Gujarat

ગુજરાત સ્થાનિક સ્વરાજ ચૂંટણી: ‘કોઈને મળશે કાતર, તો કોઈને કૂકર’- અપક્ષ ઉમેદવારો માટે 169 ચૂંટણી પ્રતીક

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે, ત્યારે તમામ પાર્ટીઓ પોતાની રણનીતિ ઘડી રહી છે, તો બીજી તરફ ચૂંટણી પંચ દ્વારા પણ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. જેમાં અપક્ષ ઉમેદવારો માટે ચૂંટણી પંચ દ્વારા 169 જેટલા પ્રતીકો નક્કી કરવામાં આવ્યાં છે.

ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારોને 169 મુખ્ય પ્રતીકોનો વિકલ્પ આપવામાં આવ્યો છે. જેમાંથી કેટલાક પ્રતીકો તો રોજિંદા ઉપયોગમાં લેવાતી વસ્તુઓ અને ફળ-ફૂલના છે. જેમાંથી ઉમેદવારોએ પ્રતીકોની પસંદગી કરવાની રહેશે.

રાજ્યના ચૂંટણી પંચ દ્વારા જે ચૂંટણી પ્રતિકો નક્કી કરવામાં આવ્યા છે, તેમાં ફૂટબોલ, ફુવારો ફ્રોક, બારી, સ્ટેપ્લર, માઈક-ગિટાર, કાતર, કરવત, સિલાઈ મશીન, વહાણ, બ્રશ, ડોલ, કેક, કેલ્ક્યુલેટર, કેરબો, CCTV કેમેરા, ચપ્પલની જોડી, કલર અને બ્રશ, કમ્પ્યુટર માઉસ, ડીઝલ પંપ, મિક્સર મશીન, પરબીડિયું જેવાં પ્રતીકો ફાળવવામાં આવ્યાં છે.

આ સિવાય વેલણ, ગરણી, કૂકર, લાઇટર, લંચ-બોક્સ, કીટલી, ખાંડણી દસ્તો, બ્રેડ ટોસ્ટર, સૂપડા, દીવાસળીની પેટી, ફળોથી ભરેલી ટોપલી, આદુ, દ્રાક્ષ, આઈસક્રીમ, અનાનસ, અખરોટ, તરબૂચનો સમાવેશ થયો છે.

EVM.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *