Gujarat

સુરેન્દ્રનગરની મુખ્ય સિવિલ હોસ્પિટલના ૮ તબીબો ગેરહાજર સારવાર માટે આવતા દર્દીઓના હાલ બેહાલ

સુરેન્દ્રનગરમાં શિક્ષકો બાદ તબીબો ગાયબ હોવાનો ઘટસ્ફોટ થયો છે. સુરેન્દ્રનગરની મુખ્ય સિવિલ હોસ્પિટલના ૮ તબીબો ગેરહાજર હોવાની ઘટના સામે આવી છે. સિવિલ સર્જનને જાણ કર્યા વગર જ લાંબા સમયથી તબીબો ગેરહાજર છે. સુરેન્દ્રનગર સિવિલ સર્જને આરોગ્ય વિભાગને જાણ કરી છે. સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓના હાલ બેહાલ થયા છે.બીજી તરફ બેવડી ઋતુના પગલે રોગચાળો […]

Gujarat

દોઢ વર્ષથી ડીસામા રૂમ ભાડે રાખી મેલી વિદ્યાના નામે છેતરપિંડી કરતા અમદાવાદનાં બે ઝડપાયા

બનાસકાંઠાના ડીસામાં વશીકરણ મેલી વિદ્યાના નામે છેતરપિંડી કરતા બે ઈસમોની ડીસા પોલીસે ધરપકડ કરી છે. ડીસામાં એક રૂમ ભાડે રાખી અને પોતાની માયાજાળમાં ફસાવી આ ઠગોએ છેલ્લા દોઢ વર્ષથી અનેક લોકોને શિકાર બનાવ્યા છે. જાેકે મેલી વિદ્યાના નામે અલગ અલગ ભાવથી લોકો સાથે છેતરપિંડી કરનાર અત્યારે તો બન્ને આરોપીઓને જેલ હવાલે કરીને પોલીસે અપીલ કરી […]

Gujarat

રાજ્યનાં કેટલાં પોલીસ અધિકારી કે કર્મચારી વિદેશ જવા માટે રજા લઈને ગયા છે તેની તપાસ થશે

રાજ્યમાં કેટલાક શિક્ષકો લાંબી રજાઓ લઈને વિદેશમાં વસવાટ કરતા હોવાના કિસ્સા પ્રકાશમાં આવ્યા બાદ આરોગ્ય વિભાગમાં પણ કેટલાક કર્મચારીઓ લાંબી રજાઓ ભોગવતા હોવાના કિસ્સા ધ્યન પર આવ્યા હતા. ત્યારે રાજ્ય સરકારે તમામ વિભાગોને લાંબી રજા ભોગવતા કર્મચારીઓની તપાસ કરવાના આદેશ અપાયા હતા દરમિયાન ડીજીપી કચેરી દ્વારા પણ કમિશનર અને એસપી કચેરી પાસે પણ પોલીસ કર્મચારીઓની […]

Gujarat

૧૪મી સપ્ટેમ્બરે યોજાનારી લોક અદાલતમાં વાહનનું ચલણ માફ અથવા ઘટાડી શકાશે

લોક અદાલતમાં વાહનનું ચલણ માફ કરાવવાની સારી તક છે. લોક અદાલતનું આયોજન લગભગ દર મહિને જુદી જુદી તારીખોએ કરવામાં આવે છે, જેમાં નાના-મોટા કેસોનો તાત્કાલિક અને કોઈપણ વધારાના ખર્ચ વિના નિકાલ કરવામાં આવે છે. તમે લોક અદાલતમાં તમારા પેન્ડિંગ ચલણનો કેસ રજૂ કરી શકો છો, અને શક્ય છે કે તમારું ચલણ માફ કરવામાં આવે અથવા […]

Gujarat

બનાસકાંઠામાં રવીન્દ્ર ભાટીનો ઝંઝાવાતી પ્રવાસ સાંસદ ગેનીબેન ઠાકોર અને ધારાસભ્ય ભાટી એક મંચ પર દેખાતા રાજકીય ગરમાવો

બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર અને રાજસ્થાનના શિવ વિધાનસભા બેઠકના અપક્ષ ધારાસભ્ય તથા યુવાનોના લોકપ્રિય નેતા રવીન્દ્રસિંહ ભાટી બનાસકાંઠા જિલ્લામાં એક મંચ જાેવા મળ્યા હતા. રવીન્દ્રસિંહ ભાટીના બનાસકાંઠાના પાલનપુર, ડીસા, લાખણી, વાવ અને દિયોદર વિધાનસભા બેઠક ઉપર પ્રવાસથી ભાજપનું ટેન્શન વધી ગયું છે. ગેનીબેનના સાંસદ બન્યા પછી વાવ વિધાનસભા ચર્ચામાં છે કારણ કે નજીકના સમયમાં ત્યાં […]

Gujarat

સુરતમાં ડીંડોલી પીઆઈ સામે વકીલને લાત મારી હોવાની ફરિયાદ નોંધાઈ લાત મારતો વીડિયો વાઈરલ થતાં સુરત પોલીસ કમિશનરને આવેદન અપાયું

સુરતમાં સુરત ડિસ્ટ્રિક્ટ વકીલ મંડળ એસોસિએશન દ્વારા ડીંડોલી પીઆઈ વકીલને લાત મારતો વીડિયો વાઈરલ મામલે સુરત પોલીસ કમિશનરને આવેદન અપાયું છે. ડીંડોલી વિસ્તારમાં રવિવારે રાત્રે ઓફિસથી ઘરે જઇ રહેલાં વકીલ હિરેન નાઈ સાથે ડિંડોલી ELM એચ.જે.સોલંકી સાથે માથાકુટ થઈ હતી. જેમાં ELMએ વકીલને લાત મારી હતી. વકીલ હિરેને ELM સોલંકી અને અન્ય એક પોલીસ કર્મી […]

Gujarat

રાજ્યમાં છેલ્લા ૬ દિવસમાં વાયરલ એન્કેફેલાઇટીસ કે ચાંદીપુરાનો એક પણ નવો કેસ નહી : ઋષિકેશ પટેલ

જરાત વિધાનસભામાં ટુંકી મુદ્દતના પ્રશ્નમાં ચાંદીપુરા વાયરસ અને વાયરલ એન્કેફેલાઇટીસની સ્થિતિ અંગેના પ્રત્યુત્તરમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે વિગતો આપતા જણાવ્યું હતું કે રાજ્યમાં છેલ્લા ૬ દિવસમાં વાયરલ એન્કેફેલાઇટીસ કે ચાંદીપુરાનો એક પણ નવો કેસ નોંધાયો નથી. તેમજ રાજ્યમાં ૧૨ દિવસમાં વાયરલ એન્કેફેલાઇટીસ કે ચાંદીપુરાથી સંક્રમિત એક પણ દર્દીનું મૃત્યુ નોંધાયું નથી. વધુ વિગતો આપતા તેમણે […]

Gujarat

પ્રેમિકાને મળવા હાઇસ્કુલમાં ગયેલાં પ્રેમીને યુવતીનાં પિતાએ મારી મારીને પતાવી દીધો

છોટાઉદેપુર જિલ્લાના કીકાવાડા ગામનો યુવક વૈરાગ પોતાના ઘરે હતો સાંજના સમયે જમી પરવારીને ઘરે બેઠો હતો ત્યારે લગભગ ૮ઃ૩૦ વાગ્યાના અરસામાં તેની પ્રેમિકાનો ફોન આવતા તે ફોન પર વાતો કરતો હતો. વાતો કરતા કરતા પ્રેમિકાએ પ્રેમી વૈરાગને ઊંચાપાન પાસે જેસીંગપુરા હાઈસ્કૂલમાં મળવા બોલાવતા વૈરાગ પોતાની મોટર સાયકલ લઈને રાત્રિના લગભગ ૯ વાગ્યે નીકળ્યો હતો. રાત્રે […]

Gujarat

ગુજરાતમાં બંધને મિશ્ર પ્રતિસાદ અમદાવાદ અને પાટણમાં દલિત સમાજે રસ્તા રોક્યા સુરેન્દ્રનગરમાં ટ્રેન રોકતાં પોલીસ દોડતી થઈ

અનામત અંગે કોર્ટના તાજેતરના ર્નિણય સામે દેશવ્યાપી વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. બંધનો હેતુ સુપ્રીમ કોર્ટના ર્નિણયને પડકારવાનો અને તેને ઉલટાવવાની વકાલત કરવાનો છે. ભાજપના સાંસદો પણ આ મામલે પ્રતિક્રિયા આપી ચૂક્યા છે. કેન્દ્રીય મંત્રી જીતન રામ માંઝીએ કહ્યું કે તેઓ આ ‘ભારત બંધ’ને સમર્થન નહીં આપે. તેમણે આક્ષેપ કર્યો હતો કે કેટલાક ધનિક […]

Sports

અદિતિ કુમારી, નેહા, પુલકિત અને માનસી લાથેર ફાઈનલમાં પહોંચ્યા; અત્યાર સુધીમાં 2 બ્રોન્ઝ મેળવ્યા

અમ્માન, જોર્ડનમાં ચાલી રહેલી અંડર-17 વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપ 2024માં ચાર મહિલા રેસલર્સે ફાઈનલમાં પહોંચીને તેમના મેડલ મેળવ્યા છે. ભારતને અત્યાર સુધીમાં 2 બ્રોન્ઝ મેડલ મળ્યા છે. બુધવારે રમાયેલી સેમિફાઈનલમાં અદિતિ કુમારી, નેહા, પુલકિત અને માનસી લાથેરે મેચ જીતીને ફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું હતું. અદિતિ ફાઈનલમાં ગ્રીક રેસલર સાથે લડશે અદિતિએ 43 કિગ્રા વજનની સેમિફાઈનલમાં […]