય છે. તમામ મેંદર સબ-ડિવિઝનના ગુરસાઈ ગામના રહેવાસી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *