Gujarat

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ અર્પણ

‘ઇન્દુચાચા’ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા પોડિયમમાં આવેલા તેમના તૈલચિત્રને વિધાનસભાના ઇન્ચાર્જ સચિવ ચેતન પંડ્‌યાએ ભાવસભર પુષ્પાંજલિ અર્પી હતી. આ પ્રસંગે ઉપસ્થિત ગુજરાત વિધાનસભાના ઉચ્ચ અધિકારીઓ- કર્મચારીઓ તેમજ ડાંગ જિલ્લાની ગોટીયામાળની પ્રાથમિક શાળા વિદ્યાર્થીઓએ પણ ‘ઇન્દુચાચા’ને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે,‘ઇન્દુચાચા’એ મહાગુજરાત આંદોલનમાં સક્રિય ભૂમિકા […]

Gujarat

અમદાવાદના પ્રહલાદનગર ફાયર સ્ટેશનમાં ફરજ બજાવતા ડિવિઝનલ ફાયર ઓફિસરને લાંચ લેતા એસીબીએ રંગેહાથ ઝડપ્યા

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હેઠળના પ્રહલાદનગર ફાયર સ્ટેશનમાં ફરજ બજાવતા ડિવિઝનલ ફાયર ઓફિસર ૬૫ હજારની લાંચ લેતા એન્ટિ કરપ્શન બ્યૂરો (એસીબી) દ્વારા રંગેહાથ ઝડપી લેવાયા. કન્સલ્ટીંગનું કામ કરતાં એક વ્યક્તિએ બિલ્ડિંગની ફાયર NOC માટે પ્રહલાદનગર ફાયર સ્ટેશનમાં જરૂરી દસ્તાવેજો રજૂ કર્યા હતા. જેમાં ફાયર ઓફિસરે NOC માટે લાંચની માંગણી કરી હતી. સમગ્ર મામલે ફરિયાદીએ એસીબીને જાણ […]

Gujarat

રખિયાલ લૂંટનો ભેદ ઉકેલાયો; ગુનાહિત ઈતિહાસ ધરાવતા ૨ લોકોને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડયા

અમદાવાદ શહેરના રખિયાલ વિસ્તારમાં આવેલ ધવલ એસ્ટેટના કર્મચારી સાથે ૬ લાખની લૂંટ કરવાના મામલે શહેરની ક્રાઈમ બ્રાન્ચની ટીમે ૨ આરોપીઓને ઝડપી પાડ્‌યા છે. બંન્ને આરોપીઓ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. ક્રાઈમ બ્રાન્ચે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. રખિયાલમાં આઝાદ ચોક પાસે લૂંટનો બનવા બન્યો હતો. ધવલ એસ્ટેટના કર્મચારી સાથે ૬ લાખની લૂંટ થઈ હતી. […]

Gujarat

ખાનગી ટ્રાવેલ્સની બસમાં મુંબઈ લઈ જવાતા શંકાસ્પદ ઘીનાં ૧૦૫ ડબ્બા પાટણ એસઓજી પોલીસે ઝડપી પાડયા

ફરી એકવાર નકલી અને ભેળસેળયુક્ત ખાદ્યપદાર્થનો જથ્થો પકડાઈ આવ્યો પાટણમાં એસઓજી પોલીસને બાતમી મળી હતી કે, ખાનગી ટ્રાવેલ્સ મારફતે ભેળસેળ યુક્ત ઘીની હેરાફેરી કરી જથ્થો મુંબઈ લઈ જવામાં આવી રહ્યો છે. આથી, એસઓજી ના અધિકારીઓ દ્વારા બાતમીનાં આધારે વોચ ગોઠવીને શંકાસ્પદ જણાતી ખાનગી ટ્રાવેલ્સની બસને રોકી તપાસ હાથ ધરી હતી. દરમિયાન, બસમાંથી શંકાસ્પદ ઘીનો મસમોટો […]

Entertainment

વિકાસ પાઠક ઉર્ફે હિન્દુસ્તાની ભાઉ દ્વારા હિંદુઓની ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડવા મામલે ફરાહ ખાન વિરુદ્ધ પોલીસ ફરિયાદ

બોલિવૂડની પ્રખ્યાત ફિલ્મમેકર અને કોરિયોગ્રાફર ફરાહ ખાનની તકલીફોમાં વધારો બોલિવૂડની જાણીતી કોરિયોગ્રાફર અને ફિલ્મમેકર ફરાહ ખાનની તકલીફોમાં વધારો થયો છે. તેમની સામે મુંબઈમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે. હિંદુઓના પવિત્ર તહેવાર હોળી પર વિવાદસ્પદ કોમેન્ટ કરવાના કારણે તે નવા વિવાદમાં ફસાયા છે. આ ફરિયાદ વિકાસ પાઠક ઉર્ફે હિન્દુસ્તાની ભાઉના નામથી પોતાના વકીલ અલી કાશિફ ખાન દેશમુખ […]

National

પ્રધાનમંત્રી મોદી ૨૩થી ૨૫ ફેબ્રુઆરી સુધી મધ્યપ્રદેશ, બિહાર અને આસામની મુલાકાત લેશે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે (૨૩/૦૨/૨૦૨૫) ને રવિવારથી ૨૫ ફેબ્રુઆરી, ૨૦૨૫ મંગળવાર દરમિયાન મધ્યપ્રદેશ, બિહાર અને આસામની મુલાકાત લેશે. તેઓ ૨૩ ફેબ્રુઆરીને રવિવારના રોજ મધ્યપ્રદેશનાં છતરપુર જિલ્લાની મુલાકાત લેશે અને બપોરે લગભગ ૨ વાગે તેઓ બાગેશ્વર ધામ મેડિકલ એન્ડ સાયન્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટનો શિલાન્યાસ કરશે. પ્રધાનમંત્રી ૨૪ ફેબ્રુઆરીનાં રોજ સવારે ૧૦ વાગે ભોપાલમાં ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ […]

National

હવે ઉત્તરાખંડની બહારના લોકો નહીં ખરીદ કરી શકે સ્થાનિક જમીન

ઉત્તરાખંડ વિધાનસભામાં પસાર થયું નવું ભૂમિ વિધેયક ઉત્તરાખંડ વિધાનસભામાં મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી સરકાર દ્વારા રજૂ કરાયેલા ભૂમિ વિધેયકને પસાર કરવામાં આવ્યું હતું. જે ઉત્તરાખંડ (ઉત્તર પ્રદેશ જમીનદારી નાબૂદી અને જમીન સુધારણા અધિનિયમ, ૧૯૫૦) સંશોધક વિધેયક, ૨૦૨૫ છે. તેના માટે નવા વિધેયકને લઈને રાજ્યના ૧૩માંથી ૧૧ જિલ્લામાં રાજ્ય બહારના લોકોને કૃષિ અને બાગાયતી જમીન ખરીદવા […]

National

RBIના ભૂતપૂર્વ ગવર્નર શક્તિકાંત દાસને ભારતના વડાપ્રધાનના મુખ્ય સચિવ-૨ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા

રિઝર્વ બેંકના ઓફ ઈન્ડિયા ના પૂર્વ ગવર્નર શક્તિકાંત દાસને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અગ્ર સચિવ-૨ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમનો કાર્યકાળ વડાપ્રધાન મોદીના કાર્યકાળ સાથે જ સમાપ્ત થશે. તેમને ડિસેમ્બર ૨૦૧૮માં રિઝર્વ બેંકના ગવર્નર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા અને તેમનો કાર્યકાળ ૧૦ ડિસેમ્બર, ૨૦૨૪ના રોજ સમાપ્ત થાય છે. કેન્દ્ર સરકારમાં નિમણૂક સમિતિ દ્વારા જારી […]

National

તેલંગાણાના નાગરકુર્નૂલમાં શ્રીશૈલમ લેફ્ટ બેંક કેનાલ ની ટનલની છતનો એક ભાગ ધરાશાયી

ટનલમાં છતનો ભાગ ધરાશાયી થતા મોટી દુર્ઘટના તેલંગાણાના નાગરકુર્નૂલમાં એક મોટી દુર્ઘટના થઈ હતી જેમાં, શ્રીશૈલમ લેફ્ટ બેંક કેનાલ ની ટનલની છતનો એક ભાગ ધરાશાયી થયો હતો, આ અકસ્માતમાં આશરે ૬ થી ૮ શ્રમિકો ફસાયા હોવાની આશંકા છે. નિર્માણ કંપનીની એક ટીમ મૂલ્યાંકન ની કામગીરી માટે સુરંગની અંદર ગઈ છે અને પુષ્ટિ કરી છે કે, […]

International

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના ટોચના લશ્કરી જનરલ ને બરતરફ કરવાનો લીધો મોટો ર્નિણય

અમેરિકન સરકારી કર્મચારીઓ વિરુદ્ધ ચાલી રહેલી કાર્યવાહી વચ્ચે, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટું પગલું ભર્યું છે. તેમને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ટ્રૂ પર એક પોસ્ટમાં બ્રાઉનનો યુનાઇટેડ સ્ટેટ્‌સમાં તેમની સેવા બદલ આભાર માન્યો છે. સી.ક્યુ. બ્રાઉનને હટાવવાની જાહેરાત કરતા, વ્હાઇટ હાઉસે કહ્યું કે નિવૃત્ત લેફ્ટનન્ટ જનરલ ડેન કેન તેમના સ્થાને આવશે. અને આ સાથે […]