વ્યારા
વ્યારા સ્થિત ડૉ.શ્યામાપ્રસાદ ટાઉન હોલ ખાતે ગુજરાત રાજ્યના કલ્પસર અને મત્સ્યોદ્યોગ નર્મદા, જળ સંપતિ અને પાણી પુરવઠાના રાજ્યમંત્રી જીતુભાઇ ચૌધરી અધ્યક્ષતામાં અને જિલ્લા કલેક્ટર એચ.કે.વઢવાણિયા અને જિલ્લા વિકાસ અધિકારી ડી. ડી. કાપડિયા સહિત મહાનુભાવોની ઉપસ્થિતીમાં કેશ ક્રેડિટ કેમ્પ યોજાયો હતો. આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે તાપી જિલ્લાના ૧૦૭૧ સ્વસહાય જુથોને અંદાજીત ૧૧.૯૯ કરોડ રૂપિયાના ચેકોનું વિતરણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે અધ્યક્ષસ્થાનેથી રાજ્ય મંત્રી જીતુભાઇ ચૌધરીએ આપણા દુરંદેશી સ્વપ્નદ્રષ્ટા માન.વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની શુભકામના પાઠવતા સૌને જણાવ્યું હતું કે, તાપી જિલ્લામાં આજે વિશ્વાસથી વિકાસ યાત્રા દરમિયાન તાપી જિલ્લાના કુલ ૨૪૧ સ્વસહાય જુથોને ૬૦.૬૮ લાખ રૂપિયાના રીવોલ્વીંગ ફંડની ફાળવણી કરવામાં આવી છે. જિલ્લામાં કૂલ ૧,૦૭૧ સ્વસહાય જુથોને અંદાજીત રૂપિયા ૧૧.૯૯ કરોડના ફંડ આપવામાં આવ્યા છે. જે દર્શાવે છે કે ગુજરાતમાં મહિલાઓ આર્થીક રીતે સધ્ધર બની રહી છે. જેનો શ્રેય તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી ને જાય છે. ગુજરાતની વણથંભી વિકાસ યાત્રાને આગળ ધપાવવાની જવાબદારી આપણા સૌની છે. ૨૦ વર્ષ પહેલાના ગુજરાત અને આજના ગુજરાતની પરિસ્થિતીમાં ફરક આપણે સૌ જાેઇ અને અનુભવી શકીએ છીએ. ગુજરાત વિજળી, પાણી, શિક્ષણ જેવી માળખાગત સુવિધાઓ અને અન્ય વિવિધ આધુનિક સુવિધાઓથી સુસજ્જ છે. અંતે તેમણે ઉમેર્યુ હતું કે, ગુજરાત રાજય મહિલાઓને સશક્ત બનાવવા કટીબધ્ધ છે. તાપી જિલ્લામાં કુલ-૯૭૮૩ સખી મંડળો નોંધાયેલ છે. જેમાંથી ૭૬૬૯ જુથો હાલ એક્ટીવ છે. જેમાં કૂલ- ૮૪૧૭૨ મહિલાઓ સંકળાયેલ છે. કૂલ-૨૩૦ જુથોને કૂલ-૨૧૯.૫૦ લાખ સી.આઈ.એફ આપેલ છે. તેમણે વધુમાં આજના કેશ ક્રેડિટ કેમ્પ હેઠળ કુલ-૨૪૧ સખી મંડળોને રૂપિયા ૬૦.૬૮ લાખના રિવોલ્વીંગ ફંડ ચેકો અને ૬૦૦ જુથોને ૯૧૯.૭૫ લાખના કેશ ક્રેડિટ લોન અર્પણ કરાઇ છે. આમ જિલ્લામાં કૂલ ૧,૦૭૧ સ્વસહાય જુથોને અંદાજીત રૂપિયા ૧૧.૯૯ કરોડના વિવિધ ફંડ આપવામાં આવ્યા છે. જેના માટે સૌને અભિનંદન પાઠવ્યા હતા. વધુમાં તેમણે સખીમંડળો દ્વારા કરવામાં આવતી વિવિધ ઉત્કૃષ્ટ કામગીરીની વિસ્તૃત જાણકારી આપી હતી.
