“બેઇજિંગ તેના વાહિયાત દાવાઓનું કેટલી વાર પણ પુનરાવર્તન કરે, અમારું વલણ બદલશે નહીં” : ભારતીય વિદેશ મંત્રાલય ભારતના વિદેશ મંત્રાલયે ગુરુવારે અરુણાચલ પ્રદેશને પોતાનો હિસ્સો હોવાનો દાવો કરતા સતત નિવેદનો પર ટિપ્પણી કરી. વિદેશ મંત્રાલયે કહ્યું કે બેઇજિંગ તેના વાહિયાત દાવાઓનું કેટલી વાર પુનરાવર્તન કરે, તે અમારું વલણ બદલશે નહીં કે અરુણાચલ પ્રદેશ અમારો ભાગ […]
Author: JKJGS
વૈશ્વિક સ્તરે લગભગ ૯૯ ટકા કંપનીઓ આગામી ૧૨ મહિનામાં તેમના સાયબર સુરક્ષા બજેટમાં વધારો કરવાની અપેક્ષા રાખી : અહેવાલમાં ખુલાસો
એક નવા અહેવાલમાં ખુલાસો થયો છે કે ભારતમાં માત્ર ૪ ટકા કંપનીઓ સાયબર સુરક્ષા જાેખમોનો સામનો કરવા માટે તૈયાર છે.સિસ્કોના ૨૦૨૪ સાયબર સિક્યુરિટી રેડીનેસ ઈન્ડેક્સે જણાવ્યું હતું કે, “સાયબર હુમલાઓનો જવાબ આપવા માટે કંપનીઓની તૈયારી મહત્વપૂર્ણ છે.” ૮૨ ટકા ઉત્તરદાતાઓ માને છે કે આગામી ૧૨ થી ૨૪ મહિનામાં તેમની કંપનીઓની સાયબર સુરક્ષાનો ભંગ થઈ શકે […]
ભારતને રૂ. ૩૫ ટ્રિલિયનની અર્થવ્યવસ્થા બનવા માટે ૯-૧૦ ટકા વૃદ્ધિ દરની જરૂર :અમિતાભ કાંત
ભારતના ય્-૨૦ શેરપા અમિતાભ કાંતે કહ્યું કે ભારતને ઇં૩૫ ટ્રિલિયનની અર્થવ્યવસ્થા બનવા માટે ૯-૧૦ ટકા વૃદ્ધિ દરની જરૂર પડશે અને આ લક્ષ્?ય હાંસલ કરી શકાય છે. ૈંહઙ્ઘૈટ્ઠ ય્૨૦ શેરપા અમિતાભ કાંતઃ ભારતના ય્-૨૦ શેરપા અમિતાભ કાંતે ગુરુવારે જણાવ્યું હતું કે ભારતે ૨૦૪૭ સુધીમાં ઇં૩૫ ટ્રિલિયન અર્થતંત્ર બનવા માટે આગામી ત્રણ દાયકામાં ૯-૧૦ ટકાનો વિકાસ દર […]
ગઝવા-એ-હિંદ માટે જ્યારે અમે નિકળીશું ત્યારે કાફિર નેતાઓને પહેલા ખતમ કરીશું : ઝૈદ હામિદ
હાલમાં પાકિસ્તાન દ્વારા એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે, જેમાં પાકિસ્તાનનો એક કથિત સંરક્ષણ નિષ્ણાત ભારત પર કબજાે કરવાની વાત કરી રહ્યો છે. આ ક્લિપમાં, લાલ ટોપી રાજકીય કોમેન્ટેટર ઝૈદ હામિદ કહી રહ્યો છે કે ભારતને કબજે કર્યા બાદ સૌથી પહેલા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને ઇજીજી વડા મોહન ભાગવત […]
સમગ્ર વિશ્વમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વ્યક્તિત્વને જાણવાની ઈચ્છા
માઈક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સ અને પીએમ નરેન્દ્ર મોદી વચ્ચે વાર્તાલાપ સમગ્ર વિશ્વમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વ્યક્તિત્વને જાણવાની ઈચ્છા છે. આ એપિસોડમાં માઈક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સે પીએમ નરેન્દ્ર મોદીનો ઈન્ટરવ્યુ લીધો છે. આ દરમિયાન પીએમ મોદીએ દેશના વૈજ્ઞાનિક, સ્વાસ્થ્ય અને અન્ય મુદ્દાઓ પર પણ વાત કરી. ઈન્ટરવ્યુના એક ભાગમાં પીએમ મોદીએ કહ્યું છે કે આપણા દેશમાં […]
માફિયા મુખ્તાર અન્સારીનું ગુરુવારે બાંદા મેડિકલ કોલેજમાં સારવાર દરમિયાન મોત
માફિયા મુખ્તાર અન્સારીનું ગુરુવારે મોડી રાત્રે બાંદા મેડિકલ કોલેજમાં સારવાર દરમિયાન મોત થયું હતું. મુખ્તારના મોત પર તેમના વકીલ રણધીર સિંહે મોટો દાવો કર્યો છે, તેમણે કહ્યું છે કે મુખ્તાર અન્સારીનું મોત જેલમાં સ્લો પોઈઝન આપવાના કારણે થયું છે. મુખ્તાર અંસારીના મોત પર તેમના વકીલ રણધીર સિંહે સનસનીખેજ દાવો કર્યો છે. રણધીર સિંહનો દાવો છે […]
સાવરકુંડલા શહેરના ધારાસભ્ય કાર્યાલય ખાતે આજરોજ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના દોઢસોથી વધુ કાર્યકરો ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈને ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરતાં જોવા મળ્યા
સાવરકુંડલા શહેરમાં આજરોજ મહુવા રોડ ખાતે આવેલ ધારાસભ્ય મહેશભાઈ કસવાળાના કાર્યાલય ખાતે ભાજપના કાર્યકરોની વિશાળ ઉપસ્થિતિમાં સાવરકુંડલા તાલુકા અને લીલીયા તાલુકાના અંદાજિત ૧૫૦ થી વધુ કાર્યકરોએ આજે સાવરકુંડલા ખાતે ધારાસભ્યશ મહેશભાઈ કસવાળા, કૌશિકભાઇ વેકરીયા, જનકભાઈ તળાવિયા અમરેલી જિલ્લાના ભાજપના દિગ્ગજ નેતા મુકેશભાઈ સંઘાણી, સહકારી ક્ષેત્રના અગ્રણી દીપકભાઈ માલાણી, પુનાભાઈ ગજેરા સમેત સાવરકુંડલા તાલુકા લીલીયા તાલુકાના […]
ઉના ગીરગઢડા ગીર બોર્ડર નજીક ભેદી ધડાકો થતા લોકો ઘરની બહાર નીકળી ગયા….જીલ્લા, તાલુકાના આજુબાજુ દુર દુર સુધીના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભેદી ધડાકો સંભળાતા લોકોમાં ભય ફેલાયો…
ઉના ગીરગઢડા પંથક નજીક જંગલ વિસ્તારની આસપાસ એક ભેદી ધડાકાનો અવાજ આવતા તાલુકાના અને ગ્રામ્ય વિસ્તારોમાં લોકોમાં ભયનું વાતાવરણ ફેલાઈ ગયું હતું. જોકે આ ધડાકાનો અવાજ આટલો બધી પ્રચંડ હતો કે લોકો ઘરની બહાર નીકળી ગયા હતા. અને આ ધડાકો ક્યાં થયો તેની હજુ સુધી કોઈ જાણકારી મળી નથી. આ ભેદી ધડાકો થતા ઉના […]
ધોરાજીમાં ગંદકી બાબતે ચીફ ઓફિસરનો ઉડાઉ જવાબ, હું ઈન્ટરવ્યું ન આપી શકું
માતાવાડી વિસ્તારમાં ૨૫ દિવસથી ઉભરાતી ભૂગર્ભ ગટરથી ભયંકર રોગચાળાની વાટ જોતા ચીફ ઓફિસર અનેક વખતની રજુઆતો પછી પણ વહીવટદાર કે પાલિકાના ચીફ ઓફિસરના પેટનું પાણી પણ હલતું નથી : એસીમાં બેઠા બેઠા ટેસડા કરતા હોવાના પ્રજાના આક્ષેપો ધોરાજી શહેરમાં અત્યારે ગંદકીએ માઝા મૂકી છે. રોગચાળાના વાયરા વચ્ચે જાનના જોખમે જીવતા શહેરીજનો ગંદકીની ફરિયાદ કરવા જાય […]
છોટાઉદેપુરના ચિલિયાવાંટ ગામે વન્ય પ્રાણી દીપડાએ યુવાન ઉપર હુમલો કર્યો
પ્રાપ્ત માહિતી અનુસાર છોટાઉદેપુરના ચિલિયાવાંટ ગામે વન્ય પ્રાણી દીપડાએ યુવાન ઉપર હુમલો કર્યો હતો. વહેલી સવારે જંગલમાં મહુડા વીણતાં સમયે અચાનક ડુંગરીમાંથી દીપડાએ આવીને ક હુમલો કર્યો હતો. જીવ બચાવવા બુટીયા માનસિંગ ધાણકે દીપડા સાથે બાથ ભીડી હતી. દીપડાએ બુટિયા ધાણકના શરીરે અનેક ઠેકાણે પંજા માર્યા છે. હુમલામાં યુવાનના કપડાં પણ ફાટી ગયા હતા. યુવાને […]










