*રાજકોટ શહેર સાધુ વાસવાણી રોડ ઉપર સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા પિતા-પુત્રએ વગર કારણે ઝઘડો કરી બે ભાઈઓને પાઇપથી મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી.*
*રાજકોટ શહેર તા.૨૯.૮.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર મોરબી રોડ ઉપર જીવનધારા સોસાયટીમાં રહેતા અને રીક્ષા ચલાવતા ગોવિંદભાઇ નરશીભાઈ બાબરીયા નામના યુવકે યુનિવર્સીટી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેનો મોટોભાઈ મહેશ જે સાધુ વાસવાણી રોડ ઉપર કેવલમ રેસીડેન્સી સામે આવાસ યોજનામાં રહે છે. તેની સાથે અમારે અમારા ગામડે જવાનું હોવાથી હું ત્યાં ગયો હતો. ત્યાંથી મારા મિત્ર મયુરને મુકવા જતો હતો. ત્યારે કેવલમ રેસિડેન્સીના સિક્યુરિટી ગાર્ડે મારા બાઇકને રોકી મને પાઇપથી માર માર્યો હતો. એક છોકરો દોડીને આવ્યો હતો. અને આ ભાઈને લઇ ગયો હતો. જેથી આ અંગે મારા ભાઈને ઘરે જઈને વાત કરતા તે સાથે આવ્યો હતો. અને માર મારવાનું કારણ પૂછવા જતા મારો ભાઈ આ સિક્યુરિટી ગાર્ડ મહેન્દ્રસિંહ હોવાનું જણાવતા તેને હજુ પૂછીએ તે પહેલા તે અને તેનો દીકરો ફરીથી ઝઘડો કરી ગાળો ભાંડી જ્ઞાતિપ્રતે હડધૂત કરી માર મારવા લાગ્યા હતા પાઇપથી હુમલો કરતા અમને બંને ભાઈઓને ઇજા થતા લોહી નીકળવા લાગ્યું હતું. લોકો એકઠા થઇ જતા આ બંને પિતા-પુત્ર આજે તો તમે બચી ગયા છો હવે મળશો તો જાનથી મારી નાખીશું. તેવી ધમકી આપી જતા રહ્યા હતા. જેથી સારવાર લીધા બાદ ફરિયાદ નોંધાવતા તપાસ S.T.S.C સેલના A.C.P જી.એસ.બારૈયાને સોંપવામાં આવી છે.*
*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*