Gujarat

વિશ્વ યુવા દિવસના ઉપક્રમે મહુધા ખાતે શિક્ષણાધિકારી નાં માર્ગદર્શન હેઠળ મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો.

લોકેશન : ખેડા મહુધા
રિપોર્ટર : નિસાર શેખ મહુધા
વિશ્વ યુવા દિવસના ઉપક્રમે ખેડા જિલ્લા શિક્ષણાધિકારી શિલ્પાબેન પટેલના માર્ગદર્શન હેઠળ મહુધા ખાતે મતદાર જાગૃતિના ભાગ રૂપે EVM, VVPAT ની કામગીરીની માહિતી નવા નોંધાયેલા મતદાર યુવા તથા યુવતીઓને આપવામાં આવી હતી.
મહુધા કેળવણી મંડળ સંચાલિત એમ.ડી.શાહ કોમર્સ એન્ડ બી.ડી.પટેલ આર્ટસ કોલેજ મહુધા અને શ્રીમતી સ્વયંપ્રભાબહેન શાહ હાઇસ્કૂલ,સરકારી આઈ.ટી આઈ,મામલતદાર કચેરી મહુધાના સયુંકત ઉપક્રમે યોજાયેલ આ કાર્યક્રમમાં મત કઈ રીતે આપવો,મશીનની કામગીરી,મોકપોલ,પરિણામની સુંદર માહિતી નાયબ મામલતદાર મતદાર બળવંતભાઈ એમ રાઠોડ, ચુંટણી કલાર્ક હાર્દિકભાઈ,બી એલ ઓ મુકેશભાઈ, EVM નિષ્ણાત નીરજભાઈ કોલેજના આચાર્ય ડૉ‌.કમલેશ દવે, હાઇસ્કૂલના આચાર્ય સંજયભાઈ પંચાલ તથા સમગ્ર સ્ટાફ હાજર રહી કામગીરી નિહાળી લોકશાહીના અવસરની પૂર્વ તેયારી નિહાળી હતી

IMG-20221014-WA0024.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *