બનાસકાંઠા જિલ્લામાં લોકસભા ચૂંટણી-2024 દરમિયાન મદદનીશ ઝોનલ તરીકે ફરજ બજાવતા આચાર્ય રાજાભાઇ પટેલનું અવસાન થયું હતું. મોટામેડા પ્રાથમિક શાળાના આચાર્ય રાજાભાઇ પટેલને 23 માર્ચના રોજ થાવર પે સેન્ટર જતી વખતે હૃદયરોગનો હુમલો આવ્યો હતો. જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારી મિહિર પટેલે કલેક્ટર કચેરી, પાલનપુર ખાતે મૃતક શિક્ષકના પત્ની વારીબેન પટેલને 15 લાખ રૂપિયાનો ચેક અર્પણ […]
Author: JKJGS
બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠામાં કેપેસિટી બિલ્ડિંગ વર્કશોપ યોજાયો, 57 અધિકારીઓએ લીધો ભાગ
પાલનપુર કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર મિહિર પટેલના હસ્તે ત્રણ જિલ્લાના હીટવેવ એક્શન પ્લાનનું લોન્ચિંગ કરવામાં આવ્યું. એનર્જી, એન્વાયરમેન્ટ એન્ડ વોટર કાઉન્સિલ (CEEW) દ્વારા રાજ્યના 10 શહેરો માટે હીટવેવ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. આ પ્લાનમાં બનાસકાંઠા જિલ્લામાંથી પાલનપુર શહેરનો સમાવેશ કરાયો છે. કાર્યક્રમ દરમિયાન ત્રણેય જિલ્લાની પુસ્તિકાનું વિમોચન કરવામાં આવ્યું. કલેક્ટર મિહિર પટેલે […]
રામલીલા મેદાનમાં યુવાનોએ આતંકવાદીઓના પૂતળાનું દહન કર્યું
દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં થયેલા આતંકી હુમલાના વિરોધમાં પાલનપુર શહેરમાં લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો છે. પહલ ગામથી છ કિલોમીટર દૂર આવેલા પર્યટક સ્થળે થયેલા આતંકી હુમલામાં લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ ઘટનાના વિરોધમાં પાલનપુરના રામલીલા મેદાનમાં યુવાનોએ એકત્રિત થઈને આતંકવાદીઓના પૂતળાને ફાંસીના માંચડે ચઢાવ્યું હતું. યુવાનોએ આતંકવાદ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને પૂતળાનું દહન કર્યું […]
અમીરગઢ ચેકપોસ્ટે જપ્ત 63 વાહનોની હરાજી કરી, બાઇક અને ફોરવ્હીલર બંને પ્રકારના વાહનો હતા
અમીરગઢ ચેકપોસ્ટે જપ્ત કરેલા 63 વાહનોની ગુરૂવારે હરાજી કરવામાં આવી હતી. હરાજીમાં બાઇક અને ફોરવ્હીલર બંને પ્રકારના વાહનો હતા. આ હરાજીમાં આબુરોડના મહંમદ સાદિક કુરેશીએ સૌથી ઊંચી બોલી લગાવી રૂ.16.28 લાખમાં તમામ વાહનો ખરીદ્યા હતા. હરાજી દરમિયાન મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. રાજસ્થાન સરહદે આવેલી અમીરગઢ ચેકપોસ્ટ પર ગુનાહિત પ્રવૃત્તિઓમાં જપ્ત કરાયેલા 63 વાહનોને […]
થરાદમાં ધોળા દિવસે સ્ટ્રીટ લાઇટ ચાલુ, બીજી તરફ હાઇવે ઉપર રાત્રે અંધારૂ
થરાદ બસ સ્ટેશનથી સર્વોદય સોસાયટી તરફ જતા રસ્તા પર સ્ટ્રીટ લાઈટો ધોળા દિવસના સમયે પણ ચાલુ જોવા મળી હતી. બીજી તરફ થરાદ ડીસા હાઈવે ઉપરની સ્ટેટ લાઈટો બંધ છે. જે ચાલુ કરવા બાબતે તંત્રના અધિકારીઓ એક બીજાને ખો આપી રહ્યા છે. થરાદ બજારમાંથી સર્વોદય સોસાયટી તરફ જતા રસ્તા ઉપર ધોળા દિવસે સ્ટેટ લાઈટો ચાલુ જોવા […]
બપોરે 2થી 4 વાગ્યા દરમિયાન ગરમીનો પારો ઊંચો જશે, લઘુત્તમ તાપમાન 24.8 ડિગ્રી
બનાસકાંઠા જિલ્લામાં ગરમીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. છેલ્લા ત્રણ દિવસથી જિલ્લાનું મહત્તમ તાપમાન 40 ડિગ્રીની આસપાસ નોંધાઈ રહ્યું છે. ગઈકાલે તાપમાન 40.5 ડિગ્રી સુધી પહોંચ્યું હતું. હવામાન વિભાગના અનુમાન મુજબ આજે દિવસ દરમિયાન તાપમાનમાં ક્રમિક વધારો થશે. બપોરે 1 વાગ્યે તાપમાન 38 ડિગ્રી રહેશે. બપોરના 2થી 4 વાગ્યા દરમિયાન તાપમાન 40 ડિગ્રી સુધી પહોંચી […]
ધાનેરામાં બસચાલકને છાતીમાં દુ:ખાવો થતાં ટ્રિપલ અકસ્માત
મહેસાણા ગોપીનાળાની બહાર ઢાળ ચડી રહેલી એસટી બસે રોડ ક્રોસ કરી રહેલી 50 વર્ષીય મહિલાને ટક્કર મારી હતી. ગંભીર રીતે ઘાયલ મહિલાને મહેસાણા સિવિલથી અમદાવાદ ખાતે સારવાર માટે રીફર કરાયા બાદ તેનું મોત નીપજ્યું હતું. બહુચરાજી એ સટી ડેપોની બહુચરાજી -રાંતેજ બસ શુક્રવારે સવારે 9 વાગ્યાની આસપાસ મહેસાણાના ગોપીનાળામાંથી એસટી ડેપોમાં જતાં સમયે ઢાળ ચડી […]
સરહદી વિસ્તારના વિકાસ માટે વાઈબ્રન્ટ વિલેજ કાર્યક્રમ યોજાયો, 250 કેડેટ્સ-વિદ્યાર્થીઓએ લીધો ભાગ
બનાસકાંઠાના સરહદી વિસ્તાર સુઈગામના મમાણા ગામે ગુજરાત એનસીસી દ્વારા વાઈબ્રન્ટ વિલેજ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. અનુપમ પગાર કેન્દ્ર શાળા ખાતે યોજાયેલા આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સરહદી ગામોના નાગરિકોના જીવનધોરણમાં સુધારો લાવવાનો હતો. કાર્યક્રમમાં એનસીસી કેડેટ્સ અને શાળાના વિદ્યાર્થીઓએ નૃત્ય, ભાષણ અને સંગીતની પ્રસ્તુતિ કરી. લોક જાગૃતિ માટે ‘બેટી બચાવો, બેટી પઢાવો’ વિષય પર નાટક રજૂ […]
અબ્રામા ગામમાં વર્કશોપ યોજાયો, 2015થી 2024માં કેસોમાં 95% ઘટાડો
નવસારી જિલ્લામાં વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી અંતર્ગત અબ્રામા ગામની જી.આઇ.ડી.સી એન્જીનીયરીંગ કોલેજમાં એક મહત્વપૂર્ણ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપમાં વિશ્વ મેલેરિયા દિન 2025ની થીમ “મેલેરિયાનો અંત આપણાથી: પુન:રોકાણ કરો, પુન:કલ્પના કરો, પુન: જાગૃત કરો” પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મેલેરિયા અને ડેન્ગ્યુ નિયંત્રણ માટેના IVM અંતર્ગત વિવિધ પગલાંઓની માહિતી ઓડિયો-વિડિયો […]
પ્રાકૃતિક ખેતીના પંચસ્તરીય મોડેલ થકી ખેડુતે કેરી, ચીકુ, શેરડી, ચોખાનું ઉત્પાદન કરી બમણી આવક
લોકોના સ્વાસ્થ્યપ્રદ ખોરાક મળી રહે તે માટે પ્રાકૃતિક ખેતી એ સમયની માંગ છે. ઝીરો બજેટની ખેતીથી જમીનનું રક્ષણ પણ થશે અને લોકોની આરોગ્ય ગરિમા પણ જળવાઈ રહેશે એ ખેડૂતોને સમજાયું છે, ત્યારે નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના હાંસાપોર ગામના ખેડૂત પરીમલભાઈ દેસાઈએ 2010થી પ્રાકૃતિક ખેતી અપનાવીને આત્મનિર્ભર બન્યા છે. પ્રાકૃતિક ખેતીના પંચસ્તરીય મોડેલનો ઉપયોગ કરીને ખેડુતે […]










