ભચાઉમાં આરકેએસકે પ્રોગ્રામ અંતર્ગત બેસ્ટ પીયર એજ્યુકેટર ઍવોર્ડ તેમજ આયુષ્ય માન ભારત અંતર્ગત સ્કૂલ હેલ્થ એન્ડ વેલનેસ પ્રોગ્રામના બેસ્ટ એમ્બેસેટરને ઍવોર્ડ આપવાનો કાર્યક્રમ યોજાયો હતો. ભચાઉ તાલુકાની શાળામાંથી ચાર શિક્ષકોને બેસ્ટ એમ્બેસેટરનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. જેમાં પુજાબેન ઓઝા, ગુણાતીપુર પ્રા. શાળા, નિર્મલ સુતરીયા, ગઢડા પ્રા. શાળા, અંકિતાબેન પટેલ, સામખીયારી ગર્લ્સ પ્રાઈમરી સ્કૂલ, રોશનીબેન પ્રજાપતિ, […]
Author: JKJGS
શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા માર્ચ એન્ડીંગની રજાઓ જાહેર કરાઈ; તા. 23 માર્ચથી 31 માર્ચ સુધી યાર્ડમાં રજા રહેશે
યાર્ડની અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર, તા. 23 માર્ચથી તા. 31 માર્ચ સુધી યાર્ડમાં અનાજ વિભાગમાં રજા જાહેર કરવામાં આવી છે. તા. 22ને શુક્રવારે સવારે 9 સુધી જ આવક આવવા દેવાશે. બાદમાં આવક બંધ કરવામાં આવશે અને ઉતરાઈ કરવા દેવાશે નહીં. તા. 23ને શનિવારે પેન્ડીંગ માલની હરાજી કરાશે. જ્યારે તા. 31 માર્ચને રવિવારે બપોરે 4 કલાકથી […]
વીંછિયાના પરીક્ષા કેન્દ્રમાં વિજિલન્સ સ્ક્વોડએ નિરાંતે પાન માવા ખાધા, મોબાઇલમાં આરામથી વીડિયો જોયા!
વીંછિયા પંથકમાં બોર્ડની પરીક્ષામાં વિજિલન્સ સ્ક્વોડએ પરીક્ષા આપતા છાત્રોને માનસિક રીતે હેરાન તો કર્યા જ હતા સાથે સુપરવાઇઝર સાથે ગેરવર્તન કર્યું અને ઉપરથી પરીક્ષા કેન્દ્રની લોબીમાં પાન-માવા ખાઈને મોબાઈલમાં વિડીયો નિહાળતા હોવાનો સનસનીખેજ આક્ષેપ વાલી મંડળે કરી વિજિલન્સ સ્ક્વોડ સામે શિક્ષાત્મક રાહે પગલાં લેવા માંગણી ઉઠાવી છે. વાલી મંડળના પ્રમુખ જગદીશભાઈ દિયાળભાઈ માથોળીયાએ જિલ્લા કલેકટર […]
ઉપલેટામાં 100 વર્ષ કરતા જૂના મોજ નદીના પુલ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી, રિપોર્ટ આવ્યા બાદ કલેક્ટરનો નિર્ણય
રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરની મોજ નદી પર આવેલા અંદાજિત 100 વર્ષ કરતા પણ વધારે જૂના રાજાશાહી વખતના પુલના નિરીક્ષણ બાદ રાજકોટ જિલ્લા કલેક્ટરે આ પુલ પરથી ભારે વાહનોને પ્રતિબંધ ફરમાવતો હુકમ કર્યો છે. રસ્ટેબિલિટી રિપોર્ટ આવ્યા બાદ નિર્ણય લેવાયો ઉપલેટા શહેરની મોજ નદી પર આવેલા પુલનું થોડા સમય પહેલા સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ ઈન્સ્ટિટયુટ ઓફ […]
જામનગરના ખંભાલીડામાં વાડીમાં ધમધમતા જુગારધામ પર LCB ત્રાટકી, 3.28 લાખના મુદ્દામાલ સાથે 9 જુગારીઓને ઉઠાવી લીધા
જામનગર તાલુકાના ખંભાલીડા ગામમાં આવેલી એક વાડીમાં જુગારધામ ચાલી રહ્યું છે, અને આસપાસના વિસ્તારના લોકો ગંજીપાના વડે જુગાર રમી રહ્યા છે, તેવી બાતમીના આધારે એલસીબી ની ટુકડી એ દરોડો પાડી નવ આરોપીઓને ઝડપી લીધા છે અને તેઓ પાસેથી રોકડ રકમ સહિત રૂપિયા 3,28,000 ની માલમતા કબજે કરી છે. જામનગર તાલુકાના ખંભાલીડા ગામમાં રહેતા મહરાજસિંહ જ્યવંતસિંહ […]
ભીમવાસ વિસ્તારમાં આવેલ ભંગારના વાડામાં લાગી આગ
જામનગર શહેરમાં છેલ્લા 24 કલાકમાં જુદા જુદા બે આગના બનાવો બાદ શુક્રવારે સવારે ભંગારના વાડામાં આગ લાગી હતી. જેને ફાયરબ્રિગેડ 3 ગાડીઓનું ફાયરીંગ કરી આગને કાબુમાં કરી હતી. જામનગરના જુના રેલવે સ્ટેશન પાસે ભીમવાસમાં આવેલા ભંગારના વાડામાં આગ ફાટી નીકળી હતી.જે આગને પગલે આસપાસના રહેવાસીઓ ધર બહાર દોડી આવ્યા હતા. આગની જુવાળાઓ દૂર દૂરથી દેખાતી […]
ફુલડોલ ઉત્સવના માહોલ સાથે સવારે મંગલાથી શયન સુધી ભાવિકોની ઉમટતી ભીડ
યાત્રાધામ દ્વારકાના આંગણે આગામી તા.25મીના રોજ ફૂલડોલ ઉત્સવને હવે ગણતરીના કલાકો જ બાકી છે ત્યારે ભાવિકોના અભૂતપુર્વ પ્રવાહને લક્ષમાં લેતા તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહયો છે. સોમવારે બપોરે જગતમંદિરમાં ફૂલડોલ ઉત્સવ મનાવાશે.ત્યારે ઉત્સવમાં સહભાગી બનવા માટે ગુજરાત સહિત દેશના જુદા જુદા પ્રાંતમાંથી લગભગ ત્રણ લાખ જેટલા યાત્રાળુઓ પદયાત્રા કે વાહન મારફતે […]
ખંભાળિયાને મે માસ સુધી ચાલે તેટલું પાણી ઉપલબધ, બાદમાં નર્મદાના નીર અપાશે
દેવભૂમિના મુખ્ય મથક ખંભાળિયા શહેરમાં ધીરે ધીરે ઉનાળાનો પગરવ થઇ રહયો છે ત્યારે પાલિકા દ્વારા શહેરમાં હાલ એકાંતરા 40થી 50 મિનિટ પાણી વિતરણ થઇ રહ્યુ છે.હાલ એકંદરે પાણીની સ્થિતિ સારી છે.ખંભાળીયામાં ઘી ડેમમાં હાલ 8 ફૂટ જેટલો પાણીનો સંગ્રહ હોય,ફૂલવાડીમાં બોર-હેડ વર્કસ મારફત શહેરમાં પાણી આપવામાં આવી રહ્યું છે. ત્યારે પાલિકા તંત્ર દ્વારા જાણવા મળતી […]
ખંભાળિયામાં ઝાકળ ભીની સવાર
ખંભાળિયામાં ઝાકળ ભીની સવાર ખંભાળિયા પંથકમાં આજરોજ વહેલી સવારે વાતાવરણમાં ઘેરી ઝાંકળ ઉતરી આવી હતી. ખંભાળિયા તાલુકામાં આજે ચઢતા પહોરે સાડા પાંચેક વાગ્યેથી ગાઢ ધુમ્મસનું સામ્રાજ્ય છવાયું હતું. આ ધુમ્મસના કારણે ખાસ કરીને વાહન ચાલકો ચાર-પાંચ ફૂટ દૂર સુધી પણ જોઈ ન શકતા તેઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આ ઝાકળના પગલે વહેલી સવારે […]
જેતપુર તાલુકા પંચાયત કચેરીમાં TDOની ખુરશી પર બેસી ભાજપના મહિલા નેતાઓનું ફોટો સેશન,સોશ્યલ મીડિયામાં ફોટા વાયરલ
તાલુકા વિકાસ અધિકારી જયદીપ વણપરીયા ફોટો સેશન મામલે મૌન. TDO નાં સ્થાને ભાજપ મહિલા નેતાઓ સત્તારૂઢ થઇને ફોટા સેશન મુદ્દે તટસ્થ તપાસની લોકમાંગ. જેતપુરમાં રાજકોટ રોડ પર આવેલ તાલુકા પંચાયત કચેરીમાં તાલુકા વિકાસ અધિકારીની ચેમ્બરમાં ભાજપનાં તેમજ કારોબારી ચેરમેન મહિલા નેતાઓ અધિકારીની ખુરશીઓ પર બેસીને ફોટો સેશનના ફોટા વાયરલ થયા હતા.આ મમાલે તાલુકા પંચાયત અધિકારી […]










