ગીરગઢડાના પિછવી અને હડમડીયા ગામ વચ્ચે ખુલ્લા રેલ્વે ફાટક પર દેલવાડા-જૂનાગઢ રૂટની લોકલ ટ્રેન સાથે ખાનગી ટ્રાવેલ્સ હડફેટે બસ પલ્ટી ખાઈ હતી. આ અક્સ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી. જોકે ખાનગી બસમાં કોઈ મુસાફરો ન હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી. જેમાં ડ્રાઈવરને સામાન્ય ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવેલ. ટ્રેનમા બેઠેલા મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. […]
Author: JKJGS
પાટીલના કાર્યક્રમની બહાર ક્ષત્રિયોનો દેખાવ
જામનગર લોકસભાની બેઠક માટે જામનગર અને દ્વારકાના બુથ પ્રમુખના સંમેલનને ભાજપ પ્રદેશ પ્રમુખે સંબોધન કરીને તેમને 5 લાખથી વધુ લીડથી કેવી રીતે જીતી શકાય તેની ગુરૂચાવી આપી હતી. તો બીજી બાજુ જેમ અંદાજો હતો તેમ ક્ષત્રિય સમાજના યુવકોએ ઓશવાળ સેન્ટરની બહાર કાળા વાવટા ફરકાવી ધરણાં કર્યા હતા. જેને પોલીસ બાદમાં અટક કરી લઈ ગઈ હતી. […]
જામનગર લોકસભા બેઠક પર પ્રથમ દિવસે 57 ફોર્મ ઉપડ્યા, એકપણ ભરાયું નહીં
જામનગર સહિત રાજ્યમાં આજથી લોકસભાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થયું છે, અને ઉમેદવારી પત્ર ભરવાનું આજથી શરૂ કરાયું છે, ત્યારે જામનગર લોકસભાની બેઠક માટે આજે પ્રથમ દિવસે એકીસાથે 57 ફોર્મ ઉપડ્યા હતા.જોકે આજે પ્રથમ દિવસે એક પણ ઉમેદવારે પોતાની ઉમેદવારી કરી નથી, માત્ર 57 ફોર્મ ઇસ્યુ થયા છે. જામનગર લોકસભાની બેઠક માટે ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમ […]
સરકારી અનાજ ગોદામમાં ગાંધીનગરની ટીમ ત્રાટકી
જામનગરના બેડેશ્વર વિસ્તારમાં આવેલ રાજય સરકાર હસ્તકના અનાજના ગોદામોમાં ગાંધીનગરથી ઓચિંતી ચેકીંગ ટૂકડી આકસ્મિક તપાસ અર્થે ત્રાટકી હોવાનું બહાર આવ્યું છે. ગુરૂવાર સાંજથી આ ગોદામોમાં રાખવામાં આવેલ સસ્તા અનાજના રાશનના જથ્થાનું ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. આ પાટનગરથી દોડી આવેલી ટીમ દ્વારા સતત બીજા દિવસે રાત્રિ સુધી તપાસ કામગીરી અવિરત રાખવામાં આવી છે. જેમાં જુદી […]
અમદાવાદના કૃષ્ણનગરમાં રાજપૂત સમાજના 500થી વધુ ભાઈઓ-બહેનોની એક કિલોમીટર લાંબી રેલી, મહિલાઓએ રૂપાલાના નામના છાજીયા લીધા
રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવેલા વિવાદાસ્પદ નિવેદનને લઈ ક્ષત્રિય સમાજ દ્વારા ઠેર-ઠેર વિરોધ પ્રદર્શન અને કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. હવે અમદાવાદના વિવિધ વિસ્તારોમાં પણ ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા વિરુદ્ધ રેલીઓ અને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. આજે સાંજે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલા કૃષ્ણનગર અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલા કૃષ્ણનગર વિસ્તારમાં […]
કાંકરિયા પિકનિક હાઉસ ખાતે ભાજપના મહિલા સંમેલન બાદ દિવાલ પડી, ચાર મહિલા કાર્યકર્તાઓને ઇજા થતા સારવાર માટે ખસેડાઈ
અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર દિનેશ મકવાણાના સમર્થનમાં આજે કાંકરીયા પિકનિક હાઉસ ખાતે ભાજપના મહિલા કાર્યકર્તાઓનું સંમેલન યોજાયું હતું. પિકનિક હાઉસની બહાર મ્યુનિસિપલ કોર્પોરેશનનું ન્યુસન્સ ટેન્કર બહાર નીકળતું હતું. તે દરમિયાન પિકનિક હાઉસની દીવાલને અથડાતા દિવાલ પડી હતી. પિકનિક હાઉસની દીવાલને અથડાતાં દિવાલ ફૂટપાથ ઉપર ઉભેલી મહિલા ઉપર પડી હતી, જેમાં ચાર જેટલી મહિલાઓને […]
સાવરકુંડલા તાલુકાના મેરીયાણામાં ખેડૂતને પીજીવીસીએલ દ્વારા રાતી પાય પણ ના ચૂકવાય….
સાવરકુંડલા તાલુકાના મેરીયાણા મ પરસોત્તમભાઈ મધુભાઈની વાડીએ સર્વિસ વાયર શોર્ટ સર્કિટના કારણે લાગેલી આગમાં ખેડૂતને નુકસાની ભોગવવાનો વારો આવે જેમાં પોતાનું બળદ ગાડું મોટરસાયકલ ભેંસ તેમજ પશુપાલન માટે રાખેલ ચારો અને પોતાની ઘરવખરી અનાજ કઠોળ સામગ્રી બળીને ખાખ થઈ ગયેલ હતી જેની જાણ પીજીવીસીએલના અધિકારીઓને કરતા આજ દિન સુધી ખેડૂતને ફૂટી કોડી પણ મળેલ નથી […]
આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં લઈને છોટાઉદેપુર નગરના સંવેદનશીલ મતદાન મથકોની છોટાઉદેપુર પોલીસે BSFની ટીમ સાથે મુલાકાત કરી.
આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં લઈને સંવેદનશીલ મતદાન મથકોની છોટાઉદેપુર પોલીસે BSFની ટીમ સાથે મુલાકાત કરી હતી. છોટાઉદેપુર નગરના તાલુકા શાળા નંબર બે અને સઈદ નગર ખાતે આવેલ મતદાન મથકની મુલાકાત લઈ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
છોટાઉદેપુર નગરમાં આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાને લઈને બીએસએફની ટીમ સાથે છોટાઉદેપુર પોલીસે નગરમાં ફ્લેગ માર્ચ યોજ્યું.
આજે છોટાઉદેપુર નગરના મુખ્ય માર્ગો પર છોટાઉદેપુર પોલીસે બીએસએફની ટીમ સાથે ફ્લેગ માર્ચ યોજ્યું હતું. નગરમાં શાંતિમય વાતાવરણ રહે જેના માટે ફ્લેગ માર્ચ યોજવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં બીએસએફની ટીમે નગરના ફ્લેગ માર્ચ યોજ્યું હતું.
જેતપુર પાવી પોલીસ દ્રારા ગણનાપાત્ર કેસ કરી કુલ કિ રૂ. ૩,૨૮,૧૬૦ /- નો મુદામાલ કબજે કરવામાં આવ્યો
રાજેંદ્રસિંહ ચુડાસમા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ છોટાઉદેપુર જિલ્લામાં પ્રોહી/જુગારની પ્રવુતિ સદંતર રીતે નેસ્ત નાબુદ કરવા જીલ્લાના તમામ થાણા અમલદાર નાઓને પ્રોહીની ગેર કાયદેસરની પ્રવ્રુતિ /હેરાફેરી કરતા ઈસમો ઉપર વોંચ રાખી અસામાજીક પ્રવ્રુતિ સદંતર રીતે નેસ્તનાબુદ થાય તે રીતેની કાર્યવાહી કરવા જરૂરી સુચનાઓ આપવામાં આવેલ. જે આઘારે ગૌરવ અગ્રવાલ મદદનીશ પોલીસ અધિક્ષક બોડેલી ડીવીઝન તથા […]










