Gujarat

રિવરફ્રન્ટ ફ્લાવર પાર્ક, બી.જે. પાર્ક, ઉસ્માનપુરા પાર્ક સહિત અટલ બ્રિજ સાંજે 4 વાગ્યા સુધી બંધ રહેશે

શહેરના સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ લિમિટેડ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, રિવરફ્રન્ટ પ્રોજેક્ટ હેઠળ આવેલા રિવરફ્રન્ટ ફ્લાવર પાર્ક, બાયોડાયવર્સીટી પાર્ક, બી.જે. પાર્ક, ઉસ્માનપુરા પાર્ક, ચિલ્ડ્રન પાર્ક, સુભાષબ્રીજ પાર્ક અને અટલ બ્રિજ સાંજે 4 વાગ્યા સુધી બંધ રહેશે. ડેમુ સ્પેશિયલ ટ્રેનમાં 4 વધારાના કોચ ઉમેરીયા પશ્ચિમ રેલવેએ હોળીના તહેવારને ધ્યાનમાં રાખીને સાબરમતી-મહેસાણા-આબુ રોડ ડેમુ સ્પેશિયલ ટ્રેનમાં 4 […]

Gujarat

બિલ્ડિંગના પાંચમા માળે બાળકોના ગેમિંગ ઝોનમાં આગ, બે કલાકની ભારે જહેમત બાદ કાબૂ મેળવાયો

અમદાવાદના બોપલમાં TRP મોલમાં ભીષણ આગ લાગી હતી. મોલમાં પાંચમા માળે આવેલા બાળકોના ગેમિંગ ઝોનમાં આગ લાગવાની શરૂઆત થઈ હતી. પાંચમાં માળથી આગ પ્રસરીને ત્રીજા માળ સુધી પહોંચી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા એક કિલોમીટર દૂર સુધી આગના ધુમાળાના ગોટેગોટા જોવા મળ્યા હતા. જે જોતાં રોડની બીજી સાઇડ પર લોકોનાં ટોળાં એકઠાં […]

Gujarat

મોરબીમાં રોડના અધૂરા કામ અને તૂટેલી પાઇપલાઇન મુદ્દે ચક્કાજામ

મોરબી શહેરમાં આવેલા પંચાસર રોડ પર નવીનીકરણનું કામ ચાલતું હોય પણ આ રોડના કામ માટે એક સાઈડનો રોડ બંધ કરાતા 30 સોસાયટીના લોકોને ટ્રાફિકની ભારે મુશ્કેલી થતી હોય તેમજ અગાઉ 200 મકાનોના ડિમોલિશન દરમિયાન પાણી તોડેલી પાઇપલાઇન રીપેર કરવાની માંગ સાથે લોકોએ ચક્કાજામ કરીને હોબાળો મચાવ્યો હતો. મોરબીના હાર્દ સમાન એવા હજારો વાહનોની અવરજવર ધરાવતા […]

Gujarat

ચાંદીની પિચકારીમાં કેસુડાના રંગે રમશે ઠાકોરજી‎; ગુલાલની છોળો સાથે જગતમંદિરે ભાવિકોનો ફૂલડોલનો ઉત્સાહ ચરમસીમાએ

યાત્રાધામ દ્વારકામાં પરંપરાગત ફૂલડોલ ઉત્સવ ઉજવવા ભાવિકોનો સાગર ઉમટયો છે.જે ભાવિકોની ભીડમાં કાળિયા ઠાકોર સંગ ફુલડોલ મનાવવાનો ઉત્સાહ ચરમસીમાએ જોવા મળી રહયો છે ત્યારે દ્વારકાધીશ મંદિરના નિજ મંદિરમાં હોળાષ્ટકથી આજપર્યત ભગવાન દ્વારકાધીશજીની સન્મુખ શ્રુંગાર આરતી તથા સાંજે સંધ્યા આરતીમાં હજારો ભાવિકોની ઉપસ્થિતિમાં અબીલ ગુલાલની છોળ સાથે ફુલડોલ ઉત્સવને વધાવવામાં આવી રહયો છે. દ્વારકાધીશજી મંદિરમાં સામાન્ય […]

Gujarat

ફુલડોલ ઉત્સવના પદયાત્રીઓના અંતિમ રાઉન્ડનું પ્રસ્થાન

દ્વારકા ફુલડોલ ઉત્સવમાં ભાગ લેવા માટે પગપાળા જતા યાત્રાળુનો શુક્રવારે સવારથી અંતિમ રાઉન્ડ વિશાળ સંખ્યામાં જવા નીકળ્યો હતો. ખંભાળીયાના વાડી વિસ્તારો, ખંભાળીયા તાલુકાના લોકો તથા ખાવડી, વાડીનાર પટ્ટીના લોકો તથા જામનગર રોડ પરના ગામોના લોકો એટલી મોટી સંખ્યામાં નીકળી પડ્યા હતા કે અનેક સ્થળે કેમ્પોમાં પણ કતારો લાગી ગઈ હતી. રાજકોટ ભરવાડ ગ્રુપના સેવાર્થીઓ પાંચ […]

Gujarat

જામનગરમાં ડબલ્યુ.એચ.ઓ.-જી.સી.ટી.એમ.ની પ્રથમ ટેક્નિકલ સંકલન બેઠકનું આયોજન

ભારતમાં ‘વૈશ્વિક તકનીકી સંકલન બેઠકનું’ આયોજન થયું હતું, ત્યારબાદ જામનગરમાં ટ્રેડિશ્નલ મેડિસિન સેન્ટર(TMC)ની ઈન્ટ્રીમ કચેરી ખાતે WHOની આંતરિક સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. વર્ષ 2023માં ગાંધીનગર ખાતે યોજાયેલી વિશ્વની સૌ પ્રથમ WHO ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સમિટ દ્વારા નિર્ધારિત કામગીરી માટેની કાર્યસુચીને અનુસરીને, વિશ્વના છ વિવિધ ખંડો-પ્રદેશોમાંથી 31 દેશોના 65 નિષ્ણાતો એ WHO TMC કાર્ય […]

Gujarat

પોલીસે ત્રણ આરોપીઓ સાથે સિલિન્ડર, ટેન્કર સહિત 32.29 લાખનો મુદામાલ કબ્જે કર્યો

જામનગર જીલ્લા પોલીસવડા પ્રેમસુખડેલુએ જામનગર જીલ્લામાં ચાલતી અસામાજીક પ્રવૃતી કરતા ઇસમો વિરુધ્ધ અસરકારક કામગીરી કરવા સુચના કરેલ જેઅંગે જામનગર ગ્રામ્ય વિભાગના નાયબ પોલીસ અધિક્ષક આર.બી.દેવધા તથા ધ્રોલ સર્કલ પીઆઈ એ.આર. ચૌધરી, પીએસઆઈ પી.જી. પનારાની સુચના મુજબ સ્ટાફના માણસો ધ્રોલ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. દરમિયાન ધ્રોલ પોલીસ સ્ટાફના પો.કોન્સ રાજેશભાઈ મકવાણાને બાતમી મળેલ કે જામનગર-રાજકોટ હાઈવે રોડ, […]

Gujarat

મોટી હવેલીમાં શ્રીકૃષ્ણના વિરહમાં ગોપીઓએ ઉજવેલા રાળ ઉત્સવમાં વૈષ્ણવો ઉમટ્યા

પુષ્ટી સંપ્રદાયમાં ફાગણ સુદ એકાદશીથી પૂર્ણિમા સુધી હોળી પૂર્વેનાં દિવસોમાં રાળ ઉત્સવ ઉજવવાની સદીઓ જૂની પરંપરા છે. વૈષ્ણવ સંપ્રદાય અનુસાર રાળ ઉત્સવ વિરહનો ઉત્સવ છે. ભગવાન શ્રીકૃષ્ણના વિરહમાં ગોપીઓ રાળ ઉત્સવની ઉજવણી કરી હતી. આ પરંપરા આજે પણ યથાવત છે. હોળી આસપાસનાં દિવસોમાં મિશ્ર ઋતુ હોય રાળની અગ્નિ વાતાવરણને શુદ્ધ કરતી હોય તેનું વૈજ્ઞાનિક મહત્વ […]

Gujarat

શ્રીમતી વી. ડી. ઘેલાણી મહિલા આર્ટસ કોલેજ સાવરકુંડલામાં ટી.વાય.બી.એ.નો વિદાય સમારંભ યોજાયો

શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી વી.ડી. ઘેલાણી મહિલા આર્ટસ કોલેજમાં પ્રિન્સિપાલ ચાવડા સાહેબના માર્ગદર્શન હેઠળ વિદાય સમારંભ યોજાયો હતો.સાથે સાથે વર્ષ  દરમ્યાન વિવિધ વિષય વર્તુળ અંતર્ગત યોજાયેલ સ્પર્ધાઓના વિજેતાઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા.વિદાય પ્રસંગે સેમેસ્ટર -૨ માંથી ટાપણિયા હિરલ તેમજ સેમેસ્ટર -૪ માંથી મેવાડા મૈત્રી અને વાઘેલા હેતલએ પોતાના પ્રતિભાવો વ્યક્ત કર્યા હતા. […]

Gujarat

ગીર ગઢડાના શાણા વાંકિયા ગામે રબારી સમાજના કુળદેવી ચારમઢ વાળા માતાજીના સાનિધ્યમાં આવેલા ડુંંગરાઓ પૈકીના હોલિકાના ડુંગર ઉપર ઇકો ફેન્ડલી હોળી વર્ષોથી દરવર્ષે પ્રગટાવવામાં આવે છે

જગ પ્રસિદ્ધ શાણા વાકિયા ગામે આવેલા શાણા  ડુંગર યાત્રા ધામમાં  ગ્રેનાઇટના આવેલા ડુંગરાઓમાં જગપ્રસિદ્ધ ચાર મઢ વાળા માતાજીના મંદિર આસપાસ ડુંગરાઓની હારમાળામાં માતાજીના જ્યાં બેસણા છે એ ડુંગરની સામે આવેલા હોળીનાં ડુંગર નામે ઓળખાતા ડુંગર ઉપર સેંકડો વર્ષોથી ઇકો ફ્રેન્ડલી હોલિકા પ્રગટાવવામાં આવે છે માતાજીના મઢે વર્ષ દરમિયાન વધેરાતા સેંકડો શ્રીફળના છાલાનાં ઢગલામાંથી ૧૧ શ્રીફળ […]