Gujarat

સુરતના ઉધના રેલવે સ્ટેશન પર ભારે ભીડ, પોલીસે યાત્રિકોને બ્લોક વાઈઝ ટ્રેન સુધી પહોંચાડ્યા

સુરતના ઉધના રેલવે સ્ટેશન પર આજે ફરી યાત્રીઓની ભારે ભીડ જોવા મળી રહી છે. લોકોને ટ્રેનોમાં બેસાડવા સ્થાનિક અને રેલવે પોલીસ વ્યવસ્થા કરી રહી છે. ભારે ભીડના કારણે પોલીસને સામાન પર લાઠી મારવાની ફરજ પડી રહી છે. કોઈપણ અવ્યવસ્થા ન થાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. લોકોને બ્લોક વાઈઝ ટ્રેન સુધી […]

Gujarat

વડોદરાના કલાલી ગામમાં 5 યુવાને મળીને ઢોર માર મારતા યુવકે દમ તોડ્યો, તમામની ધરપકડ

વડોદરા શહેરના કલાલી ગામમાં 5 યુવાને મળીને ઢોર માર મારતા અસ્થિર મગજના યુવકે દમ તોડ્યો હતો. યુવકની હત્યા કરનાર પાંચેય આરોપીની આટલાદરા પોલીસે ધરપકડ કરી છે અને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે. વડોદરાના કલાલી ગામમાં રહેતા 32 વર્ષીય દિપકભાઈ મનુભાઈ રાઠોડે આટલાદરા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, મારો મોટો ભાઈ મંગળ […]

Gujarat

અટલાદરા સ્વામિનારાયણ મંદિર ખાતે 1500 વ્યંજનોનો ભવ્ય અન્નકૂટ સંપન્ન

વિક્રમ સંવતના નૂતન વર્ષનો પ્રારંભ એટલે ગોવર્ધન પૂજા. સદીઓથી ચાલતી આ સનાતની પરંપરા અનુસાર નૂતન વર્ષના પ્રારંભે વર્ષા રૂતુના અંતે ઉગેલા નવલા ધાન્યને ભગવાનને ભોગ ધરાવવાની વિધિ એટલે અન્નકુટોત્સવ. 1500 વ્યંજનોનો ભવ્ય અન્નકૂટ યોજાયો હતો પ્રતિ વર્ષની માફક BAPS સ્વામિનારાયણ મંદિર અટલાદરા ખાતે 1500 વ્યંજનોનો ભવ્ય અન્નકૂટ યોજાયો હતો. જેમા મુખ્યત્વે 164 પ્રકારની મિષ્ટાન્ન, 101 […]

Gujarat

નબીરાએ નશાની હાલતમાં ગાડી ચલાવી લોકોના જીવ જોખમમાં મૂક્યા, દારૂની બે બોટલ મળી; કાર પલટી ન હોત તો તથ્યવાળી થાત!

ગત મોડીરાત્રે શહેરના સુભાનપુરા વિસ્તારમાં આવેલા ડોમિનોઝ પિત્ઝા સામે પૂર ઝડપે આવતી કાર પલટી ખાઈ ગઇ હતી. ઘટનાને પગલે લોકોનું ટોળું એકત્રિત થઈ ગયું હતું અને કારમાં સવાર યુવાનો જોડે બોલાચાલી થઇ હતી. કારમાં સવાર યુવકો નશાની હાલતમાં હોવાની વાત સામે આવી છે. તો બીજી તરફ કારમાંથી દારૂની બે બોટલ પણ મળી આવી હતી. સમગ્ર […]

Gujarat

ભાવનગરના સાંઢીયાવાડ વિસ્તારમાં જાહેર જગ્યામાં સ્ટ્રીટ લાઇટના અંજવાળે જુગાર રમતાં 6 શખ્સો ઝડપાયા

ભાવનગર શહેરના સાંઢીયાવાડ વિસ્તારમાં આવેલા બામીયાપીર વાળા ખાચામાં જાહેર જગ્યામાં સ્ટ્રીટ લાઇટના અજવાળે જુગાર રમી રહેલા 6 શખ્સોને ગંગાજળીયા પોલીસે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવ અંગે ગંગાજળીયા પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતો, તે દરમિયાન બાતમી મળી હતી કે, શહેરના સાંઢીયાવાડ બામીયાપીર વાળા ખાંચામાં આવેલ રસીદભાઈ ખોખરના મકાનની […]

Gujarat

ભુજીયા ડુંગર ઉપર દિવાળીની મધ્યરાત્રીએ લાગેલી આગ 24 કલાક બાદ સંપૂર્ણ કાબૂમાં આવી

ભુજ શહેરના તાજસમાં ભુજીયા ડુંગર ઉપરની ઝાડીમાં દિવાળીની મધ્યરાત્રીએ આગ ફેલાઈ હતી. આગની જ્વાળાઓ સતત બીજા દિવસ સુધી યથાવત રહેતા સ્થાનિકે ચિંતા ફેલાઈ હતી, દરમિયાન ઘટનાની જાણ પેટ્રોલિંગ માં રહેલી બી ડિવિઝન પોલીસને થતા પોલીસે ફાયર વિભાગને જાણ કરી હતી, પરંતુ ઊંચાઈ ધરાવતા ડુંગરાળ વિસ્તારમાં ફાયર ફાયટર પહોંચી શકે તેમ ના હોવાથી પોલીસે ભુજીયાની બીજી […]

Gujarat

વિશ્વ પ્રખ્યાત બાલા હનુમાન મંદિરમાં વહેલી સવારથી ભક્તો ઉમટ્યા, દર્શન કરી સુખ શાંતિ માટે ભગવાનને પ્રાર્થના કરી

જામનગરમાં નવા વર્ષની શરૂઆત લોકોએ વિશ્વ પ્રખ્યાત બાલા હનુમાન મંદિરના દર્શન કરીને કરી છે. મોટી સંખ્યામાં ભક્તો સવારથી જ દર્શન કરવા ઉમટી પડ્યા હતા. નૂતન વર્ષાભિનંદન દિવસથી સૌપ્રથમ જ્યાં અખંડ રામધૂન ચાલે છે તેવા વિશ્વ વિખ્યાત બાલા હનુમાન મંદિર ખાતે લોકોએ નવા વર્ષની શરૂઆત ભગવાન શ્રીરામ અને બાલા હનુમાન મંદિરના દર્શન કરીને કરી છે. બાલા […]

Gujarat

કેશોદમાં દિવાળીના દિવસે ભંગારના ડેલામાં આગ લાગતાં દોડધામ

આગની ઘટનાથી ખાનગી હોસ્પિટલમાં એડમિટ દર્દીઓને અન્ય જગ્યાએ સિફટ કરવામાં આવ્યાં હતાં આ ઘટના મામલે હોસ્પિટલ સત્તાવાળાઓએ અગાઉ ગંદકીની ફરિયાદ કરી હોવા છતાં તંત્રએ ભંગારનો ડેલો અન્ય જગ્યાએ ન ખસેડાતાં આક્રોશ વ્યક્ત કર્યો હતો. આ ઘટનાની વિગતો એવી છે કે દિવાળીના દિવસે કેશોદ બસ સ્ટેશન નજીક આવકાર હોસ્પિટલની બાજુમાં આવેલ એક ભંગારના ખુલ્લા ડેલામાં અચાનક […]

Gujarat

ભચાઉ લોહાણા મહાજન દ્વારા અન્નકૂટ દર્શન કરાયા, વાગડના રાપર સહિત અન્ય દેવસ્થાનોમાં પણ આયોજન કરાયું

વિક્રમ સવંત નવા વર્ષના પ્રારંભે કચ્છ ભરના યાત્રાધામો અને દેવસ્થાનોએ આજે મંદિર આયોજકો દ્વારા દેવ મૂર્તિઓ સન્મુખ 56 ભોગના વિવિધ વ્યાજનો ધરાવી ભાવિકો માટે અન્નકૂટ દર્શન યોજાયા હતા. જે પ્રમાણે વાગડ વિસ્તારના ભચાઉ, રાપર અને તાલુકામાં વિવિધ દેવ મંદિરે અન્નકૂટ ભોગ ધરવાયા હતા. ભચાઉ લોહાણા મહાજન દ્વારા જ્ઞાતિના દરિયસ્થાન મંદિર ખાતે રામ લાલાની મૂર્તિ સન્મુખ […]

Gujarat

ભારત-પાકિસ્તાન સરહદે કેન્દ્રબિંદુ ધરાવતો 3.4ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો, વહેલી પરોઢના 3.58 મિનિટે ધરા ધ્રુજી ઉઠી

ભૂકંપ ઝોન પાંચમાં આવતા સરહદી કચ્છ પંથકમાં સમયાંતરે ભૂકંપના સામાન્યથી માધ્યમ કક્ષાના ભૂકંપના આંચકા આવતા રહે છે. ત્યારે છેલ્લા કેટલાક સમયથી ધરતીકંપના આંચકાઓ કચ્છ નજીક પાકિસ્તાન દેશની સરહદ પર અંકીત થઈ રહ્યા છે. જમીનના પેટાળમાં સતત થઈ રહેલી ગતિવિધિના પ્રતાપે સિસમોગ્રાફી કચેરી સ્થિત ભૂકંપન આંચકા નોંધાઈ રહ્યાનું જાહેર થતું રહે છે. આ જ પ્રકારે આજે […]