ગત તારીખ ૧૬ ઓગસ્ટના અંબાજી માતાના સાનિધ્યમાં કન્ઝ્યુમર કોન્ફડરેશન ઓફ ઈન્ડિયા દ્વારા નેશનલ કન્વેન્શનનું આયોજન કરવામાં આવેલ જેમાં દેશના જુદા જુદા ૨૫ રાજ્યોના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. આ બેઠકમાં સાવરકુંડલા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ રમેશભાઈ હીરાણીને સી. સી. આઈ. ગુજરાત સૌરાષ્ટ્ર ઝોનના વાઈસ પ્રેસિડેન્ટ તરીકે જવાબદારી મળેલ જે બદલ રમેશભાઈ હિરાણીને તેમના મિત્રો શુભેચ્છકો દ્વારા […]
Author: JKJGS
ગાયત્રી સંસ્કાર વિદ્યાલય અને હરિબા મહિલા કોલેજ ચલાલા ખાતે ૧૫ મી ઓગસ્ટ પર્વની શાનદાર ઉજવણી
શ્રી યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ સંચાલિત ગાયત્રી સંસ્કાર વિદ્યાલય અને હરિબા મહિલા કોલેજ ચલાલા ખાતે ૭૮માં સ્વતંત્ર દિનની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. એક્સ આર્મીમેન નાગરાજસિંહ રાઠોડના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. અને બાળકો દ્વારા રાષ્ટ્રગાન સાથે નારા બોલાવવામાં આવ્યા હતા. ત્યારબાદ હરિબા મહિલા કોલેજની વિદ્યાર્થીનીઓ દ્વારા દેશભક્તિ ગીત, અભિનયગીત અને સંસ્કૃત શક્તિના […]
ધી ઓલપાડ તાલુકા પંચાયત કર્મચારીઓની ધિરાણ કરનારી અને ગ્રાહક સરકારી મંડળી લિ.ની ૫૫ મી વાર્ષિક સાધારણ સભા મળી
કરંજપારડી :તા.૧૬ ધી ઓલપાડ તાલુકા પંચાયત કર્મચારીઓની ધિરાણ કરનારી અને ગ્રાહક સરકારી મંડળી લિ.ની ૫૫ મી વાર્ષિક સાધારણ સભા મંડળીનાં ચેરમેન ભાવેશભાઈ પટેલનાં અધ્યક્ષસ્થાને યોજવામાં આવી હતી. તાલુકા હેલ્થ ઓફિસ, ઓલપાડ ખાતે યોજાયેલ આ સભામાં મંડળીનાં કારોબારી સભ્યો ઉપરાંત સભાસદ ભાઈ-બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં. સભાની શરૂઆતમાં તાજેતરમાં કેદારનાથ તથા વાયનાડ દુર્ઘટનામાં સદગતિ પામેલ […]
કલકતાની RG Kar મેડિકલ કોલેજ ખાતે બનેલ બનાવના સંદર્ભે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ઉના,દીવ દ્વારા ડે.કલેકટરને આવેદન પાઠવ્યું
છેલ્લા એક અઠવાડિયાથી કલકતા R G Kar મેડીકલ કોલેજમાં એક ટ્રેની ડોક્ટર પર થયેલ બળાત્કાર અને તેની હત્યા પછી સતત ઘટનાઓ બની રહેલ છે. આ બાબતને લઈને ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા રાષ્ટ્ર વ્યાપી એક દિવસની હડતાલનું આયોજન કરેલ છે. દર્દી ઓના ભલા માટે ડોક્ટરો સતત કાર્યરત છે. અને IMA ઉના, દીવ તે બાબતથી વિદિત છે […]
શ્રી પી.પી.એસ.હાઈસ્કૂલ વંડામાં યોજાયેલ રક્ષાબંધન પર્વ
ભાઈના જીવન વિકાસમાં બહેનની સ્નેહપૂર્ણ અને પ્રેરક શુભેચ્છાનું પર્વ અને પ્રતિક એટલે રક્ષાબંધન.આ પર્વ તા.૧૭ ઓગષ્ટના રોજ શાળા શ્રી પી.પી.એસ.હાઈસ્કૂલ-વંડામાં ધામ ધૂમથી ઉજવવામાં આવ્યું હતું. શાળાની દરેક વિધાર્થીની બહેનોએ સહુ ભાઈઓને કુમકુમ તિલક કરી કંકૂ ચોખાથી વધાવી રાખડી બાંધી હતી. તેમજ ભાઈઓની દિર્ઘાયુ તથા સ્વાસ્થ્યપૂર્ણ જીવનમાટે ઈશ્વરને પ્રાર્થના કરી હતી.શાળાના વરિષ્ઠ શિક્ષક પ્રવિણભાઇ ઝિંઝુવાડીયાએ રક્ષાનું […]
વડોદરાના જૈન સંઘમાં ત્રણ સાધ્વીજીના માસક્ષમણના પારણાનું આયોજન
તપના વધામણા માટે પંચહાનિકા મહોત્સવનો આરંભ મનીષ જોષી “મૌન” દ્વારા વડોદરાના નિઝામપુરા જૈન સંઘમાં રક્ષાબંધનના દિવસે ત્રણ સાધ્વીજી ભગવંતોના માસક્ષમણના પારણા યોજાશે. તપના વધામણા માટે પંચહાનિકા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. વડોદરાના શ્રી શ્રેયસકર આદિનાથ જૈન સંઘ નિઝામપુરામાં પાંચ દિવસનો પંચાનિહકા મહોત્સવનો પ્રારંભ થતા આચાર્ય ગુણરત્ન સુરીશ્વરજી મહારાજના શિષ્ય રત્ન આચાર્ય મુનિસરત્નસુરીશ્વરજી મહારાજની નિશ્રામાં તપસ્વીના […]
નેત્રદાન મહાદાન
૧૫ ઓગસ્ટ ના રાષ્ટ્રીય પર્વ નિમિત્તે શ્રી માધુરીબેન ચંદ્રેશભાઇ પરમાર દ્રારા આરેણા રૂબરુ આવી શિવમ્ ચક્ષુદાનના માધ્યમથી પોતાનું ચક્ષુદાન નું સંકલ્પપત્ર અર્પણ કર્યું છે. આ સમયે માધુરબેન સાથે એમના જીવન સાથી અને આ વિસ્તારના હજારો યુવાનો ના રાહબર આદરણીય જગદીશ સાહેબ ધારેચા હાજર રહ્યા હતા. ચક્ષુદાન ની પ્રવૃત્તિ એ એક સેવા કાર્ય છે અને એમને […]
ભરૂચના બાયપાસ રોડ પરની સોસાયટીઓના રહીશોનું બાંગ્લાદેશના હિન્દુઓ પર થતા અત્યાચારના વિરોધમાં આવેદન
બાંગ્લાદેશના હિન્દુ પરિવારો પર થતો અત્યાચાર રોકવા ભારત સરકારની દરમિયાનગીરીની માંગ તાજેતરમાં બાંગ્લાદેશમાં મોટાપ્રમાણમાં દેખાવો થતાં ત્યાંના તત્કાલીન વડાપ્રધાન શેખ હશીનાની સરકાર ઉથલી પડતા ભારે અરાજકતા અને અશાંતિનો માહોલ પેદા થયો હતો,તેને પગલે શેખ હશીનાએ દેશ છોડીને ભારતમાં શરણ લેવું પડ્યું હતું. ત્યારબાદ બાંગ્લાદેશમાં દેખાવો કરી રહેલ લોકો દ્વારા ત્યાં વસતા લઘુમતિ હિન્દુ સમાજના પરિવારો […]
પે સેન્ટર શાળા 2 માણાવદરના વિદ્યાર્થીઓએ અનસૂયા ગૌધામની મુલાકાત લીધી
આજ રોજ પ્રિ વોકેશનલ એજ્યુકેશન કાર્યક્રમ અન્વયે માણાવદરની પે સેન્ટર શાળા 2 ના ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોએ માણાવદર ખાતે રેલવે સ્ટેશન રોડ પર આવેલ અનસૂયા ગૌધામની મુલાકાત લીધી. માણાવદર ખાતે અગાઉ નવા પ્રેસ તરીકે ઓળખાતી જીનિંગ ફેકટરીના પાયા ચંદુભાઈ શેઠે નાખેલા અને વરસો પહેલા આ ફેકટરી ધમધમતી, ત્યાર બાદ ફેકટરી બંધ […]
માત્ર ભારતીયો જ નહીં, ૧૫મી ઓગસ્ટે વિશ્વના ૫ દેશના લોકો પણ પોતાનો સ્વતંત્રતા દિવસ મનાવે છે!
૧૫મી ઓગસ્ટ એટલે કે ભારતનો સ્વતંત્રતા દિવસ. આ વર્ષે દેશભરમાં ૭૮મી આઝાદીની ઉજવણી કરવામાં આવશે. તે એક મહત્વપૂર્ણ પ્રસંગ છે જે ૧૫ ઓગસ્ટ, ૧૯૪૭ ના રોજ બ્રિટિશ સંસ્થાનવાદી શાસનથી દેશની સ્વતંત્રતાની યાદમાં ઉજવવામાં આવે છે. આ દિવસે, લાંબા સંઘર્ષ પછી, ભારત અંગ્રેજાેની લગભગ ૨૦૦ વર્ષની ગુલામીમાંથી આઝાદ થયું. આવી સ્થિતિમાં, આ અવસર પર ભારતનો દરેક […]










