International

અમેરિકાના બાલ્ટીમોર શહેરમાં જહાજ અથડાતા કી બ્રિજ પાણીમાં ગરકાવ

અમેરિકાના બાલ્ટીમોર શહેરમાં એક મોટો અકસ્માત થયો છે. સ્થાનિક મીડિયાના જણાવ્યા અનુસાર, એક કન્ટેનર જહાજ બાલ્ટીમોરના કી બ્રિજ સાથે અથડાયું હતું, જે પછી બ્રિજ પત્તાના ડેકની જેમ તૂટી પડ્યો હતો. દુર્ઘટના સમયે પુલ પરથી અનેક કાર પસાર થઈ રહી હતી, જે તમામ બ્રિજ ધરાશાયી થતાં પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. આવી સ્થિતિમાં મોટી સંખ્યામાં જાનહાનિ […]

Gujarat

કલ્યાણપુર પંથકમાં મારામારીનો ગંભીર ગુનો અટકાવતી પોલીસ, 7ની અટકાયત

લોકસભા ચૂંટણની આદર્શ આચાર સહિતાનું ચુસ્તપણે પાલન થાય અને શરીર સબધી ગુન્હા થતા અટકાવવા પોલીસ વડા નિતેશકુમાર પાંડેયની સૂચના આપી છે ત્યારે ગત તા.26ના રોજ રાત્રીના ચોકીવારી વિસ્તારમાં ઓમ હોટલ વાળા સામતભાઈ ધાનાભાઈ કરંગીયા ભાટિયા ગામથી કાર લઈ તેમની હોટલે આવતા હતા તે વેળાએ ચોકીવારીના રસ્તા ઉપર ધૂળ ઉડવા બાબતે મહાદેવીયા ગામના વેજા કરંગીયાએ ફોન […]

Gujarat

લાઈટ હાઉસ પાસે તણાઈ આવેલા મૃતદેહને PM અર્થે ખસેડાયો

દ્વારકાના લાઈટ હાઉસ નજીકના દરિયાકાંઠે એક અજાણ્યા યુવકનો મૃતદેહ તણાઈ આવ્યો હતો.જેનો પોલીસે કબજો સંભાળી પીએમ અર્થે ખસેડી તેની ઓળખ મેળવવા માટે કવાયત હાથ ધરી છે. દ્વારકાના લાઈટ હાઉસથી ગોમતી નદી વચ્ચેના દરિયાકાંઠેથી બુધવારે સવારે અજાણ્યા યુવાનનો તણાઈ આવેલો મૃતદેહ મળી આવ્યો હતો. જે અંગેની જાણ દ્વારકા પોલીસને કરાતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. […]

Gujarat

ગઢડાના ભીમડાદ ગામે ખજૂરભાઈ આવતા આખું ગામ જોવા ઉમટ્યું; નીરાધાર ભાઈ-બહેનને નવું મકાન બનાવી આપવાની કામગીરી શરૂ કરી

સેવાના ભેખધારી અને હજારો મકાનવિહોણા લોકોને મકાન બનાવી આપનાર તેમજ હમેશાં ગરીબ અને નાના માણસોની મદદ કરનાર ખજૂરભાઈ ગઢડાના ભીમડાદ ગામે નિરાધાર ભાઈ-બહેનની વ્હારે આવ્યા હતા. જ્યારે ખજુરભાઈને જોવા અને સેલ્ફી લેવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ભીમદાડ ગામે રહેતા ગરીબ અને નિરાધાર ભાઈ-બહેન કે જેઓને રહેવા માટે કાચુ મકાન […]

Gujarat

રાણપુરના ધારપીપળા ગામના પિતા-પુત્રએ કુંડલી ગામ પાસે આવેલ રેલવે ફાટક નજીક ટ્રેન નીચે આવી મોતને વહાલું કર્યું

બોટાદના કુંડલી ગામ પાસે આવેલ રેલવે ફાટક નજીક ગઈકાલે રાત્રીના ટ્રેન નીચે પડતું મુકી પિતા-પુત્રએ આપઘાત કરી લેતાં ચકચાર મચી જવા પામી હતી. બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના ધારપીપળા ગામના હરસુખ પ્રભુભાઈ સાંકળીયા તેના પુત્ર કુલદીપ સાથે કુંડલી ગામ પાસે આવેલ રેલવે ફાટક નજીક બોટાદથી સુરેન્દ્રનગર તરફ જતી ટ્રેન નીચે પડતું મુકી પિતા-પુત્રએ આપઘાત કર્યો હતો. […]

Gujarat

RTEની 660 બેઠક માટે 12 દિ’ માં 6,410 ફોર્મ ભરાયા

જામનગર શહેર-જિલ્લામાં રાઇટ ટુ એજયુકેશન એકટ હેઠળ ખાનગી શાળામાં ધો.1 માં વિનામૂલ્યે પ્રવેશ માટે 660 બેઠક સામે 12 દિવસમાં અધધ 6410 ફોર્મ ભરાઇ ચૂકયા છે. ઓનલાઇન ફોર્મ ભરવા વાલીઓના ધસારાના કારણે કુલ બેઠક સામે 9 ગણા ફોર્મ ભરાયા છે. હજુ ચાર દિવસ બાકી છે. સરકારીના બદલે ખાનગી શાળાઓ પોતાના બાળકોને પ્રવેશ માટે વાલીઓ સતત દોડધામ […]

Gujarat

જામનગરના ત્રણબત્તી ચોકમાં ફરી 4 દુકાનના તાળા તૂટ્યા

જામનગર શહેરની મધ્યમાં આવેલા ત્રણબત્તી ચોકમાં અવારનવાર દુકાનોના તાળા તૂટતા રહે છે. ચાર મહિનામાં ચોથી ઘટના ગતરાત્રિએ ઘટી છે. જેમાં 4 દુકાનોના તાળા તૂટ્યા હતા રોકડ ગઈ હોવાનું સામે આવ્યું નથી. પરંતુ તસ્કરો માલસામાન ચોરી ગયા હતા. દુકાન રેલવેના ભાડા પટ્ટા ઉપર હોવાથી દુકાનમાં પાકી છત ન હતી. જેને લઈને ચોર દુકાનના છતના ભાગે પતરા […]

Gujarat

બેટ દ્વારકાની માછીમારી બોટનો અકસ્માત, 7 ખલાસીઓ લાપત્તા

બંદર દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા નજીક બેટ દ્વારકાની એક માછીમારી બોટ દરીયામાં માછીમારી અર્થે ગઇ હતી જે ફિશીંગ બોટનો કાટમાળ અને જાળ જખૌ નજીક મળી આવ્યો છે.જેના સાતેય માછીમારો લાપતા બન્યા છે જેમાં એક માછીમારનો મૃતદેહ મળી આવ્યો છે જયારે અન્ય એક પ્રૌઢ માછીમારની શોધખોળ કરાઇ રહી છે. જયારે બીન આધારભુતસુત્રોમાંથી જાણવા મળ્યા મુજબ પાક.મરીન […]

Gujarat

ઓલ ઈન્ડિયા ક્ષેત્રે લાંબી કૂદમાં અનોખી સિધ્ધિ મેળવતાં અમરેલી જિલ્લાના ગાવડકા પ્રાથમિક શાળાના માલવિયા નૂતનબેન..

તેમની આ સિધ્ધિને સાવરકુંડલાના અગ્રણી બિલ્ડર કરશનભાઈ ડોબરીયાએ બિરદાવી અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવી. ઓલ ઇન્ડિયા સિવિલ સર્વિસમાં પ્રથમ વખત લાંબી કૂદમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરનાર હીટ અને ફીટ માલવિયા નુતનબેન.. ૨૦ થી વધારે નેશનલ ગેમ્સનો અનુભવ દસથી વધારે ગોલ્ડ ચાર સિલ્વર અને બે બ્રોન્ઝ મેડલ મેળવનાર ફરી એકવાર અનોખી સિધ્ધિ પ્રાપ્ત કરી.. ઓલ ઇન્ડિયા સિવિલ […]

Gujarat

કેન્દ્રીય સમાજ કલ્યાણ બોર્ડ ન્યુ દિલ્હી અનુદાનીત શ્રી કુંડલા તાલુકા ભગિની સેવા મંડળ સંચાલિત કુટુંબ સલાહ કેન્દ્રની રૂબરૂ મુલાકાત લેતા ડો.મનીષાબેન મુલવાની 

સાવરકુંડલા કુટુંબ સલાહ કેન્દ્રમાં જે  પરીવારોના ઘરસંસાર તૂટવાની અણીએ હોય ત્યારે આવા પરિવારોને   આ કેન્દ્રના સંચાલકો દ્વારા સારી રીતે કાઉન્સેલિંગ કરવામાં આવે છે અને તૂટતા ઘર સંસાર બચાવી લેવામાં આવે છે. અત્યાર સુધીમાં આ કેન્દ્ર દ્વારા ૪૦૦૦ જેટલા કેસોનું સુખદ સમાધાન કરવામાં આવ્યું છે ત્યારે અહીં આ કેન્દ્રની મુલાકાત ડો. મનીષાબેન મુલવાની દ્વારા લેવામાં આવી […]