Gujarat

રવિવારે નેત્રયજ્ઞ, દંતયજ્ઞ તથા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન; શનિવારે ઉર્ષ મુબારકનું આયોજન, શુક્રવારે મજલીસ પણ યોજાશે

રવિવારે નેત્રયજ્ઞ, દંતયજ્ઞ તથા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન ખંભાળિયામાં જામનગર રોડ પર આવેલી માનવ સેવા સમિતિ સંચાલિત એલ.પી. બદીયાણી હોસ્પિટલ ખાતે આગામી રવિવાર તારીખ 12 મીના રોજ સવારે 9થી 11:30 વાગ્યા સુધી વિનામૂલ્યે નેત્રરોગ નિદાન-સારવાર, દંતયજ્ઞ તથા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ શાંતાબેન ગુલાબરાય બદીયાણી ફાઉન્ડેશન, ગાંધી ગ્રુપ ચેરીટેબલ ટ્રસ્ટ તથા […]

Gujarat

ઉપલેટામાં તબેલામાં ઘૂસી વાછરડીનું મારણ કર્યું, દીપડો માનવભક્ષી બને તે પહેલાં પાંજરે પૂરવા ખેડૂતોની માગ

રાજકોટના ઉપલેટામાં કોબાની ગારી તરીકે ઓળખાતા ભાદર નદીકાંઠે આવેલ ખેતરમાં 7 મેની મંગળવારની રાત્રિએ દીપડાએ વિક્રમભાઈ બારૈયાના ખેતરમાં આવેલ તબેલામાં રહેલ વાછરડીને પોતાનો શિકાર બનાવી મારણ કર્યું હતું. આ બનાવ બન્યા બાદ રાત્રે બાજુમાં વિજયભાઈ ડેરના આવેલ કેળના ખેતરમાં રાત્રે દીપડો આરામ ફરમાવતો હોઈ તેવા દૃશ્યો ખેડૂતોએ કેમેરામાં કેદ કર્યા છે. ત્યારે આ વિસ્તારમાં દીપડાના […]

Gujarat

શહેરના ખોડિયાર કોલોનીમાં વીજ પોલ પાસે જ કચરાની ટ્રોલી, અકસ્માતની ભીતી

જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે વિવિધ સ્થળો પર કચરાપેટી મુકવામાં જ આવી છે આ સાથે જ સફાઈ કામદારોને કચરો એકઠો કરવા માટે તમામ વોર્ડ વિસ્તારમાં લોખંડની ટ્રોલી આપવામાં આવી છે. જેના માધ્યમથી તેઓ કચરો એકઠો કરીને કચરાનો નિકાલ કરે છે. પરંતુ આ ટ્રોલી ને કામદારો ગમે ત્યાં મૂકીને જતા રહે છે […]

Gujarat

જામનગરનું સામાન્ય પ્રવાહનું 91.39 ટકા, વિજ્ઞાન પ્રવાહનું 90.34 ટકા પરિણામ આવ્યું, સારૂ પરિણામ આવતા વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ

હાલારના બંને જિલ્લાઓ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ ખુબ સારું આવ્યું છે. જામનગર જિલ્લામાં ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 91.39 ટકા જ્યારે વિજ્ઞાન પ્રવાહનું 90.34 ટકા પરિણામ આવ્યું છે. તે જ રીતે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 95.03 ટકા તેમજ વિજ્ઞાન પ્રવાહનું 88.46 ટકા પરિણામ આવ્યું છે. જામનગર […]

Gujarat

ચૂનાના ભઠ્ઠા પાસે મહિલા તથા તેના પરિવાર પર પ્રાણઘાતક હુમલો

જામનગર શહેરના કિસાન ચોક પાસે આવેલા ચૂનાના ભઠ્ઠા પાસે મહિલાએ મુસ્લિમ યુવક સાથે લગ્ન કર્યા બાદ બાજુમાં રહેતા પાડોશીઓ દ્વારા અવારનવાર મહિલા તથા તેના પુત્રને જ્ઞાતિ વિશે હડધૂત કરી અપમાનિત કરતા મંગળવારે રાત્રે આ બાબતે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી બાજુમાં રહેતા મુસ્લિમ પરિવાર દ્વારા મહિલા, તેના પતિ અને સાસુ પર પ્રાણઘાતક હુમલો કરતા તમામ ઈજાગ્રસ્તોને […]

Gujarat

જેતપુર નજીક પીઠડીયા ટોલનાકા પાસેથી રૂ.૧.૨૭ લાખને અંગ્રેજી દારૂ ઝડપાયો

રૂરલ એલસીબી પીઆઇ વી.વી.ઓડેદરાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ ડી.જી.બડવા અને ટીમની કામગીરી રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડે સમગ્ર જીલ્લામાંથી દારૂ તથા જુગારની બદીઓને ડામી દેવા સુચના આપી હોય જેને અનુસરીને રૂરલ એલસીબીની ટીમે વીરપુર નજીક ટોલનાકા પાસે દારૂ અને કાર મળી કુલ ૪.૦૨ લાખની મતા ઝડપી પાડી ઘોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ […]

Gujarat

માંગરોળમાં શાંતિપુર્ણ માહોલમાં લોકોએ ઉત્સાહ સાથે મતદાન પુર્ણ.13 જુનાગઢ લોકસભા ઉમેદવારોનુ ભાવી Evm માં કેદ

89 માંગરોળ મત વિસ્તારમાં 62.96% મતદાન થયુ. મતદારોમાં મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીના મહાપર્વની ઉજવણી કરી અને દરેક નાગરિકે લોકશાહીને મજબૂત બનાવવા મતાધિકારનો ઉપયોગ કરે તેવો લોકોએ સંદેશો પણ પાઠવ્યો. માંગરોળ શહેરમાં સવાર સાત  વાગ્યાથી મતદારોની લાંબી કતારો લાગી હતી  મતદાન માટે ભાઈ બહેનો યુવાનોથી લઈ ખાસ વૃદ્ધ અને દિવ્યાંગ મતદારો પણ ઉત્સાહપૂર્વક પોતાના પરિવાર જનો […]

Gujarat

જેતપુમાં ઊંઘની દવા તબીબના લખાણ વગર ન મળે કહેતાં મેડિકલ સ્ટોરના કર્મચારી પર હુમલો

જેતપુરના બોખલા દરવાજા વિસ્તારનો બનાવ: મિત ચંદવાણીને હુસેન અજવાણી અને તેના ભાઈ સહિતના શખ્સોએ ઢોર મારમાર્યો: જેતપુર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી જેતપુરના બોખલા દરવાજા વિસ્તારમાં આવેલ મેડિકલ સ્ટોરમાં ઊંઘની દવા લેવાં ગયેલ ત્રણ શખ્સોએ મારામારી કરી હતી. મેડિકલ સ્ટોરના કર્મચારીએ ઊંઘની દવા તબીબના લખાણ વગર ન મળે કહેતાં ઢોર મારમાર્યો હતો. બનાવ અંગે […]

Gujarat

જેતપુરના ધોરાજી રોડ પરનું ફાટક સાત દિવસ બંધ રહેશે

જિલ્લા મેજિસ્ટ્રેટએ જાહેરનામું બહાર પાડ્યું  જેતપુરમાં જ્યાંથી દરરોજ હજારો વાહન અવરજવર કરે છે તેવા ધોરાજી રોડ પરનું રેલ્વે ફાટક પાસે નવા બની રહેલી ઓવરબ્રીજ ની કામગીરીને કારણે 4 દિવસ સુધી બંધ રહેશે. આ રોડ બંધ રહેવાનું દરરોજ અવરજવર કરતા હજારો લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. અને સાતેક કિમી ફરવા કરતા ધોરાજી રોડ પર કોઈ જગ્યાએથી […]

Gujarat

લોકસભાની ચૂંટણી શાંતિપૂર્વક પૂર્ણ થતા અધ્યક્ષ સંકરભાઈ ચૌધરી અને ગૃહ મંત્રી હર્ષ સંઘવી પહોંચ્યા આંબાના ચરણે

        ગુજરાતમાં છેલ્લા બે મહિનાથી લોકસભાની ચૂંટણી પ્રચાર પ્રસાદ જોરથી ચાલી રહ્યો હતો અને સાત મેં ના દિવસે મતદાર યોજાયો હતો ત્યારે લોકસભાની ચૂંટણી શાંતિપૂર્વક પૂર્ણ થતા ગુજરાત વિધાનસભા ના અધ્યક્ષ સંકરભાઈ ચૌધરી અને ગૃહ મંત્રી હર્ષ સંઘવી અંબાજી ખાતે માતાજીના દર્શને પોચીયા હતા અને માતાજીના ચરણે શીશ નમાવી આશીર્વાદ લીધા હતા […]