*રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે. આજે રજીસ્ટ્રાર જતીન સોની અને સિન્ડીકેટ સભ્ય ડો.ભાવિન કોઠારીનો કોરોના રિપોર્ટ પોઝિટીવ.*
*રાજકોટ શહેર તા.૨૯.૮.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કુલપતિ કોરોના પોઝિટીવ આવતા કેમ્પસમાં આવેલ આરોગ્ય સેન્ટરમા છેલ્લા ૩ દિવસથી ટીચીંગ, નોન ટીંચીંગ સ્ટાફ સહિત વિવિધ કર્મચારીઓના જેમાં આજરોજ પાન રેપીડ ટેસ્ટ કરતા રજીસ્ટાર જતીન સોની અને સિન્ડીકેટ સભ્ય અને મેડિકલ ફેકલ્ટીના ડો.ભાવિન કોઠારી પોઝીટીવ આવતા તેમને સારવાર માટે હોમ આઈસોલેશન વ્યવસ્થા આપવામાં આવી છે. ૩ દિવસ પહેલા પોઝીટીવ આવેલા ડેપ્યુટી રજીસ્ટ્રાર જી.કે.જોષીની તબીયત વધુ લથડતા તેમજ વધારે સારવાર માટે અમદાવાદની ખાનગી હોસ્પિટલ એપોલોમાં ખસેડવામાં આવ્યો છે. જયાં તેમની નિષ્ણાંત ડોકટરોની દેખરેખ હેઠળ સારવાર ચાલી રહી છે. રજીસ્ટ્રાર પોઝિટીવ આવતા વહિવટી કામગીરી પર તેની અસર પડવાની સંભાવના થઈ રહી છે. જયારે ડો.ભાવિન કોઠારીની મેડિકલ ડિર્પાટમેન્ટ અને યુનિવર્સિટીમાં મહત્વની ભૂમિકા ગણવામાં આવે છે. અને કોરોના ટેસ્ટ કઈ રીતે કરવામાં આવે કેવી તકેદારી રાખવી જોઈએ તેવુ માર્ગદર્શન આપતા હતાં.*
*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*