Gujarat

ગોંડલમાં યોજાયેલા સમારોહમાં ઉમિયાધામ, સરદારધામના પ્રમુખ ઉપસ્થિત

ગોંડલ લેઉવા પટેલ કન્યા કેળવણી મંડળ ટ્રસ્ટ દ્વારા છેલ્લા 25 વર્ષથી ચાલતી શૈક્ષણિક સંસ્થા કન્યા છાત્રાલયમાં હવે આગામી સમયમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું કોલેજ બિલ્ડીંગ નિર્માણ થનાર છે. લેઉવા પટેલ કન્યા કેળવણી મંડળ ટ્રસ્ટ દ્વારા કન્યા છાત્રાલયના દાતાઓનું સન્માન અને સ્નેહ મિલન યોજવામાં આવ્યું હતું. જેમાં પોરબંદર બેઠકના ઉમેદવાર મનસુખ માંડવિયાનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને દાતાઓનું […]

Gujarat

ક્ષમતા 5000ની, અટલ સરોવર માત્ર 3 કલાકમાં 20,000 લોકોથી ‘ઓવરફ્લો’!

રાજકોટ શહેરને અટલ સરોવર તરીકે નવું નજરાણું મળ્યું છે. ખુલ્લું મુકાયાના પ્રથમ રવિવારે જ અટલ સરોવર માનવ મહેરામણથી છલકાઈ ગયું હતું અને આ જ કારણે લોકોને ટિકિટ લેવામા પણ લાંબી કતારો લગાવવી પડી હતી. ક્ષમતા કરતા પણ વધારે લોકો આવી જતા તંત્ર જ વેરવિખેર થઈ ગયું હતું. રવિવાર એટલે રજાનો દિવસ અને તેમાં પણ આકરા […]

Gujarat

ધ્રોલ, કાલાવડ અને જામનગર શહેરના 350 જેટલા હોમગાર્ડસ જવાનોએ બેલેટ પેપર વડે મતદાન કર્યું

જામનગરમા લોકસભા સામાન્ય ચુંટણી- 2024 અન્વયે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીને આખરી ઓપ અપાઈ રહ્યો છે. જિલ્લા પોલીસ તંત્ર, જિલ્લા હોમગાર્ડસ કચેરી તેમજ અન્ય કચેરીઓના કર્મયોગીઓને ચુંટણી ફરજ માટે વિવિધ સ્થળોએ તૈનાત કરવામાં આવ્યા છે. જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન તળે ચુંટણી ફરજમાં રોકાયેલા કર્મચારીગણ તેમનો કિંમતી મત સમયસર પહોંચાડી શકે તે હેતુથી બેલેટ […]

Gujarat

રન ફોર વોટ કેમ્પેઇનમાં શહેરીજનો ઉત્સાહભેર જોડાયા

લોકસભા સામાન્ય ચૂંટણીમાં 7 મેના વધુ મતદાન થાય તે માટે જામનગરમાં 5 મેના સવારે 7 વાગ્યે અજીતસિંહજી ક્રિકેટ પેવેલિયન ખાતેથી રન ફોર વોટ કેમ્પેઇન અંતર્ગત રેલી યોજવામાં આવી હતી. રેલીમાં મતદાન જાગૃતિલક્ષી સંદેશાઓ જેવાકે, મતદાન દરેક નાગરિકની ફરજ, મતદાન જરૂર કરો, મારો મત મારો અધિકાર, મારો મત મારુ ભવિષ્ય જેવા પોસ્ટરો અને બેનરો વિદ્યાર્થીઓ દ્વારા […]

Gujarat

ડભોઇમાં રાજ્ય સર્વેલન્સ ટીમ દ્વારા વાહનોનું સઘન ચેકિંગ

રાજ્ય સર્વેલમ્સ ટીમ દ્વારા લોકસભા ચૂંટણીને લઇ વાહન ચેકીંગ સઘન કરવામાં આવ્યું છે. ચૂંટણી સમયે ઉમેદવાર અને પક્ષ કોઈ આર્થિક કે અન્ય રીતે મતદારોને લોભામણી લાલચ ન આપી શકે તે માટે વાહન ચેકીંગ કરી રહ્યા છે. જુદી જુદી ટીમો ડભોઇ વિસ્તારમાં કાયાવરોહણ, વેગા અને કેલનપુર ચેકીંગ 24 કલાક વાહન ચેકીંગ કરી રહ્યા છે. લોકસભા સામાન્ય […]

Gujarat

જેતપુર તાલુકાના રબારિકા ગામે બની કલ્પનાતીત ઘટના

 મને હવન કરવા કેમ ન બોલાવ્યો કહી ગોરે યજમાનને ધક્કો માર્યો, માથું ટકરાતાં મોત જેતપુર તાલુકાના રબારીકા ગામે  એક અકલ્પનિય બનાવ બન્યો હતો. જેમાં ગામમાં ખાંટ રાજપૂત ક્ષત્રિય સમાજના પારંપરિક કર્મકાંડ કરતા ગોર મહારાજને હવન કરવા ન બોલાવતા ગોર ગુસ્સે ભરાય યજમાન સાથે બોલાચાલી કરી તેને ધક્કો મારતા યજમાનનું માથું જમીન સાથે ટકરાતા તેનું મોત […]

Gujarat

રાજકોટ ગ્રામ્ય પોલીસ જેતપુર ડિવિઝન દ્વારા  74 શખ્સ સામે પાસા હેઠળ કાર્યવાહી કરી, 14685 સામે અટકાયતી પગલા લેવાયા

આગામી વિધાનસભાની ચૂંટણીના ભાગરૂપે આચારસંહિતાની કડક અમલવારી થાય, શહેર વિસ્તારના લોકોની જાનમાલનું રક્ષણ થાય અને લોકો નિર્ભય શાંતિપૂર્ણ રીતે મતદાન કરી શકે તે માટે પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. મતદાન કરતી વખતે કોઈ શાંતિનો ભંગ કરે કે કરાવે નહીં તે માટે અગાઉની વિધાનસભા અને લોકસભા કે અન્ય ચૂંટણીઓ દરમિયાન બનેલા ગુનાઓને ધ્યાનમાં રાખી […]

Gujarat

સોશ્યલ મિડીયા ઉપર વિડીયો મુકવો ભારે પડયો..

ઉનાના માણેકપુર તેમજ પાલડી ગામના શખ્સોએ તલવાર, છરી જેવા હથિયાર સાથે વીડિયો બનાવી સોશ્યલ મીડિયામાં મુકનારાઓને જીલ્લા એસ.ઓ.જી.ટીમે તલવાર સાથે પકડી પાડ્યા. ઉનાના માણેકપુર ગામના શખ્સે તલવાર સાથે વીડિયો બનાવી સોશ્યલ મીડિયામાં મુકયો હતો. જે જીલ્લા એસ.ઓ.જી. ટીમે સોશ્યલ મીડિયામાં વોચ રાખી અલગ અલગ બે શખ્સોને તલવાર તેમજ છરી સાથે જીલ્લા એસ.ઓ.જી. પોલીસે એ બે […]

Gujarat

કાણીયેલ આંગણવાડી ખાતે મતદાન જાગૃતિ કાર્યકમ યોજાયો

કઠલાલ તાલુકાના કાણીયેલ ખાતે લોકો માં જાગૃતિ આવે તમેજ મતદાન કરવા પ્રોત્સાહિત થાય તે અંતર્ગત   મુખ્ય સેવિકા અને સીડીપીઓ દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો.

Gujarat

આશાદીપ દ્વારા ખેડા-આણંદ જીલ્લામાં મતદાર જાગૃતિ કાર્યક્રમ

લોકસભા ચૂંટણી -2024 ને લક્ષમાં લઇને આશાદીપ માનવ વિકાસ કેન્દ્ર વિદ્યાનગર દ્વારા છેલ્લા અઠવાડીયાથી આજદિન સુધીમાં ખેડા જીલ્લાના ઠાસરા, ગળતેશ્વર અને આણંદ જીલ્લાના આંકલાવ, બોરસદ, ખંભાત, તારાપુર જેવા તાલુકાના જુદાજુદા ગામોમાં મતદાર જાગૃતિ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. વધુમાં વધુ લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને લોકશાહીના અવસરમાં સહભાગી બને તેવા ઉદ્દેશ્ય સાથે ચાલેલા આ જાગૃતિ કાર્યક્રમમાં […]