ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકરના ઘરે તૈનાત સુરક્ષા ટીમનો એક પોલીસ કોન્સ્ટેબલે મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લામાં કથિત રીતે આત્મહત્યા કરી હતી. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, રાજ્ય રિઝર્વ પોલીસ ફોર્સ (એસઆરપીએફ)માં તૈનાત પ્રકાશ ગોવિંદ કાપડે (૩૯) એ વહેલી સવારે સરકારી બંદૂકથી પોતાને ગોળી મારી દીધી હતી. કાપડે ગયા અઠવાડિયે પરિવાર સાથે તેના વતન […]
Author: JKJGS
દહેજની માંગ કરતી વખતે પત્નીને તેના પિયરમાં રહેવા દબાણ કરવું એ માનસિક ક્રૂરતા છે. વૈવાહિક જીવન બચાવવા માટે મૌન રહેવું એ ઉમદા કાર્ય છેઃ મધ્ય પ્રદેશ હાઇકોર્ટ
દહેજભૂખ્યા અને નીચલી માનસિકતા ધરાવતા પરિવારોને આકરી લપડાક આપતાં મધ્યપ્રદેશ હાઈકોર્ટે દહેજને લઈને એક મોટો ચુકાદો જાહેર કર્યો છે. હાઈકોર્ટે કહ્યું કે દહેજની માંગ કરતી વખતે પત્નીને તેના પિયરમાં રહેવા દબાણ કરવું એ માનસિક ક્રૂરતા છે. વૈવાહિક જીવન બચાવવા માટે મૌન રહેવું એ ઉમદા કાર્ય છે. આ કેસમાં પત્નીએ તેના પતિના પરિવાર પર દહેજ માટે […]
રાહુલ ગાંધીની જાહેર સભામાં આવેલા એક વૃદ્ધ કોંગ્રેસ સમર્થકને અકસ્માત થતાં પ્રિયંકા ગાંધી વાડ્રા હોસ્પિટલમાં રાત્રે મળવા પહોંચ્યા
ઉત્તર પ્રદેશના રાયબરેલી ખાતે લાલગંજમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની જાહેર સભામાં આવેલા એક વૃદ્ધ કોંગ્રેસ સમર્થકના પગ પર કોલેજની દિવાલનો થાંભલો પડયાની ઘટના બની હતી જેમાં વૃદ્ધ વ્યક્તિના પગમાંથી લોહી નીકળ્યું હતું. તેમને સારવાર માટે લખનૌ ટ્રોમા સેન્ટરમાં રિફર કરવામાં આવ્યા હતા. જ્યાંથી યોગ્ય સારવાર ન મળતા પરિવારે વૃદ્ધને જેલ રોડ પર સ્થિત ર્નસિંગ હોમમાં […]
પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હડાદ દ્વારા પત્રિકાનું વિતરણ; મેડિકલ કેમ્પ કરી જરૂરિયાતવાળા લાભાર્થીઓને સારવાર આપી
સરકાર થકી લોકોના સ્વાસ્થ્યને જાળવી રાખવા અને લોકોને સ્વાસ્થ્ય સબંધી જરૂરી માહિતી અંગે અનેકો કાર્યકમો અને જાગૃતિ અભિયાન ચલાવવામાં આવતા હોય છે. ત્યારે આજે દાંતા તાલુકામાં ડેન્ગ્યુ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સાહેબ અને જિલ્લા એપેડેમિક અધિકારી અને તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. કિરણ ગમારના માર્ગદર્શન હેઠળ 16 મે -વિશ્વ ડેન્ગ્યુ દિવસ […]
પીસાવાડા ગામની પ્રાથમિક શાળામાં સમર કેમ્પનું આયોજન કરાયું
પીસાવાડા પ્રાથમિક શાળામાં રજાઓમાં મજાની નવી પ્રવૃત્તિઓ દ્વારા બાળકોમાં સર્જનાત્મકતાનો વિકાસ થાય એ હેતુથી શાળામાં હાલ હીરાલાલ ભગવતી ચેરિટેબલ ટ્રસ્ટ અને અગસ્ત્ય ફાઉન્ડેશન દ્વારા સમર કેમ્પ ચાલી રહ્યો છે. જેમાં સેન્ડ આર્ટ, પાંદડા દ્વારા ચિત્ર સર્જન, ગણિત કોયડા, ક્રાફટ કામ જેવી અનેક પ્રવૃત્તિઓની રમતો દ્વારા શિક્ષણ જ નહિ પણ ખરા અર્થમાં બાળકોમાં માનસિક શક્તિનો વિકાસ […]
શીલજથી સાયન્સ સિટી, સરખેજથી બોપલ-આંબલી રોડ જવાનું સરળ થયું, ચાર લેનનો રસ્તો બની ગયો
મ્યુનિ.એ આર્યમાન બંગલોઝથી હેબતપુર ગામ સુધીનો અંદાજે 1.20 કિમીનો રોડ, એરોઝ ફૂડથી ફ્લોરેન્સ એટ-9 બોડકદેવ સુધીનો 1 કિમીનો રોડ અને નારોલ ટર્નિંગથી સદાની ધાબા સુધીનો 1.5 કિમીનો રોડ 24 કલાકમાં તૈયાર કરી દીધો છે. આર્યમાન બંગલોઝથી હેબતપુર ગામ સુધીનો રોડ તૈયાર થઈ જતાં શીલજના રહીશોએ સાયન્સ સિટી જવા માટે 2 કિમી ફરવું પડશે નહીં અને […]
કાનમાં જોવા મળ્યો એશનો ‘ગોર્જિયસ’ લૂક, તૂટેલાં હાથ સાથે વોક કર્યું, દીકરી આરાધ્યા માની મદદે ખડેપગે
ઐશ્વર્યા રાય બચ્ચન કાન 2024માં ભાગ લેવા ફ્રાન્સ પહોંચી ગઈ છે. રેડ કાર્પેટ પર ઐશ્વર્યા પહેલીવાર બ્લેક ગાઉનમાં જોવા મળી હતી. હાથમાં પાટો હોવા ઐશ્વર્યાએ સારી રીતે વોક કર્યું હતું. ગાઉન કેરી કરવા માટે તેની પુત્રી આરાધ્યા ઉપરાંત 4 લોકોની ટીમ સામેલ હતી. તેમના ગ્લેમ સ્ક્વોડના ગ્રુપે લોન્ગ ડ્રેસ ટ્રેઈનને પકડીને તેમને રેડ કાર્પેટ પર […]
અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદથી થેયલા નુકસાન અંગે સર્વે કરી યોગ્ય સહાય ચુકવવાની માંગ કરાઈ
રાજ્યમાં હવામાન વિભાગની આગાહીને પગલે અનેક વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો છે. ત્યારે અમરેલી જિલ્લામાં પણ છેલ્લા ત્રણથી ચાર દિવસથી કમોસમી વરસાદ પડી રહ્યો છે જેના કારણે ખેતી પાકો સહિતમાં નુકસાન જોવા મળ્યું છે. અમરેલી બાબરા લાઠી ખાંભા વિસ્તારમાં વરસાદના કારણે નુકસાન જોવા મળી રહ્યું છે. ખેતી, રહેણાંક મકાનની દીવાલો ધરાશાયી થઈ, વીજપોલ ધરાશયી સહિતની ઘટનાઓ […]
દ્વારકામાં શ્રીમદ સત્સંગિજીવન પંચાન્હ પારાયણ યોજાશે
યાત્રાધામ દ્વારકાના સ્વામિનારાયણ આશ્રમમાં 26મી મેથી પ્રથમ વાર્ષિક પાટોત્સવ અંતર્ગત શ્રીમદ્ સત્સંગિજીવન પંચાન્હ પારાયણ યોજાશે. યાત્રાધામ દ્વારકામાં નાગેશ્વર રોડ પર આવેલા શ્રી સ્વામિનારાયણ આશ્રમ ખાતે વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપક્રમે દેવભૂમિ દ્વારકામાં બિરાજમાન ઘનશ્યામ મહારાજ આદિ દેવોના પ્રથમ વાર્ષિક પાટોત્સવ નિમિત્તે આગામી તા.26ને રવિવારથી તા.30 ને ગુરૂવાર સુધી શ્રીમદ્ સત્સંગિજીવન પંચાન્હ પારાયણનું ભવ્ય આયોજન કરાયુ છે. […]
અંજારમાં પાલિકાએ કહ્યુ ‘પાણી તો ભરાશે જ’!
અંજાર નગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં પ્રિમોન્સૂનના ભાગરૂપે ગટરલાઇન અને નાળા સફાઇન સહિતની સફાઈની કામગીરી જોરશોરથી ચાલી રહી છે. પણ દર વર્ષે ચોમાસામાં કરવામાં આવતી આ કામગીરી જ્યારે વરસાદ વરસે છે ત્યારે ટાણા ઉપર જ ખાસ કરીને સોસાયટી વિસ્તારો માટે કોઇ કામની નથી રહેતી અને દર વર્ષે અમુક સોસાયટીઓ પાણી પાણી થઇ જતી હોય છે. […]










