ભાવનગર શહેરના ઘોઘા રોડ સ્થિત લીંબડીયું વિસ્તારમાં આજે વહેલી સવારે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. એક કન્સ્ટ્રક્શન સાઇટ પર સિમેન્ટ-કોંક્રિટ મિક્સર ટ્રક સિમેન્ટ, રેતી અને કપચીનું મિશ્રણ ખાલી કરી રહ્યો હતો ત્યારે અચાનક પોચી જમીનમાં ફસાઈ ગયો હતો. આ દુર્ઘટનામાં સાઇટ પર કામ કરી રહેલા બે શ્રમજીવીઓ મિક્સર નીચે દબાઈ ગયા હતા. બનાવની જાણ થતાં […]
Author: JKJGS
જાનૈયાઓ બેસવાની તૈયારીમાં હતા ને એન્જિનમાં સ્પાર્ક થયો, અફરાતફરીનો માહોલ સર્જાયો
આજનો સોમવાર ભાવનગર માટે ભારે હોય એમ બે દુર્ઘટના સામે આવી છે. પહેલી ઘટના જિલ્લાના સિહોર પાસેથી સામે આવી છે. જ્યાં જાનૈયાઓની બસમાં અચાનક આગ ભભૂકી છે. જ્યારે બીજી ઘટના ભાવનગર શહેરમાંથી સામે આવી છે. જ્યાં કન્સ્ટ્રક્શન સાઇટ પર સિમેન્ટ મિક્સર ટ્રક પોચી જમીનમાં ફસાતા બે મજૂરો દબાયા હતા. જોકે આ બંને ઘટનામાં કોઇ જાનહાનિ […]
બોલેરો કારમાં હેલમેટ ન પહેરવા બદલ 500નો દંડ ફટકાર્યો, PWD કચેરી પાસે આ નંબરની કાર જ નથી
જામનગરમાં ટ્રાફિક પોલીસની કામગીરી સામે પ્રશ્નો ઉભા થયા છે. શહેરમાં સરકારી કચેરીઓ નજીક ચાલી રહેલી હેલમેટ ચેકિંગ ડ્રાઈવ દરમિયાન એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. પોલીસે PWD કચેરીની બોલેરો કારના ચાલકને હેલમેટ ન પહેરવા બદલ ₹500નો દંડ ફટકાર્યો છે. આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે દંડની પાવતી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ. વિશેષ વાત એ […]
સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક આયોજીત વોલીબોલ ટુર્નામેન્ટમાં કામરેજ તાલુકો ટીમ ચેમ્પિયન
રમત એટલે જીવનનાં દરેક પરિપ્રેક્ષ્યમાં મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવતું માધ્યમ: કિરીટ પટેલ સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ આયોજીત જિલ્લા કક્ષાની વોલીબોલ ટુર્નામેન્ટ બારડોલી તાલુકાની બાલદા પ્રાથમિક શાળાનાં પટાંગણમાં યોજવામાં આવી હતી. જેમાં 9 તાલુકાનાં શિક્ષકોની 16 ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સદર ટુર્નામેન્ટનું ઉદ્ધઘાટન સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટ પટેલ તથા મહામંત્રી અરવિંદ ચૌધરીનાં […]
અખિલ ભારતીય વિશ્વકર્મા શિલ્પકાર મહાસભાના પ્રદેશ મહાસચિવ નિલેશભાઈ કનાડીયાએ પોતાના વતન ગારિયાધારમાં નગર પાલિકાની ચૂંટણીમાં કિંમતી અને પવિત્ર મત આપી મતદાન કર્યું
૪૦૦-૫૦૦ કિલોમીટરની મંજિલ કાપીને માત્ર મતદાન કરવા માટે પોતે પોતાના માદરે વતન ગારિયાધાર ખાતે પધાર્યા. લોકતંત્રના આ મહામૂલા અવસરે દરેકે મતદાન કરીને લોકતંત્રને વધુ મજબૂત કરવું જોઈએ. મૂળ ગારિયાધારના વતની હાલ વડોદરા સ્થાયી થયેલ અખિલ ભારતીય વિશ્વકર્મા શિલ્પકાર મહાસભાના પ્રદેશ મહાસચિવ નિલેશભાઈ કનાડીયાએ જણાવ્યું હતું કે લોકશાહીને જીવંત રાખવા માટે દરેકે દરેક મતદાતાઓએ મતદાન અચૂક […]
શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર, સાવરકુંડલા ખાતે એક સાથે બે લૅપ્રોસ્કોપિક ઓપરેશન એક જ સત્રમાં સફળતાપૂર્વક પૂર્ણ કરી અતિ આધુનિક તબીબી અભિગમની સાબિતી આપી
તબીબી ક્ષેત્રે વધુ એક મહત્વપૂર્ણ સિદ્ધિ. શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર ખાતે એક મહિલા દર્દીને પિતાશયમાં ૧૫ mmની પથરી અને સાથે સાથે ગર્ભાશયમાં ઘણી બધી ગાંઠ હતી જેને લીધે માસિકનો પ્રવાહ પણ વધારે હતો.આ દર્દીને લૅપ્રોસ્કોપિક કોલિસિસ્ટેક્ટોમિ (પિત્તાશય દૂર કરવાનું ઓપરેશન) અને લૅપ્રોસ્કોપિક હિસ્ટરેક્ટોમિ (ગર્ભાશય દૂર કરવાનું ઓપરેશન) એવા બે અલગ અલગ ઓપરેશનની જરૂરિયાત હતી. […]
છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણીને લઈને વોર્ડ નંબર 1ના સ્ટેશન મુસ્લિમ સમાજ દ્વારા અનોખો પ્રયાસ કરવામાં આવ્યો
છોટાઉદેપુર નગરપાલિકાના સાત વોર્ડના 28 મતદાન મથકો પર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા ચાલી રહી છે. ત્યારે છોટાઉદેપુર નગરપાલિકા મત વિસ્તારમાં આવેલ વોર્ડ નંબર 1માં સ્ટેશન મુસ્લિમ ઘાંચી સમાજની તંજીમ દ્વારા અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે. જેમાં તમામ ઉમેદવારોના સર્વ સંમતિથી મતદારોને કોઈ તકલીફ ન પડે તે માટે કાઉન્ટર ઊભું કરવામાં આવ્યું હતું. જેમાં એક જ […]
છોટાઉદેપુર નગરપાલિકા ચૂંટણીના મતદાન મથકોની મુલાકાત લેતા જિલ્લા કલેકટર ગાર્ગી જૈન
સ્થાનિક સ્વરાજની ચૂંટણી ૨૦૨૫ સમગ્ર રાજયમાં મતદાન થઈ રહ્યું છે ત્યારે છોટાઉદેપુર નગરપાલિકાના ૭ વોર્ડની ૨૮ બેઠકો પર ૯૯ ઉમેદવારો માટેની મતદાન પ્રક્રિયા થઈ રહી છે. આ મતદાન પ્રક્રિયાનું જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર ગાર્ગી જૈન દ્વારા મતદાન મથકોની રૂબરૂ મુલાકાત લઈ મતદાન પ્રક્રિયાનું નિરીક્ષણ કરવામાં આવ્યું. મતદાન મથકો પર ઉપસ્થિત અધિકારીઓ અને કર્મચારીઓ પાસે […]
છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણીમાં મતદારો ઉત્સાહભેર જોડાયા
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પ્રથમવાર મતદાન કરતા યુવા મતદારો સ્થાનિક સ્વરાજની ચૂંટણી ૨૦૨૫, સમગ્ર રાજયમાં ૬૬ નગરપાલિકાના ૪૬૧ વોર્ડની ૧૮૪૪ બેઠકો પર આજ રોજ મતદાન થઈ રહ્યું છે. જેમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી – ૨૦૨૫માં છોટાઉદેપુર નગરપાલિકાના ૭ વોર્ડની ૨૮ બેઠકો પર ૯૯ ઉમેદવારોએ ઉમેદવારી નોધાવી હતી. છોટાઉદેપુર નગરપાલિકાની મતદાન પ્રક્રિયા દરમિયાન નગરજનો ઉત્સાહભેર મતદાન કરવા જોડાયા […]
છોટાઉદેપુર પોલીસ સ્ટેશન દ્વારા ધંધોડા પાસેથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ કિ.રૂ.૯૩,૭૨૦/- તથા પીકઅપ વાહન સાથે કુલ કિ.રૂ.૫,૯૩,૭૨૦/- નો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો
ઈમ્તિયાઝ શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ સમગ્ર જીલ્લામાં પ્રોહી બિશનની પ્રવુતી નેસ્ત નાબુદ કરવા તેમજ દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા જીલ્લાના અમલદાર નાઓને પ્રોહીની પ્રવુતી તેમજ હેરાફેરી કરતા ઇસમો ઉપર વોચ રાખી અસામાજીક પ્રવુતી સદંતર રીતે નેસ્ત નાબુદ થાય તે રીતેની કાર્યવાહી કરવા જરૂરી સુચનાઓ આપવામાં આવેલ જે અનુસંધાને કે.એચ.સુર્યવંશી નાયબ […]










