અમદાવાદમાં સભા બાદ ઓવૈસી પાર્ટીના ઉમેદવારોની જાહેરાત કરશે
અમદાવાદઃ AIMIMના નેતા અસદુદ્દીન ઓવૈસીનો ગુજરાતનો કાર્યક્રમ નક્કી થઇ ગયો. તેઓ 7 ફેબ્રુઆરી રવિવારના રોજ અમદાવાદ અમદાવાદ આવી પહોંચશે. તેમજ સાંજ સાબરમતિ રિવર ફ્રન્ચ પર સભાને સંબોધશે.
અગાઉ ચાર ફેબ્રુઆરીએ AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીના ગુજરાત પ્રવાસની સંભાવના હતી. જોકે હવે તેઓ 7 ફેબ્રુઆરીએ ગુજરાતના પ્રવાસે આવશે અને અમદાવાદમાં સભાને સંબોધન કરશે.
ચૂંટણી જાહેર થતાંની સાથે જ ગુજરાતમાં ઝંપલાવવાની ઘોષણા
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ ચૂંટણીની જાહેતા થતાની સાથે જ AIMIMએ ગુજરાતમાં ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી. પછી BTP સાથે ગઠબંધન પણ કર્યું. ઉપરાંત સાબિર કાબલીવાલાને ગુજરાતના પક્ષ પ્રમુખ પણ બનાવ્યા. પરંતુ જમીન સ્તરે કોઇ કાર્યવાહી કરી નથી. જેના કારણે રાજકારણ અને મીડિયામાં સવાલ થઇ રહ્યા છે કે AIMIM ગુજરાતમાં ત્રીજા મોરચાના પોતાના દાવાને કેટલુ સાર્થક કરી બતાવશે.
અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર સાંજે છ વાગ્યે ઔવેસી જાહેર સભા સંબોધશે. ઔવેસીની સભા બાદ AIMIM પોતાના ઉમેદવારો જાહેર કરે તેવી શક્યતા છે. કોટ વિસ્તારમાં પોતાના ઉમેદવારો ઉભા રાખવા AIMIMની રણનીતિ ઘડાઈ રહી છે.
રવિવારે ભરુચમાં પણ છોટુ વસાવા સાથે મહાસંમેલન યોજશે
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં બીટીપીએ AIMIM સાથે ગઠબંધન કરીને ચૂંટણી મેદાને ઉતરવાનું મન બનાવ્યુ છે. બીજી તરફ ગુજરાત રાજ્યની કોંગ્રેસ પાર્ટીના ગઢ સમાન ભરૂચના મનુબાર ચોકડી વિસ્તારમાં રવિવારે ઓવૈસી અને છોટુ વસાવાનું મહા સંમેલન યોજાશે..અને બનેં પાર્ટીના નેતાઓ પ્રજાને સંબોધિત કરશે.
ઉલ્લેખનીય છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા અસદુદ્દીન ઓવૈસીના પક્ષે ગુજરાતના પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત કરી હતી. અમદાવાદના જમાલપુરના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય સાબિર કાબલીવાલાને AIMIM દ્વારા ગુજરાતના પ્રદેશ પ્રમુખ બનાવામાં આવ્યા છે.


