જસદણના લાતીપ્લોટને જોડતા બ્રિજ પરથી વાહનોની આવાગમન પાલિકા દ્વારા ફરીવાર સદંતર બંધ કરી દેવામાં આવી હતી અને વાહનચાલકોને ડાઈવર્ટ રૂટ પરથી જવાનું રહેશે તેવું જાહેરનામું જસદણ પ્રાંત અધિકારી અને સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટએ બહાર પાડ્યું હતું. તેમ છતાં અમુક લોકો દ્વારા આ બ્રિજને ખુલ્લો કરી રાહદારીઓ અને વાહનચાલકોનું આવાગમન ફરીથી ચાલુ કરી દેતા લોકોના જીવ જોખમમાં […]
Author: JKJGS
જામનગરમાં તોફાની પવન , લાલપુરમાં હળવો વરસાદ
જામનગર-દેવભૂમિ સહિત રાજયમાં કમૌસમી વરસાદની આગાહી વચ્ચે ગુરૂવારે સવારથી અસહ્ય ઉકળાટ બાદ બપોરે વાતાવરણમાં પલટો આવ્યો હતો.શહેરમાં તોફાની પવન ફૂંકાતા ધૂળની ડમરીઓ ઉડી હતી.બહુમાળી ઇમારતનો સાઇન બોર્ડ પર ધ્રુજી ઉઠયા હતા.જયારે લાલપુરમાં બપોરે શરૂ થયેલા હળવા ભારે વરસાદી ઝાપટાઓએ માર્ગો પર પાણી વહાવ્યા હતા. ખંભાળિયા ગ્રામ્ય પંથકમાં પવન સાથે વરસાદના વાવડ મળ્યા છે. જામનગરની ભાગોળે […]
કાલાવડના આણંદપરના ખેડૂત પાસે 15 લાખની ખંડણી માંગી ધમકી દીધાની બે શખ્સ સામે પોલીસમા ફરિયાદ નોંધાતા ચકચાર
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના આણંદપર ગામના ખેડૂત પિતા-પુત્ર પાસે બે શખ્સોએ રૂપિયા 15 લાખની ખંડણી માંગતાં બંને સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. ખેડૂતને જમીનના વેચાણના ચાર કરોડ રૂપિયા આવ્યાં હોવાની બંનેને જાણકારી મળી હોવાથી ખંડણી માગી હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર કરાયું છે. જે બંને આરોપીઓને પોલીસ શોધી રહી છે. આ ફરિયાદ અંગેના બનાવની વિગત […]
ઉના શહેરમાં નાઘેર પાઉંભાજીની દુકાનમાં કાર ધડાકાભેર ધુસી ગઈ…એક વૃદ્ધનું ધટના સ્થળે મોત..એક પરિવાર અમદાવાદ થી દિવ જતાં ત્યારે ઘટના બની
ઉના શહેરમાં ખાઉદી ગલી પાસે આવેલ નાઘેર પાઉંભાજીની દુકાનમાં વહેલી સવારે કાર ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતા ધડાકાભેર કાર દુકાનમાં ધુસી ગઈ હતી. દુકાન બહાર સૂતેલા એક વૃદ્ધ ઉપર કાર ફળી વળતા તેમનું ધટના સ્થળે મોત નિપજ્યું હતું. અમદાવાદ રહેતો પરિવાર રાત્રિના કાર નં. જી જે 06 પી આર 2526માં નીકળેલ અને ઉના થી […]
ડાકણના વહેમમાં વૃદ્ધાને મોતને ઘાટ ઉતારનાર મહિલા આરોપીને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે
પ્રાપ્ત માહિતી અનુસાર ડાકણના વહેમમાં વૃદ્ધાને મોતને ઘાટ ઉતારનાર મહિલા આરોપીને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે… છોટાઉદેપુરના ખડખડ ગામે બે વર્ષ પૂર્વે ઘટના બની હતી…. પોતાની દીકરીનું કુદરતી મોત નિપજતા વૃદ્ધા હિંગળી રાઠવા ઉપર ડાકણ હોવાનો વહેમ હતો… હિંગળી રાઠવા ડાકણ છે… અને એજ મારી દીકરીને ખાઈ ગઈ તેવો વહેમ રાખી વૃદ્ધા હિંગળી રાઠવાને […]
છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના વડદલી ગામે ગૌચરની જમીનમાં ગેરકાયદેસર રેતીનું ખનન અટકાવવા બાબતે ગ્રામજનોએ નિવાસી અધિક કલેક્ટરને આવેદન પત્ર આપ્યું હતું
છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના વડદલી ગામે ગૌચરની જમીનમાં ગેરકાયદેસર રેતીનું ખનન અટકાવવા બાબતે મોટી સંખ્યામાં ગ્રામજનોએ નિવાસી અધિક કલેક્ટરને આવેદન પત્ર આપ્યું હતું… અને તેઓએ નિવાસી અધિક કલેકટરને આવેદન પત્ર આપી ગેરકાયદેસર રેતીનું ખનન અટકાવવા માંગ કરી હતી.
છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર ગામ નજીકથી પસાર થતી ભારજ નદી ઉપરના પૂલના પાયા બેસી જતા નદી માંજ તંત્ર દ્વારા 2.37 કરોડ ના ખર્ચે ડાયવર્ઝન બનાવી દેવામાં આવ્યું
પરંતુ બ્રિજનું રીનોવેશન કરવામાં ન આવતા લોકોમાં નારાજગી જોવાઇ રહી છે….. જે ડાયવર્ઝન બનાવ્યું છે…. તે ફક્ત ચોમાસાનું પાણી નદીમાં આવે ત્યાં સુધીજ ઉપયોગમાં આવશે…. ફરી અગાઉની માફક રાહદારીઓને 30 કિમીનો ચકરાવો લગાવવો પડશે…. તેવી ચિંતા લોકોને સતાવી રહી છે…. *ગયા વર્ષે ભારાજ નદીમાં ભારે પુર આવ્યું હતું…. જેને લઈ નેશનલ હાઇવે નબર 56 ઉપરના […]
દીપક ફાઉન્ડેશન વડોદરા દ્વારા જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર ખાતે ન્યુટ્રીશન કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો
દીપક ફાઉન્ડેશનના ઉપક્રમે જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર ખાતે ટીબીના 26 જેટલા ટીબીના દર્દીઓ માટે ન્યુટ્રિશન કીટ વિતરણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.કાર્યક્રમમાં જિલ્લા ક્ષય અધિકારી ડો. ભરતસિંહ ચૌહાણ, જિલ્લા ક્ષય વિભાગના મેડીકલ ઓફીસર ડો કુલદીપ શર્મા, જિલ્લા આરોગ્ય ટ્રેનીગ સેનટરના મેડીકલ ઓફીસર ડો આસીષ બારીયા ,જિલ્લા તાલુકા આરોગ્ય અધિકારી ડો મનહર રાઠવા સહિત જિલ્લા ક્ષય કેન્દ્ર, […]
છોટાઉદેપુર જિલ્લામાં આવેલ એકલવ્ય તીરંદાજી એકેડેમીની છોટાઉદેપુર જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીએ મુલાકાત લીધી હતી
છોટાઉદેપુર જિલ્લામાં આવેલ એકલવ્ય તિરંદાજી એકેડેમીની મુલાકાત છોટાઉદેપુર જિલ્લા કલેકટર અનિલ ધામેલીયા અને જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમારે લીધી હતી. જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીએ મુલાકાત લઈને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીની સાથે સંસ્થાના પ્રમુખ દિનેશભાઈ ભીલ પણ ઉપસ્થિત રહ્યા હતા.
નકલી કચેરીના મુખ્ય સૂત્રધાર સંદીપ રાજપૂતનું મોત થયું, ગભરામણની ફરિયાદ કરતા હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું
છોટાઉદેપુર જિલ્લામાં નકલી કચેરીના મુખ્ય સૂત્રધાર સંદીપ રાજપૂતનું આજે સાંજે છોટાઉદેપુરની સિવિલ હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ મોત નિપજ્યું છે. છોટાઉદેપુર જિલ્લામાં નકલી કચેરી ખોલી કરોડો રૂપિયાનું કૌભાંડ આચરનાર ટોળકીના મુખ્ય સૂત્રધાર સંદીપ રાજપૂતને આજે સાંજે પોણા છ વાગ્યે અચાનક ગભરામણ થતા જેલ સત્તાવાળાઓને જાણ કરતા તાત્કાલિક તેને છોટાઉદેપુરની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવાયો હતો. જ્યાં […]










