જામનગરમાં છેલ્લા 20 દિવસમાં શાકભાજીના ભાવમાં કીલોએ સરેરાશ રૂ.100 નો વધારો થતા ગૃહિણીઓમાં દેકારો બોલી ગયો છે. જામનગરમાં સામાન્ય રીતે હોળી-ધૂળેટી બાદ ઉનાળાના આકરા તાપની શરૂઆત થતી હોય છે. પરંતુ આ વર્ષે વાતાવરણમાં સતત પલટાની માઠી અસર શિયાળુ પાક પર થતાં શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે. હજુ ઉનાળો શરૂ થયો નથી ત્યાં રોગપ્રતિકારક શક્તિ વધારતા […]
Author: JKJGS
ધારાશાસ્ત્રીની હત્યાના વિરોધમાં વકીલો કોર્ટ કામગીરીથી અળગા
જામનગરના એડવોકેટ હારૂન પલેજાની સરાજાહેર કરપીણ હત્યાના વિરોધમાં વકીલો ગુરૂવારે કોર્ટ કામગીરીથી અળગા રહ્યા હતાં. જામનગર બાર એસોસીએશને આરોપીઓ પકડાઇ નહીં ત્યાં સુધી લડી લેવાનો નિર્ણય કરી તાકીદે એડવોકેટ પ્રોટેક્શન એક્ટ લાવવા માંગણી કરી છે. બેડીમાં એડવોકેટ હારૂન પલેજાની કુખ્યાત સાયચા ગેંગના પંદર શખ્સે સરાજાહેર હત્યા નિપજાવતા જામનગર વકીલ મંડળમાં ભારે રોષની લાગણી ફેલાઇ છે. […]
મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં મંજૂર થયેલા 63માંથી 29 સીસી રોડના કામ
લોકસભાની ચૂંટણી આચારસંહિતના અમલીકરણના પડઘમ વચ્ચે જામ્યુકોની સ્ટેન્ડીંગ કમીટીની વધુ એક બેઠક ગુરૂવારે બપોરે મળી હતી. જેમાં જામનગર-ખંભાળિયા માર્ગ પર રૂ.2.98 કરોડના ખર્ચે સિવીક સેન્ટર બનાવવાના કામને મંજૂરી આપવામાં આવી છે. રૂ.35 કરોડથી વધુના મંજૂર થયેલા 63 માંથી 29 સીસીરોડના કામનો સમાવેશ કરાયો છે. ટીપી સ્કીમ-1 માં મળેલી જમીન મનપાને ફાળવવાની દરખાસ્ત જનરલ બોર્ડમાં મોકલવામાં […]
વડોદરાની મધ્યમાં આવેલું અને આગવી ઓળખ સમું પદ્માવતી શોપિંગ સેન્ટર જમીનદોસ્ત કરાશે
શહેરની આગવી ઓળખ ધરાવતા સ્થળોને પુનઃ પ્રસ્થાપિત કરવા માટે ટીમ વડોદરા દ્વારા કવાયત શરૂ કરવામાં આવી છે. જેના ભાગરૂપે શહેરની મધ્યમાં આવેલ પદ્માવતી શોપિંગ સેન્ટરને જમીન દોસ્ત કરીને તે સ્થળે શહેરીજનોને ઉપયોગી ઇમારત બનાવવામાં આવશે. આગામી દિવસોમાં આ અંગેની દરખાસ્ત સ્થાયી સમિતીમાં લાવવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે. ઓળખ પુનઃ લવાશે શહેરની મધ્યમાં આવેલ સુરસાગરથી […]
ભારત પ્રથમ વખત એશિયન વેઈટલિફ્ટિંગની યજમાની કરશે
ભારતને પહેલી વખત એશિયાઈ વેટલિફ્ટિંગ ચેમ્પિયનશિપની યજમાની મળી ભારતને પહેલી વખત એશિયાઈ વેટલિફ્ટિંગ ચેમ્પિયનશિપની યજમાની મળી છે. આ ચેમ્પિયનશીપ કરાવવા માટે ગુજરાત આગળ આવ્યું છે. આ ચેમ્પિયનશીપમાં ૨૦૨૬માં અમદાવાદ કે પછી ગાંધીનગરમાં આયોજન કરવામાં આવશે. ભારતીય વેઈટલિફ્ટિંગ ફેડરેશનના પ્રમુખ સહદેવ યાદવના જણાવ્યા અનુસાર, તાશ્કંદ (ઉઝબેકિસ્તાન)માં યોજાયેલી એશિયન ચેમ્પિયનશિપ દરમિયાન તેણે એશિયન વેઈટલિફ્ટિંગ માટે બોલી લગાવી […]
ન્યુઝીલેન્ડની ટીમ ૫ ટી ૨૦ મેચની સિરીઝ માટે પાકિસ્તાનનો પ્રવાસ કરશે
વર્લ્ડકપ પહેલા ન્યુઝીલેન્ડની ટીમ ૫ ટી ૨૦ મેચની સિરીઝ માટે પાકિસ્તાનનો પ્રવાસ કરશે. ટી ૨૦ વર્લ્ડકપ જુનમાં વેસ્ટઈન્ડિઝ અને અમેરિકામાં રમાશે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે બુધવારના રોજ ન્યુઝીલેન્ડની સાથે ટી ૨૦ મેચની ડોમેસ્ટ્રીક સીરિઝનું શેડ્યુલ જાહેર કર્યું છે. કીવી ટીમ ૧૮ એપ્રિલ થી ૨૭ એપ્રિલ સુધી પાકિસ્તાનનો પ્રવાસ કરશે. ન્યુઝીલેન્ડ ૧૭ મહિનામાં પાકિસ્તાનમાં આ ત્રીજાે પ્રવાસ […]
મુંબઈ ક્રિકેટ ટીમે વિદર્ભને હરાવી રણજી ટ્રોફી ખિતાબ ૪૨મી વખત જીતી લીધો
મુંબઈ ક્રિકેટ ટીમે ફરી એકવાર રણજી ટ્રોફી ૨૦૨૩-૨૪નો ખિતાબ જીત્યો મુંબઈએ વિદર્ભને હરાવી રણજી ટ્રોફી ખિતાબ ૪૨મી વખત જીતી લીધો છે. મુંબઈની ટીમ રણજી ટ્રોફી ઈતિહાસનો રેકોર્ડ હતો તે ૪૮મી વખત ફાઈનલ રમી રહી હતી. વિદર્ભની ટીમ ત્રીજી વખત ફાઈનલ રમી રહી હતી.હવે મુંબઈએ શાનદાર પ્રદર્શન કરતા રણજી ટ્રોફી ૨૦૨૩-૨૪નો ખિતાબ પોતાના નામે કરી લીધો […]
શ્રીલંકાનો પૂર્વ ક્રિકેટર લાહિર થિરિમાનને કાર અકસ્માત નડ્યો
અક્સ્માત થયો ત્યારબાદથી પંત હજુ સુધી મેદાનમાં પરત ફર્યો નથી. ક્રિકેટના મેદાનમાં પરત ફરવા માટે તનતોડ મહેનત કરી રહ્યો છે ત્યારે વધુ એક ક્રિકેટરના અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. આ વખતે શ્રીલંકાનો પૂર્વ ક્રિકેટર લાહિર થિરિમાન કાર અકસ્માતનો શિકાર બન્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે, ૧૪ માર્ચના રોજ તેની કારનો ગંભીર અકસ્માત થયો છે. […]
૧૦૦મી ટેસ્ટમાં ૯ વિકેટ લીધી, સારું પ્રદર્શન છતાં અશ્વિને પોસ્ટ કરીને પોતાની જ મજાક ઉડાવી
ટીમ ઈન્ડિયાના સ્ટાર સ્પિનર ??રવિચંદ્રન અશ્વિન માટે છેલ્લા કેટલાક દિવસો ખૂબ જ શાનદાર રહ્યા છે. ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝ દરમિયાન તેણે માત્ર ૫૦૦ વિકેટ જ નહીં પરંતુ ૧૦૦ ટેસ્ટનો માઈલસ્ટોન પણ હાંસલ કર્યો હતો. ઉપરાંત, શ્રેણીની ખરાબ શરૂઆતમાંથી બહાર આવીને, છેલ્લી ૨ મેચોમાં તેની જબરદસ્ત બોલિંગે ટીમ ઈન્ડિયાને ૪-૧થી શ્રેણી જીતવામાં મોટી ભૂમિકા ભજવી હતી. […]
ફિલ્મ મેકર લવ રંજને અજય દેવગન સાથે ‘દે દે પ્યાર દે’નો બીજાે પાર્ટ બનાવવાનું એલાન કર્યું
અજય દેવગનની હોરર થ્રિલર ફિલ્મ ‘શૈતાન’ હિટ થવાના માર્ગ પર છે. અજય દેવગનની ‘શૈતાન’ની આગેકૂચ વચ્ચે અજય દેવગનની આગામી ફિલ્મ એનાઉન્સ થઈ છે. ફિલ્મ મેકર લવ રંજને અજય દેવગન સાથે ‘દે દે પ્યાર દે’નો બીજાે પાર્ટ બનાવવાનું એલાન કર્યું છે. આ સાથે તેમણે ૧ મે, ૨૦૨૫ના રોજ ફિલ્મને રિલીઝ કરવાનો ર્નિણય પણ લીધો છે. ૨૦૧૯ના […]










