મહારાષ્ટ્રના નાસિકમાં આવેલા ચાંદવાડ તાલુકાના રાહુડઘાટ ખાતે એક ભયાનક અકસ્માત થયો હતો. હાઇવે પર ચારથી પાંચ વાહનો એકબીજા સાથે અથડાયા હતા. આ અકસ્માતમાં એક મહિલાનું મોત થયું છે, જ્યારે ૨૧ મુસાફરો ઘાયલ થયા. અકસ્માત માં ઘાયલ થયેલ વ્યક્તિ ઓ ને સારવાર માટે ચાંદવડ સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. અકસ્માતને કારણે હાઇવે પર લાંબો ટ્રાફિક […]
Author: JKJGS
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઘણા રાજ્યોમાં વરસાદ ની આગાહી
દેશભરમાં છેલ્લા ૨૪ કલાકથી તાપમાન સતત વધી રહ્યું છે ત્યારે હવામાન વિભાગે કહ્યું છે કે, એક નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ને કારણે પશ્ચિમ ઉત્તર પ્રદેશ, રાજસ્થાનમાં અને ૨૮ ફેબ્રુઆરીએ પૂર્વી ઉત્તર પ્રદેશમાં વરસાદ પડશે. પંજાબ, હરિયાણા અને ચંદીગઢમાં ૨૬-૨૮ ફેબ્રુઆરી દરમિયાન વરસાદની ચેતવણી આપવામાં આવી છે. આ ઉપરાંત જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડમાં વરસાદ પડશે. આ […]
મોરેશિયસના રાષ્ટ્રીય દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજરી આપશે
મોરેશિયસના વડાપ્રધાન નવીન રામગુલામે જાહેરાત કરી છે કે ભારત ના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતા મહિને મોરેશિયસના રાષ્ટ્રીય દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે. પીએમ મોદી ૧૨ માર્ચે પોર્ટ લુઈસ જશે. મોરેશિયસ ના વડાપ્રધાન રામગુલામે આને બંને દેશો વચ્ચેના ગાઢ દ્વિપક્ષીય સંબંધોનો પુરાવો ગણાવ્યો હતો. વડા પ્રધાન રામગુલામે શુક્રવારે નેશનલ એસેમ્બલીને સંબોધિત કરતાં કહ્યું હતું […]
ભારતીય સેનાની ટુકડી ભારત-જાપાન સંયુક્ત લશ્કરી કવાયત-ધર્મ ગાર્ડિયન માટે રવાના થઈ
ભારતીય સેનાની ટુકડી આજે ભારત-જાપાન સંયુક્ત લશ્કરી કવાયત ધર્મ ગાર્ડિયનના છઠ્ઠા સંસ્કરણ માટે રવાના થઈ છે. આ કવાયત ૨૪ ફેબ્રુઆરીથી ૯ માર્ચ ૨૦૨૫ દરમિયાન જાપાનના પૂર્વ ફુજી યુદ્ધાભ્યાસ પ્રશિક્ષણ ક્ષેત્રમાં યોજાશે. ધર્મ ગાર્ડિયન અભ્યાસ ભારત અને જાપાનમાં વારાફરતી યોજાતો એક વાર્ષિક કાર્યક્રમ છે. આ જ કવાયતની છેલ્લી આવૃત્તિ ફેબ્રુઆરી-માર્ચ ૨૦૨૪માં રાજસ્થાનમાં યોજાઈ હતી. ભારતીય ટુકડીમાં […]
અમેરિકાના ઈડાહોમાં બરફથી થીજી ગયેલા જળાશયમાં હેલિકોપ્ટર ક્રેશ; ૧ નું મોત
અમેરિકામાં વધુ એક હવાઈ અકસ્માત થયો હતો જેમાં, એક હેલિકોપ્ટર ક્રેશ થયું હતું, ઈડાહોમાં બરફથી થીજી ગયેલા જળાશયમાં એક હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું હતું અને એક વ્યક્તિ ઘાયલ થયો હોવાના સમાચાર છે. આ અકસ્માત બાબતે બોનવિલે કાઉન્ટી શેરિફ કાર્યાલયે જણાવ્યું હતું કે, હેલિકોપ્ટર ક્રેશ થવાના સમાચાર મળ્યા બાદ તરત […]
સાવરકુંડલા શહેરની શ્રી એસ.વી. દોશી ગર્લ્સ હાઈસ્કૂલમાં બોર્ડની વિદ્યાર્થીની બહેનોનો શુભેચ્છા સમારંભ યોજાયો
સાવરકુંડલા શહેરમાં આવેલ શ્રી એસ.વી.દોશી ગર્લ્સ હાઇસ્કૂલ અને એ.કે.ઘેલાણી ગર્લ્સ હાયર સેકન્ડરી સ્કૂલમાં તારીખ ૨૦-૨- ૨૫ના રોજ ધોરણ -૧૦ અને ધોરણ -૧૨ ની વિદ્યાર્થીની બહેનોનો શુભેચ્છા સમારંભનું આયોજન થયું. જેમાં પ્રિન્સિપાલ ઉષાબેન તેરૈયા દ્વારા વિદ્યાર્થી બહેનોને પરીક્ષા લક્ષી માર્ગદર્શન આપી ચોકલેટ દ્વારા મોઢું મીઠું કરાવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી સાથે વર્ગશિક્ષક ભરતભાઇ ગામી અને હિતેશભાઈ ઢાપા […]
શ્રી લલ્લુભાઇ શેઠ આરોગ્ય મંદિરના લાભાર્થે ‘શતાયુ મુકેશ’ – નીતીન મુકેશજીના સૂરમધુર ગીતોની શાનદાર રજત રાત્રિ
શતાયુ મુકેશ કાર્યક્રમ એ માત્ર સંગીતમય રજત રાત્રિ જ નહીં પરંતુ સેવાના પવિત્ર ભાવ સાથે સંકળાયેલ એક ભવ્ય યાત્રા હતી શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરની ૧૦ વર્ષની યાત્રા સાથે મુકેશજીના શતાયુ વર્ષનું સંયોજન હતું કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ રાજકોટ શહેર કે જે મિની મુંબઈ કહેવાય છે ત્યાં શ્ચી લલ્લુભાઈ શેઠ આરોગ્યની પ્રચાર અને પ્રસાર સેવા સાથે […]
ઓલપાડની સરસ પ્રાથમિક શાળામાં આનંદમેળાનું આયોજન કરવામાં આવ્યું
સુરત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત ઓલપાડ તાલુકાની સરસ પ્રાથમિક શાળામાં આજરોજ આનંદમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એસ.એમ.સી સભ્યો સહિત મોટી સંખ્યામાં ગામનાં આગેવાનો તથા વાલીજનો હાજર રહ્યાં હતાં. પ્રારંભે સરસ ગામનાં આગેવાન હિતેશભાઈનાં હસ્તે આનંદમેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. સૌએ સરસ પ્રાથમિક શાળાનાં બાળકો દ્વારા બનાવેલ વિવિધ વાનગીઓની હોંશભેર લિજ્જત માણી હતી. […]
નારાયણ ઇંગ્લીશ મીડીયમ સ્કુલ છોટાઉદેપુરનો 11મો વાર્ષિક ઉત્સવ યોજાયો.
નારાયણ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત નારાયણ ઇંગ્લીશ મીડીયમ સ્કુલ છોટાઉદેપુરનો 11મો વાર્ષિક ઉત્સવ કાર્યક્રમ લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. ઉપસ્થિત મહાનુભવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુક્યો હતો. નારાયણ સ્કૂલ પરિવાર દ્વારા ઉપસ્થિત મહાનુભવોનું શાલ ઓઢાડી પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું.વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી શાળાનું નામ રોશન કરનાર વિદ્યાર્થીઓને […]
ઝોઝ પોલીસ સ્ટેશન દ્વારા મીઠીબોર ગામના જંગલમાં કાછલા ગામ તરફથી આવતા કાચા રસ્તા ઉપરથી ચોરીની મોટર સાયકલો ઉપર કંતાનના કોથળામાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ/બીયર તથા મોબાઇલ ચોરીના અનડીટેકટ ગુનાઓ શોધી કાઢવામાં આવેલ છે
ઝોઝ પોલીસ સ્ટેશન દ્વારા મીઠીબોર ગામના જંગલમાં કાછલા ગામ તરફથી આવતા કાચા રસ્તા ઉપરથી ચોરીની મોટર સાયકલો ઉપર કંતાનના કોથળામાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ/બીયર ટીન નંગ-૨૩૭૬ ની કુલ કિ.રૂ.૩,૧૭,૦૪૦/- તથા મોટર સાયકલ નંગ-૦૫ કીંમત રૂપીયા.૧,૬૫,૦૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૦૩ કિ.રૂ. ૧૮,૫૦૦/- મળી કુલ કિ.રૂ.૫,૦૦,૦૮૦/- ના મુદ્દામાલ સાથે ગણના પાત્ર પ્રોહીબિશનનો કેશ તથા દાદોદ જીલ્લાના તથા […]










