કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણના હસ્તે કઠલાલ ખાતે રૂ. ૩૫ લાખના ખર્ચે નવનિર્મિત આઇ.સી. ડી.એસ. કચેરીના મકાનનું લોકાર્પણ કરવામાં આવ્યું. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના વિકસિત ભારત ૨૦૨૪ ના સંકલ્પને સાકાર કરવા ભારતની આવતીકાલ સમાન નાના ભૂલકાઓના સર્વાંગી વિકાસ માટે પોષણ અને શિક્ષણ પૂરું પાડવા આઇસીડીએસ વિભાગ કટિબદ્ધ છે ત્યારે કઠલાલ ઘટકની આ નવનિર્મિત કચેરી આ વિસ્તારના […]
Author: JKJGS
બયતુલમાલ ટ્રસ્ટ કઠલાલ દ્વારા અનાજ કીટનું વિતરણ કરવામાં આવ્યું
હાલ મુસ્લિમ બિરાદરોનો પવિત્ર માસ રમઝાન શરૂ થઈ રહયો છે.રોજા ઉપરાંત રમઝાન મહિનો દાન આપવાનો પણ મહિનો છે. તેથી તે દરમિયાન કલ્યાણનાં કાર્યોનું બહુ મહત્ત્વ છે.ઇસ્લામના પાંચ પાયાના સિદ્ધાંતોમાં એક સિદ્ધાંત છે જકાત તરીકે ઓળખાતો કર આપવો.ઉપરાંત જરૂરિયાતમંદોને મદદરૂપ થવું એ પણ એક ઈબાદત છે. ત્યારે પાછલા ૨૦ વર્ષથી કઠલાલ બયતુલમાલ દ્વારા મુસ્લિમ સમાજના જરીયાતમંદ […]
છોટાઉદેપુર વિધાનસભાના ધારાસભ્યની રજૂઆતના પગલે રાજ્ય સરકાર દ્વારા છોટાઉદેપુર વિધાનસભાના મતવિસ્તારના બોડેલી તાલુકાના ગામોમાં અંદાજિત રૂપિયા 8 કરોડના નવા પુલ, એપ્રોચ રોડ સહિતના વિકાસના કામોની મંજૂરી અપાઈ
છોટાઉદેપુર વિધાનસભાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા એ રાજ્ય સરકારમાં રજૂઆત કરી હતી. જે રજૂઆતના પગલે રાજ્ય સરકાર દ્વારા છોટાઉદેપુર વિધાનસભા મતવિસ્તારના બોડેલી તાલુકાના ગામોમાં અંદાજિત રૂપિયા 8 કરોડના નવા પુલ, એપ્રોચ રોડ, પ્રોટેક્શન વોલ તથા કોઝવેના વિકાસના કામોની મંજૂરી આપવામાં આવી છે. જે માટે ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા એ રાજ્ય સરકાર અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો આભાર માન્યો […]
જેતપુર પાવીના ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાની રજૂઆત ફળી : કરોડોના વિવિધ વિકાસનાં કામોને મંજૂરી
જેતપુરપાવીના ધારાસભ્ય જયંતિભાઇ રાઠવા દ્વારા પંચાયત હસ્તકના રસ્તાઓ પર હૈયાત કોઝવે તથા નાળાં પર નવાં પુલ તથા રિસરફેસ, નવાં બ્રીજ બનાવવા માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલને રજૂઆત કરી હતી. આ રજુઆતને ધ્યાને લઇને માર્ગ મકાન વિભાગ દ્વારા કરોડોના કામોને મંજુરીની મહોર લગાવી જોબ નંબરની ફાળવણી કરવામાં આવી છે. ધારાસભ્ય જયંતિભાઇ રાઠવાની રજૂઆત બાદ જેતપુરપાવી, બોડેલી, […]
રંગપુર પોલીસ સ્ટેશન વિસ્તારના ખડખડ ગામેથી કિ.રૂ.૯૬,૬૦૦/-નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ
આઇ.જી.શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ સુચના અને માર્ગદર્શન આપેલ કે દારૂ બંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા જીલ્લાના તમામ થાણા અધિકારી તથા તમામ શાખા ઇન્ચાર્જ નાઓને પ્રોહીની ગેરકાયદેસર પ્રવુતી/હેરાફેરી સદંતર રીતે નેસ્ત-નાબુદ થાય તે રીતેની સુચના કરેલ….. જે અન્વયે વી.એસ.ગાવિત પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુરનાઓએ એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસોને ખાનગી રાહે […]
છોટાઉદેપુર લોકસભા મધ્યસ્થ કાર્યાલય બોડેલી ખાતે વિકસિત ભારત મોદી સરકારની ગેરંટીવાળી વિડિઓ વાનનું છોટાઉદેપુર લોકસભા માટે પ્રસ્થાન સાંસદ, જિલ્લા ભાજપ પ્રમુખ અને ધારાસભ્યોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું
છોટાઉદેપુર લોકસભા મધ્યસ્થ કાર્યાલય બોડેલી ખાતે વિકસિત ભારત મોદી સરકારની ગેરંટીવાળી વિડિઓ વાનનું છોટાઉદેપુર લોકસભા માટે પ્રસ્થાન છોટાઉદેપુર લોકસભાના સાંસદ ગીતાબેન રાઠવા,જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા, જેતપુર પાવી વિધાનસભા ધારાસભ્ય જયંતીભાઈ રાઠવા, છોટાઉદેપુર વિધાનસભા ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, સંખેડા વિધાનસભા ધારાસભ્ય અભેસિંહભાઈ તડવી,જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ સહિત જિલ્લા સંગઠનના સૌ પદાધિકારી ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.
૪૬૧ લાખના ખર્ચે એસટી ડેપો-વર્કશોપનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ લિ. દ્વારા વડોદરા એસટી ડિવિઝન પોલીસના બોડેલી ડેપો વર્કશોપના નવા બાંધનાર બિલ્ડિંગનો ખાત મુહર્ત સમારોહ આજે સાંસદ ગીતાબેન રાઠવાના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો હતો. રાજ્ય સરકાર તરફથી નિગમને નવિન ડેપો વર્કશોપના બાંધકામ માટે ફાળવેલ સહાય થકી વડોદરા એસટી વિભાગના બોડેલી મુકામે જૂના અને જર્જરિત બિલ્ડિંગને ડીમોલિશન કરી આરસીસી ફ્રેમ સ્ટ્રકચર […]
આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિતે ડોન બોસ્કો ભૂતપૂર્વ વિદ્યાર્થી સંઘ,લોકસેવા કેન્દ્ર, આરાધના સદન સિસ્ટરસ તરફથી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું
આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિતે ડોન બોસ્કો ભૂતપૂર્વ વિદ્યાર્થી સંઘ,લોકસેવા કેન્દ્ર, આરાધના સદન સિસ્ટરસ તરફથી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં લોકસેવા કેન્દ્ર તરફથી ચાલતી બચત મંડળીઓની સભ્ય બહેનો એ ઉપસ્થિત રહી કાર્યક્રમમાં પરંપરાગત આદિવાસી પહેરવેશમાં સજ્જ થઈ અને ખૂબ જ ઉત્સાહથી ભાગ લીધો હતો. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે જીગિષાબેન રાઠવા જેઓ તડકછલા ખાતે મેડિકલ ઓફિસર […]
બોરસદ ખાતે મહિલા દિન ઉજવાયો
વર્ષ – 2024 માટે ‘ ઇન્સ્પાયર ઇન્ક્લુઝન ‘ એટલે કે મહિલાઓના મહત્વને સમજવા માટે લોકોને જાગૃત કરવા જેવા આંતરરાષ્ટ્રિય થીમ પર તા. 8મી માર્ચથી દેશ દુનિયામાં જુદીજુદી રીતે મહિલાદિનની ઉજવણી ચાલી રહી છે જેના ભાગરૂપે આશાદીપ માનવ વિકાસ કેન્દ્ર વિદ્યાનગર દ્વારા તા. 10મી માર્ચના રોજ સેંટ ઝેવિયર્સ સ્કુલ બોરસદ ખાતે મહિલાદિનની ઉજવણી કરવામાં આવી હતી […]
કઠલાલ ખાતે યુનિક એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત પબ્લિક સ્કૂલનું ખાતમુહૂર્ત.
યુનિક એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ કઠલાલ દ્વારા સંચાલિત કઠલાલ પબ્લિક સ્કૂલના સંગે બુનિયાદ નો કાર્યક્રમ યોજાઈ ગયો. આ પ્રોગ્રામમાં કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ, કપડવંજ ના ધારાસભ્ય રાજેશભાઈ ઝાલા, પૂર્વ ધારાસભ્ય કનુભાઈ ડાભી, મુસ્લિમ સમાજ ના અગ્રણીઓ ,ધર્મગરૂઓ સહિત કઠલાલ તથા આજુબાજુના ગામોમાંથી 5000થી વઘુ મુસ્લિમ જનતાએ હાજરી આપી હતી. પ્રોગ્રામ ની શરૂઆત કુરાને પાકની તકરીર […]










