શ્રીનગર
કાશ્મીર ખીણમાં રાહુલ ભટ્ટને આતંકીઓએ ટાર્ગેટ કિલિંગ કર્યું અને આજે પુલવામામાં ઘરમાં ઘૂસીને સ્પેશિયલ પોલીસ ઓફિસર (જીર્ઁં) રિયાઝ અહમદને ગોળી મારી. તેમને તરત પુલવામા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. પરંતુ તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું. પુલવામાના ગુડારુ વિસ્તારમાં આ ઘટના ઘટી. સમાં ૧૦૦થી વધુ લોકો હાજર હતા પરંતુ હત્યા ફક્ત રાહુલની કેમ થઈ? અત્રે જણાવવાનું કે આતંકવાદીઓએ ચડૂરા શહેરમાં તહસીલ ઓફિસની અંદર ઘૂસીને રાહુલ ભટ્ટની હત્યા કરી. રાહુલ ભટ્ટને પ્રવાસીઓ માટે વિશેષ નિયોજન પેકેજ હેઠળ ૨૦૧૦-૧૧માં સરકારી નોકરી મળી હતી. જમ્મુ અને કાશ્મીરમાં વીરવાનમાં આવેલી પંડિત કોલોનીમાં ગુરુવારે કાશ્મીરી પંડિતો ભેગા થયા હતા અને તેમણે કાશ્મીર ખીણમાં કામ કરતા કાશ્મીરી પંડિતોને ન્યાય અને સુરક્ષા આપવાની માગણી કરી. રાહુલ ભટ્ટની હત્યા બાદ કાશ્મીરી પંડિતોમાં ખુબ આક્રોશ છે. મૃતક રાહુલના પત્નીએ ગંભીર આરોપ પણ લગાવ્યા છે. તેમણે કહ્યું કે જાેખમ હતું છતાં તેમના પતિ રાહુલ ભટ્ટને સુરક્ષા આપી નહીં. તેમણે કહ્યું કે આતંકીઓને કેવી રીતે ખબર પડી કે તેઓ ત્યાં છે. તેમને તો બધા સારા જ કહેતા હતા. રસ્તે જતા હતા ત્યારે બધા સલામ કરતા હતા. તેમને કહેતા હતા કે તમારા વગર બડગામ અધૂરું લાગે છે. મે ૧૦ મિનિટ પહેલા જ તેમની સાથે વાત કરી હતી. મને ખબર નહતી કે ૧૦ મિનિટ બાદ તેમને ગોળી મારી દેવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું કે પહેલા મને ખબર પડી કે તેમને ખભામાં ગોળી વાગી છે ત્યારે મે વિચાર્યું કે કઈ નહીં હું કામ કરી લઈશ. પગ પણ જતો રહેત તો હું કઈને કઈ કરી લેત પરંતુ આ તો તેમનો જીવ જતો રહ્યો. હવે હું એકલી રહી ગઈ. મારી સાથે કોઈ નથી બસ તેઓ જ હતા. રાહુલ સાથે સુરક્ષાકર્મી પણ નહતા.જમ્મુ અને કાશ્મીરના બડગામમાં આતંકીઓએ ગુરુવારે કાશ્મીરી પંડિત રાહુલ ભટ્ટને ગોળીથી વિંધ્યા. સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું. આજે તેમના અંતિમ સંસ્કાર કરવામાંઆવ્યા. આજે પણ એક આતંકી ઘટના ઘટી. પુલવામામાં આતંકીઓએ ઘરમાં ઘૂસીને એસપીઓને ગોળી મારી. તેમને તરત સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યા પણ તેઓ શહીદ થઈ ગયા. કાશ્મીરી પંડિત રાહુલ ભટ્ટની હત્યાના વિરોધમાં જમ્મુમાં ભાજપે વિરોધ પ્રદર્શન કર્યું.