મુસ્લીમ પરણિતાના ચારિત્ર્ય અંગે શંકા કરી માર માર્યોઃ જુનાગઢ સ્થિત પતિ સાસરીયા સામે ફરીયાદ
“જેતપુરના દેવકી ગાલોળ ગામે બકરા ચરાવવા બાબતે પિતા-પુત્રએ લાકડી વડે હુમલો કરતા પોલીસમાં ફરીયાદ થઇ છે.
પ્રાપ્ત વિગત અનુસાર તાલુકાના દેવકીગાલોળ ગામે રહેતા પરસોતમભાઇ છગનભાઇ વીસીવેલીયાની વાડી પાસે આજ ગામમાં રહેતા દેવા નારણભાઇ રબારી અને તેનો દિકરો જયેશ બકરા ચરાવતા હોય બકરા તેના ખેતરમાં ઘુસી જતા હોય જેથી તેને ધ્યાન રાખવાનુ કહેતા પિતા-પુત્રએ ઉશ્કેરાઇ જઇ બેફામ ગાળો આપી બન્નેએ લાકડી વડે પરસોતમભાઇને માર મારતા કપાળમાંથી લોહી નીકળવા લાગતા બન્ને શખ્સો નાશી છુટેલ પરસોતમભાઇને સારવારમાં ખસેડાયતા તાલુકા પોલીસે દેવાએ તેનો પુત્ર જયેશ વિરૃધ્ધ આઇપીસી ૩ર૩, ૩ર૪, પ૦૪, ૧૧૪ મુજબ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ.
અન્ય એક બનાવમાં શહેરના લાદીરોડ વિસ્તારમાં રહેતા અફરોજબાનુના લગ્ન જુનાગઢના અબ્દુલ રઉફભાઇ ઓડેદરાના પુત્ર મહમદ સાથે થયેલ લગ્નના થોડા સમયબાદ સાસરીયાઓએ ચારીત્ર્ય અને ખોટી શંકા કરી અવર-નવાર કજીયો કંકાસ કરતી હોય અઠવાડીયા પહેલા અફરોજબાનુને તેના પતીએ બીજા કોઇ સાથે પ્રેમ સંબંધ છે તેવી શંકા કરી બોલાચાલી કરી ઢીકાપાટુનો માર મારી માવતર મુકી ગયેલ હોય શહેર પોલીસમાં તમામ સાસરીયા વિરૃધ્ધ ફરીયાદ નોંધાવતા શહેર ોપલીસે સસરા અબ્દુલ રઉફભાઇ, સાસુ નશીમાબેન, દિયર ઇલ્યાસ, નણંદ લીઝાબાનુ રહેમાબાનુ, નણંદોયા કામીલ થારાણી, પતી મહમદ તમામ (રહે. જુનાગઢ સુખનાથ ચોક) વિરૃધ્ધ ગુન્હો નોંધ કાર્યવાહી કરેલ છે.
